મુળ રે વિનાનુ કાયા ઝાડવું

એવા રે મુળ રે વિનાનુ કાયા ઝાડવું રે
એને પડતા નો લાગે વાર વીરાં મારા રે
એવા રે મુળ રે વિનાનુ કાયા ઝાડવું રે

એને પ્રેમ રે રુપી રે ખાતર પુરજો રે
એને પ્રેમ રે રુપી રે ખાતર પુરજો રે
એના મુળીયા પાતાળમાં જાય વીરાં મારા રે
એવા રે મુળ રે વિનાનુ કાયા ઝાડવું રે

એને સત રે રુપી રે પાણી સીંચજો રે
એને સત રે રુપી રે પાણી સીંચજો રે
એની નુરત સુરત જોને પાણીયાર
એવા રે મુળ રે વિનાનુ કાયા ઝાડવું રે

એને શીલ રે સંતોષ ફળ લાગશે રે
એને શીલ રે સંતોષ ફળ લાગશે રે
એતો અમરફળ જેવા હોય વીરા મારા રે
એવા રે મુળ રે વિનાનુ કાયા ઝાડવું રે

એમ કહે રે રવિ રે ગુરુ ભાણને રે
એમ પ્રભુને ભજે ભય જાય રે વીરાં મારા રે
એવા રે મુળ રે વિનાનુ કાયા ઝાડવું રે


રચનાઃ રવિરામ
સ્વરઃ રામજીભાઈ થલકીયા

Leave a comment