એક (કોરો) (પ્રેમ) પત્ર

love_letter

ફક્ત પ્રિયે તારા નામની આગળ લખું,
બસ એમજ સાવ કોરો કાગળ લખું.

ખબર અંતર પૂછું પહેલા સમયના,
પછી પોરો ખાઈ થોડો, અંજળ લખું.

કેમ કરી અશ્રુઓ મોકલી શકાય પત્રમાં,
કહે તો વાદળ કહે તો ઝાકળ લખું.

ના, નથી સ્થિતિ કોઈને કહેવા જેવી,
છતાં શુભ-શુભ મંગળ મંગળ લખું.

ફુલોનો માર ખાઈ ખાઈ કોહવાઈ ગયો છું,
થોર છું થોર બીજું શું બાવળ લખું.

નિશ્ચિત નથી કંઈ હવે તારું મળવું,
છતાં તું મળે એવી અટકળ લખું.

હાલક ડોલક છે દિલો-દિમાગ બન્ને,
એકજ શબ્દમાં લખું તો વિહવળ લખું.

વચ્ચેનો સમય જો દોહરાવી શકે તો,
એજ લી.-પહેલી અને છેલ્લી પળ લખું

– ફકત તરુણ
એમના કાવ્ય સંગ્રહ “સંગે મરમર”માંથી

Advertisements

6 Responses to “એક (કોરો) (પ્રેમ) પત્ર”

 1. sapana Says:

  Very nice ghazal. All the sher’s are very meaningful.
  Sapana

 2. fakaat tarun Says:

  fakat ji
  its a fatastc gazal not ordinary post but
  regd.AD post to her beloved
  purnima

 3. રાજ Says:

  મારો બ્લોગ
  http://raj0702.blogspot.com/
  અને મારી કોમ્યુનીટી
  http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950

  પ્રિયે તારા નામ પાછ્ળ આજ મારુ નામ લખું, છુ
  ભલે સાવ કોરો છે કાગળ છતા પ્રેમ ની ભાવના લખું છુ

  ખબર અંતર શુ કામ પૂછું તારા
  તુ તો દીલમા વસે છે મારા એટલે જ દીલ ની વાત લખું છુ

  અશ્રુઓ થી હમેશા દુર રહે ચેહરો તારો
  તને ગમે એવા સમાચાર લખું છુ.

  સ્થિતિ શુભ હોયે કે નહિ
  છતાં હમેશા શુભ- મંગળ લખુ છુ.

  ફુલોનો તો માર નથી લાગીયો પણ કાંટા ઝરુર ખુપી ગયા છે
  તો પણ હમેશ તને ફૂલ લખું છુ.

  અનિશ્ચિત છે આ દુનિયામા બધુ,
  છતાં તું મળશે એવી આશા લખું છુ.

  અજીબ છે દિલો-દિમાગ ને હાલત,
  બસ હરેક પળ દિલો-દિમાગ તારો ચેહરો લખું છુ.

  સમય જો આપે કહીં તો તારી ખુશી માગુ હમેશા હમેશા
  દરેક નિશા મા કાવ્ય બનાવી તને લખુ છુ.
  બસ એજ લી.- તુ જ કહે શુ લખું

 4. manoj Says:

  saras

 5. JITENDRA THAKOR Says:

  I LIKE IT THANKS FOR GUIDE TO ME

 6. harshad j gami Says:

  premi thi alag thato love latter joiye 6e

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: