મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ
રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ
હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ
દોડી કરીએ દિવાળીએ સ્નેહે સન્માન
કે મારા …આંગણાના થાજો મહેમાન
લાલી છાઈ આકાશ, વરતાય હૈયે ભીંનાશ
માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ
આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર
પ્રકાશ પર્વના છલકે છે પ્રેમ ભર્યા પૂર
ઝીલો ઝીલો હૈયે દોડી આજ ઉમંગી નૂર
શુભ સંકલ્પની જ્યોતી,ભાઈબીજની રે ખુશી
હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી રંગોળી
ફટાકડાએ દે જો નવરંગોથી દિવાળી ઉજાળી
ને વધાવીએ નવ વર્ષને વેરઝેર ડુબોડી
કે આજ મીઠી લાગે મારી રુપલી દિવાળી
– રમેશ પટેલ(આકાશદીપ)
ઓક્ટોબર 17, 2009 પર 11:59 એ એમ (AM)
પ્રકાશ પર્વના છલકે છે પ્રેમ ભર્યા પૂર
ઝીલો ઝીલો હૈયે દોડી આજ ઉમંગી નૂર
વધાવીએ આજ રુપલી દિવાળી…Very nice
Happy Divali to everybody.
Patel Paresh
ઓક્ટોબર 18, 2009 પર 3:11 એ એમ (AM)
શુભ સંકલ્પની જ્યોતી,ભાઈબીજની રે ખુશી
હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી રંગોળી
Well welcome,very nice.
Vital Patel
ઓક્ટોબર 19, 2009 પર 4:36 પી એમ(PM)
ને વધાવીએ નવ વર્ષને વેરઝેર ડુબોડી
કે આજ મીઠી લાગે મારી રુપલી દિવાળી
Very sweet.
Chirag Patel
ઓક્ટોબર 21, 2009 પર 3:28 પી એમ(PM)
શુભ સંકલ્પની જ્યોતી,ભાઈબીજની રે ખુશી
હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી રંગોળી
Thanks for sharing cheerness.
Chandra Patel(USA)