Archive for the ‘લેખ’ Category

Vortex of Thoughts / વિચારોના વમળમાં…

એપ્રિલ 18, 2010

Vortex of Thoughts / વિચારોના વમળમાં...

હમણાં થોડા સમયથી સમય મળતો નથી… પોતાના માટૅ… કંઈ નવુ વિચારવા માટૅ… કઈ નવું લખવા માટૅ… અને ખબર નહી કેમ પણ જીવનમાં કંઈ ખુટ્તુ હોય તેવુ લાગ્યા કરે છે… ખાસા ત્રણ વરસ સુધી બ્લોગજગતમાં સક્રીય રહ્યા બાદ અચાનક જાણે ઊર્મિઓની ખોટ સાલવા લાગી અને શબ્દોના અભાવે અંતરના આવેગોને ઓસરાવી દીધા… શબ્દ-સાગરના કિનારે, કે જ્યાં લાગણીની ભરતી આવતી હતી ત્યાં હવે ઓટ વરતાવા લાગી…!

થોડા સમય સુધી અંદરના અને અંતરના આવેગોને વિસારી દિધા બાદ આજે ફરીથી કઈ નવા સ્વરુપે આરંભ કરવાનુ મન થઈ રહ્યું છે… પણ હવે પદ્યને બદલે ગદ્યનો આસરો લેવાનો વિચાર છે…

મારા નવા બ્લોગનુ નામ છે “વિચારોના વમળમાં…”

અહી આ નવા બ્લોગમાં હું આપ સૌનો પહેલા જેવોજ મીઠો સહકાર અને સાથ ઝંખીશ અને મને વિશ્વાસ છે કે આપ સૌ ગુજરાતી સાહિત્ય રસિક મને સહકાર આપશો જ…!

મારા બ્લોગ વિશે વધુ જાણવા નીચેની લીંક પર ક્લીક કરો…!

About Blog / આ બ્લોગ વિશે…!

મારા બ્લોગ પરની પ્રથમ પોસ્ટ વાંચવા માટે નીચેની લીંક પર ક્લીક કરો…!

Why sometimes I got tears in my eyes? / મારી આંખો કેમ ભરાઈ આવે છે?

આપના પ્રતિભાવોની અપેક્ષા સહ…

આપનો મિત્ર

રાજીવ

Advertisements

ઓસ્ટ્રેલીયા, રેસીઝમ અને સત્ય

જૂન 27, 2009

1799513850_65e6c67264

મિત્રો,

આપ સૌ તો જાણો જ છો, કે હું મારી પત્ની સાથે ત્રણ વરસથી અહી મેલબોર્ન ખાતે આવીને વસ્યો છું. હમણાં હમણાં ભારતીયો પર થયેલા હુમલા અને ભારતીય મીડીયા એ જેને પહાડ બનાવીને સામાન્ય માણસો સામે મુક્યો તે રાયનો દાણો હું તમને મારી નઝરથી બતાવવા માંગુ છું. અહી ત્રણ વરસમાં મને થયેલા અનુભવો અને મે જોયેલા અને જાણેલા ઓસ્ટ્રેલીયન માનવીઓ અને હાલમાં થયેલા બધા હુમલાઓને હું એક સાથે અહીં આપ સૌને બતાવવા માંગુ છું. આશા રાખુ કે તમે બધા પણ પોતાની અંદરની ઉભરાતી ભારતીયતાને થોડી વાર માટે બેસાડી આ વાંચશો અને વિચારશો.

મારો પ્રથમ પ્રશ્ન – રેસીઝમ કોનામાં નથી ????

મિત્રો… વિચાર કરો… તમારા શહેરમાં બીજા પ્રદેશના માણસો આવે, તમારી ભાષાને અને તમારા કલ્ચરને સમજ્યા વગર તે મન ફાવે તેવુ વર્તન કરે… તમારી નોકરીઓમાં ભાગ પડાવે… અને બીજુ ઘણું કરે… તો શું તમને તે ગમશે?

માણસ માત્ર, બેઝીકલી, રેસીસ્ટ છે… તે કાળો હો કે ગોરો… પ્રમાણ થોડુ ઓછું વધારે હોય શકે…! આપણા દેશમાંજ એક પ્રદેશના લોકો બીજાને મારવામાં કે હલ્કા બતાવવામાં પાછળ ફરીને જોતા નથી [જ્યારે છે તો તે બધા ભારતીયો જ ને ???] તો વિચારો બીજા દેશ અને સંસ્કૃતિના માણસ માટે માનવી કઈ હદે જઈ શકે???

આપમાંથી ઘણા મારી સાથે સહેમત નહી હોય અને કદાચ એનુ એક કારણ એ છે કે તેઓ તેવી પરિસ્થીતિમાંથી પસાર નહી થયા હોય. એક સુંદર ઉદાહરણ અનામતનો પ્રશ્ન છે… જુઓ, સમજો અને વિચારો…!

શું ખરેખર ઓસ્ટ્રેલીયાના લોકો રેસિસ્ટ છે???

આનો સીધો, સાદો, સરળ અને સાચો જવાબ છે – “ના”

આ સમજાવવા માટે થોડા પ્રશ્ન અને ઉદાહરણ આપુ છું… શું આપણે બધા હિન્દુઓ બધા જ મુસલમાન લોકોને નફરતની નજરે જોઈએ છીએ…? શું દરેક મુસલમાન ભાઈ બહેન આપણને નફરતની નજરથીજ જોતા હશે…? શું ઓસ્ટ્રેલીયામાં ફરતો દરેક માણસ મુળભુત રીતે ઓસ્ટ્રેલીયન જ છે…? શું દરેક ગામ હોય છે ત્યાં ઉકરડો નથી હોતો…?

ઉપરના સવાલો તમને કઈક વધુ વિચારવા મજબુર કરે તો મને ગમશે…! બધાજ જાતી ધર્મ અને વિવિધ માન્યતા વાળા લોકોના ટોળામાં અમુક માણસો એવા હોય છે કે જેને અથવા તો જેના વર્તનને સામાન્ય માણસ ક્યારેય સમજી કે વધાવી શકતો નથી.

ઓસ્ટ્રેલીયામાં લગભગ દુનિયાના દરેક ખુણામાંથી આવીને લોકો વસ્યા છે અને બધા સારી રીતે એકમેકની સાથે હળીમળીને રહે છે… કોઈ કોઇના જીવનમાં ડખલ કરતુ નથી… પણ સમય અને સંજોગ ક્યારેક વિપરીત હોય છે… દિવસના અજવાળામાં એકદમ સજ્જન લાગતો માણસ કે જેણે રંગ અને જાતીના ભેદભાવને પોતાની અંદર દફનાવી દીધા હોય તે માણસ રાતના અંધારામાં અને દારુ કે બીયરના નશામાં તેની અંદરના રાક્ષસ પરનો કાબુ ગુમાવી દેતો હોય છે… આપણી ભલાઈ એ જ છે કે આપણે એવા સમયે તેને એકલો રહેવા દઈએ…! અને એક બીજી વાત કે બધા એવા નથી… ઘણા એ એ રાક્ષસને એટલો અંદર દફનાવ્યો હોય છે કે તે બહાર ક્યારેય કોઈ પણ સંજોગમાં આવી જ નથી શક્તો.

જે લોકો હજી અણસમજુ છે અને કોઇ કામધંધા વગરના છે તેઓ પાસે આવુ કઈ કરવાનો અને લોકોને હેરાન કરવાનો કે તેમને ઇજા પહોચાડવાનો સમય નીકળે છે…!

ભારતીય મીડીયાનો રોલ…

ભારતીય મીડીયા અને પોલીટીક્સ… વાહ રે વાહ… મને તો એક વાતનીજ ખબર નથી પડતી કે ત્યાં બેઠા બેઠા ગુજરાત સમાચાર કે સંદેશ કે દિવ્ય ભાસ્કરના તંત્રીઓને અહી શું બની રહ્યુ છે અને લોકો કેટલા ભય ને બિકમાં જીવી રહ્યા છે તેની જાણ કઈ રીતે થઈ જાય છે ??? અને એકદમ મસાલેદાર ખબર બનાવીને પહેલા પાના પર છાપી નાખશે… એમનુ પેપર તો વેચાયુ.. સત્ય ગયુ ભાડમાં…! અને આપણા રાજકારણીઓને લોકોના પુતળા બાળવાનો સમય તો ગમે ત્યારે મળી જ રહે છે…! 😉 આવા બધા ખોટા મસાલેદાર અને ચડાવીને કહેવાયેલ સત્યને હું સત્ય ગણતો નથી…!

હું હજી ભારતીય જ છું !!!

મિત્રો, એક વાત સ્પષ્ટ કરી દઊ કે હું ભલે ઓટ્રેલીયાનો પરમેનન્ટ રેસીડેન્ટ છું અને થોડા વખતમાં નાગરીક પણ બની જઈશ પણ હજી હું ભારતીય જ છું અને હમેંશા રહીશ… જે થયુ તેનુ મને ભારો ભાર દુઃખ છે… પણ હું છતાં ઓસ્ટ્રેલીયાના બધા લોકોને રેસીસ્ટ માનવા તૈયાર નથી… કોઈ એકાદ-બે માણસોના પાપને આપણે આખા સમાજ પર ના ચઢાવી શકીયે… અને ના ચઢાવવુ જોઈએ…!

હું પણ અહી સ્ટુડન્ટ વિઝા પર આવ્યો હતો અને મારો અભ્યાસ પુર્ણ થવા સુધી કે ત્યાર પછી પણ મને કોઈ ખુબ જ ખરાબ રેસીઝમનો અનુભવ થયો નથી…

અને રહી વાત સલામતીની… તો શું ભારતીયો માટે ગુજરાત સલામત છે? મુંબઈ સલામત છે? ભારત સલામત છે? મે હિન્દુ મુસ્લીમનો રોષ અને તેમને બધાને વેરભાવની આગમાં સળગતા અને સામે વાળાને સળગાવતા મારી નજરે જોયા છે… ચાર મહિના સુધી કરફ્યુ અને આર્મીના બંદોબસ્તમાં અમે ગાળેલા છે… વાધોડીયા રોડના રહેવાસી તરીકે અમે મુસ્લીમોના અને હિન્દુઓના ઘરોને અને સ્ત્રી અને પુરુષોને સળગતા અને સળગાવતા જોયા છે…! અને આવુ તો કેટલુય છે જે યાદ આવતા હજી એ રુવાંટા ઉભા થઈ જાય છે…!

લાંબા રુટની ટ્રેનોમાં એક રાજ્યના લોકો બીજા રાજ્યાના માણસોને કોઇ કારણ વગર માર મારતા અમે જોયા છે, કે તે સાલાઓ અમારા ડબ્બામાં આવી કઈ રીતે શકે…???

એમ. એસ. યુનીની કોલેજોમાં અને હોસ્ટેલોમાં ગુંડાગર્દી અને ભયનુ ગંદુ રાજકારણ મે જોયેલુ છે. દારુ પીયને એકબીજા સાથે લડતા અને ઝઘડતા સ્ટુડ્ન્સને ખુબ નજીકથી જોયા છે…

આપણે જયારે કોઈને રેસીસ્ટ કહીયે ત્યારે આપણે આ બધુ કેમ ભુલી જઈએ છીએ…?

તમારો પુત્ર કે પુત્રી જ્યારે કોઈ બીજા કે તમારા શહેરમાંજ ભણવા જાય છે ત્યારે તેમને કોઈ હેરાન કરે કે મારે તેની શક્યતા તે જો વિદેશમાં જઈને ભણે અને ત્યાં તેને કોઈ હેરાન કરે કે મારે તેના કરતા વધારે છે.

બોટમ લાઈન

સામાન્ય માણસે બધેજ સાવચેતી અને સલામતીથી અને આવા અસામાજીક તત્વોથી બચીને રહેવાનુ હોય છે…! પછી તે ભારત હોય કે અમેરીકા કે પછી ઓસ્ટ્રેલીયા…!

આપનો મિત્ર

રાજીવ

પ્રભાત અને સંધ્યાના રંગો…

ફેબ્રુવારી 22, 2009

મિત્રો,

થોડા દિવસો પહેલા ગ્રેટ ઓસન રોડની ફરીથી મુલાકાત લીધી… ઓસ્ટ્રેલીયાનુ સૌથી સારુ ફરવા લાયક સ્થળ… આમ તો ફક્ત રસ્તોજ છે… પણ ખાસો લાંબો… કીલોમીટરના કીલોમીટર સુધી ફેલાયેલો… અને આખાજ રસ્તા પર, તમારી એક તરફ ઉચા ઉંચા ટેકરા અને તેના પરની હરિયાળી અને બીજી તરફ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ફેલાયેલો દરિયો… એટલેજ તો એને ગ્રેટ ઓસન રોડ કહે છે…! વચ્ચે અનેક બીચ અને અનેક બીજા ફરવાલાયક સ્થળો… કઈ કેટલાય રાષ્ટ્રીય ઉધ્યાનો… અને અભયારણ્યો…! આ મારી ત્યાંની ચોથી મુલાકાત હતી… આ વખતે અમે સમય લઈને ગયા હતા તેથી શાંતિથી કુદરતના ખોળે રહી શકાય…! લોર્ન અને પોર્ટ કેમ્પબેલની નજીક આવેલા ૧૨ એપોસ્ટલ્સ પાસે પ્રભાતના અને સંધ્યાના થોડા ફોટા મારા નવા ડીજીટલ એસ. એલ. આર કેમેરા (સોની આલ્ફા એ-૩૦૦)થી લીધા અને કુદરતની લખેલી કવિતાઓને છબીરુપે કેદ કરવાની કોશિશ કરી… થોડા એજ કાવ્યો અહી આ સાથે મુકી રહ્યો છું…!

આપનો મિત્ર – રાજીવ

પ્રભાતના રંગ, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

પ્રભાતના રંગ, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

પ્રભાતના રંગ પાણી પર, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

પ્રભાતના રંગ પાણી પર, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

સુર્યના કિરણોમાં જીંવત પથ્થરો, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

સુર્યના કિરણોમાં જીંવત પથ્થરો, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

આભમાં પ્રભાતના હસ્તાક્ષર, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

આભમાં પ્રભાતના હસ્તાક્ષર, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

ચમકી ઉઠેલુ વાદળુ, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

ચમકી ઉઠેલુ વાદળુ, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

સંધ્યાના રંગ, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના રંગ, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના પંખીઓનો કલશોર, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના પંખીઓનો કલશોર, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના નભમાં છે લાલી શરાબી, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના નભમાં છે લાલી શરાબી, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

આ સાથે શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)ની રચના “આકાશ દર્શન” કે જે આ બધા ફોટા માટે જ લખાય છે તે મુકી રહ્યો છું…!

રુપ નીતરતું આભ અનેરું છલકાતું મલકાતું’તું
શ્વેત શ્યામલ ઘટા ઉપહારે નભ ભૂરું હરખાતું’તું

દૂર વ્યોમે ધૂપ છાયે હસી હસી ડુંગર લહેરાતા’તા
પંખ પસારી વ્યોમ પંખીડા મસ્ત મસ્તીથી વિહરતા’તા

અધ ખૂલ્લા નભ પટે ભાનુ ભૂરા સાજ સજાવતો’તો
દિવ્ય ઘૂમ્મટના દર્શન પામી પૃથ્વીવાસી હરખાતો’તો

જળ તરંગો અનંગ સપાટે ઉર ઊર્મિ ઉછાળતા’તા
ઉડતા આવી પંખી ટોળાં કલરવ વૃક્ષોએ ભરતા’તા

નીર પટે નાનાં જળચર રમ્ય પથ પ્રગટાવતા’તા
ભરી છાબ ઉમંગ પુષ્પે વહાલ વિધાતા વરસાવતા’તા

નેત્ર રમ્ય ચિત્રણ ચિત્તે કોઈ રંગભરી ચીતરતું’તું
નીલ નભે મનોહર ઉજાશે દિલે દર્શન ખીલતું’તું

– રમેશ પટેલ (આકાશદીપ)

હેપ્પી વેલેન્ટાઈન ડે

ફેબ્રુવારી 14, 2009

happy_valentines_day

પ્રિય મિત્રો,

આપ સૌને શબ્દ-સાગરના કિનારે (રાજીવ) તરફથી “વેલેન્ટાઈન ડે” ની ખુબ ખુબ શુભ કામનાઓ…! આપ સૌ સદા આપના સ્નેહીજનો, પ્રેમીજનો, સ્વજનોથી ઘેરાયેલા રહો અને આ સૌનુ જીવન પ્રેમમય, પ્રેમપુર્ણ અને પ્રેમ-નિતરતુ બની રહે તેવી અભ્યર્થના.

સંત વેલેન્ટાઈનની કહાણી તો તમે વંચી જ હશે… શું નથી વાંચી ??? તો લો અહીં ક્લીક કરો અને જાણી લો આ દિવસના મહત્વ અને તેની પાછળની કહાણી વિશે.

આભાર સહ

આપનો મિત્ર – રાજીવ

સ્લમડોગ મીલીયોનેર…!

ફેબ્રુવારી 4, 2009

એકાદ મહિના પહેલા એક મુવી જોવા પહોચી ગયા હતા…! માત્ર ડાયરેકટરના નામને લીધે જ… ડોની બોયલે જેવો દિગ્ગજ ડાયરેકટર જો ભારતમાં મુવી બનાવે અને તે આપણે ના જોઈએ તો તે ચાલે જ નહી. મે લગભગ બધાજ ઈંડીયન ફિલ્મ ક્રિટીક્સનો નેગેટીવ રીવ્યુ વાંચ્યો છે આ ફિલ્મ માટૅ…! અહીં હું તમને મારા અભિપ્રાય આપવા માંગુ છું.

ડોની બોયલે યુથ, વેસ્ટેડ યુથ અને રીયાલીટીના સબ્જેક્ટ પર ફિલ્મ બનાવા માટે જાણીતા છે. મે તેમનુ “ટ્રેનસ્પોટીંગ” મુવી જોયુ છે અને જે પ્રમાણીકતાથી તેમણે ત્યાં ઈંગ્લેન્ડના યુવાનોની વાત કરી છે તેવી જ પ્રમાણીકતાથી તેમણે સ્લમડોગમાં મુંબઈના ઝુપડપટ્ટીમાં રહેતા બે મુસ્લિમ ભાઈઓની વાત કરી છે. “ટ્રેનસ્પોટીંગ”માં પ્રથમ ક્ષણથી અને પ્રથમ ડાયલોગથી જે ઇફેક્ટ આવે છે કંઈક તેવીજ ઈફેક્ટ સ્લમડોગમાં પણ મળે છે.

મે વિકાસ સ્વરુપની નોવેલ “Q & A” વાંચેલી નથી. સ્લમડોગ તેના પરથી બનાવવામાં આવી છે. પણ ડોની બોયલેના ડાયરેકશનમાં એક અનોખી વાત છે… ફિલ્મની વાર્તા આમતો એકદમ સરળ છે… એક ઝુપડપટ્ટીમાં રહેતો છોકરો કઈ રીતે કૌન બનેગા કરોડપતીમાં ભાગ લેવા પહોચી જાય છે અને કઈ રીતે તેનુ ભાગ્ય તેને તેના ખોવાયેલા પ્રેમને પામવા તરફ અને કરોડપતી બનવા તરફ દોરિ જાય છે તેની ખુબ જ ભાવસભર રજુઆત ફિલ્મમાં કરેલી છે… ફિલ્મમાં ઘણા દ્ર્શ્યમાં તમને ધૃણા ઉપજે તો માનજો કે તે નગ્ન વાસ્તવીકતા છે અને તેથી આપણે તેને સ્વિકારવા તૈયાર નથી. ફિલ્મના એવા પોઈન્ટને છોડી દઈએ તો ફિલ્મમાંથી ઘણુ બધુ મળી શકે તેવુ છે… ખાસ કરીને આપના બોલીવુડના ડાયરેક્ટરોએ તો તેમાથી પ્રેરણા લેવા જેવુ છે… ફિલ્મમાં થોડા અપશબ્દોને બાદ કરીયે તો ક્યાંય પણ અશ્લીલતા કે આછકલાય જોવા મળતી નથી… દરેક પાત્રને લગભગ જીવંત બનાવાયુ છે. મુખ્ય પાત્ર જમાલ અને તેનો બાળપણનો પ્રેમ લતીકા, કઈ રીતે મળે છે કઈ રીતે વિખુટા પડે છે, ફરી મળે છે અને ફરી વિખુટા પડે છે અને આખરે મળી જાય છે તેની ખુબ જ રસસભર રજુઆત છે. જમાલને ખબર હોય છે કે લતિકા કૌન બનેગા કરોડપતી જુવે છે અને તેથી તે તેમાં ભાગ લેવા જાય છે. ત્યાં તેને પુછવામાં આવેલા દરેક સવાલોના જવાબ જમાલે પોતાની હાડમારી ભરેલી જીંદગીમાં અનુભવેલા હોય છે. તેને જીંદગી એ એવા એવા વળાંક પર લાવીને ઉભો રાખ્યો હોય છે કે બધાજ સવાલોના જવાબ તેને આવડતા હોય છે… જમાલ કઈ બહુ ભણેલો નહતો કે નહતો ખુબજ હોશિયાર પણ તેની પાસે હતુ તેનુ ભાગ્ય જે તેને તેના પ્રેમને પામવામાં અને કરોડપતી બનવામાં સહાય કરે છે. દરેક સવાલના જવાબ પાછળ જમાલના જીવનનો એક ખરાબ પ્રસંગ રહેલો છે અને તે ડાયરેકટર ડોની બોયલે એ ખુબજ અસરકારક રીતે જીવંત કરી બતાવ્યુ છે…! એ. આર. રહેમાનનુ સંગીત અદ્ભુત છે…! અને મારે કહેવાની જરુર નથી કે સ્લમડોગને બેસ્ટ મુવી સહિત અનેક ઇન્ટરનેશનલ એવોર્ડ્સ મળ્યા છે.

જો તમને સારા મુવી જોવાનો શોખ હોય તો આ મુવી ચુકવા જેવુ નથી…! તેનુ એક ગીત “આજા આજા જીંદ સામિયાને કે તલે” આ પોસ્ટ સાથે મુકી રહ્યો છું.

રાજીવ

હું, તું, અને આપણે…!

જાન્યુઆરી 26, 2009

મિત્રો,

આપ સૌને ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ તો યાદ જ હશે…! આજે એ વાતને ૮ વરસના વ્હાણા વિતી ગયા. તે દિવસે ગુજરાતમાં કારમો ભુકંપ આવ્યો હતો. પણ તેનુ કારણ કોઈને ખબર નથી. એ દિવસે કઈ કેટલીય બાલીકાઓના હૃદયના ટુકડા થઈ જવાના હતા… કારણકે એ દિવસે મારા લગ્ન થવાના હતા ;)… અને થયા પણ… અને એટલેજ કદાચ એ બધા ભગ્ન હૃદયના ભારથી ધરા ધ્રુજી ઉઠી હશે અને ભુકંપ આવ્યો હશે, એવુ બને…! પણ અમારા એકમેકની સાથના જીવનમાં ક્યારેય કોઈ આંચકા કે આફ્ટરશોક આવ્યા નથી (પ્રભુની કૃપા અને એક્મેક પરના પ્રેમ અને વિશ્વાસને કારણે જ તો વળી)…

મિત્રો, એક વાત બીજી કે મારા લગ્ન એ પ્રેમ લગ્ન હતા જે અમે એરેન્જ કરાવ્યા હતા…;)… અમે એટલે કે હું અને ભાવી (ભાવીતા) એમ. એસ. યુની. ની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ ઈન્જીનીયરીંગ કોલેજમાં કોમ્પ્યુટર ઈન્જીનીયરીંગ બ્રાંચમાં સાથે એકજ ક્લાસમાં ભણતા હતા. અમારી પ્રેમ કહાણી અને તેના અવનવા વળાંક અને લગ્ન સુધી પહોચવા સુધીમાં અમને થયેલા અનુભવો ખુબ જ રસસભર છે… તેમા થોડા ફિલ્મી બનાવો પણ બન્યા… નાત જાતના ભેદભાવ અને એવુ બધુ…! પણ એ કોઈ બીજી વખતે…!

આજે અમારી લગ્નની આઠમી વર્ષગાંઠને નીમીતે આ અમને બન્નેને ખુબજ પ્રિય એવુ ગીત “હું અને તું” આપ સૌને માટે અહી મુકી રહ્યો છું. આમ તો અમે ૧૯૯૬ થી એકમેક ની સાથે છીએ…

આપ સૌને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ… મને ખ્યાલ છે આજે ડો. વિવેકભાઈની પણ મેરેઝ એનીવર્સરી છે… તો તેમને પણ ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ.

આપનો મિત્ર

રાજીવ

****************************************************************************

હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;
ને જીવનનુ નામ દીધુ હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે;
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે.
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

રંગને પીછી તણો સંવાદમાં પણ બેઉ સજની;
સુર ગુંથ્યા શબ્દનો અનુવાદમાં પણ બેઉ સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરીયાદ, સજના;
જીંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જીંદગીના બેઉ રંગોને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે;
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

ગીતઃ તુષાર શુક્લ
ગાયકઃ ભુપિન્દર સિંઘ અને મિતાલી સિંઘ
આલ્બમઃ હસ્તાક્ષર

****************************************

અને મિત્રો આ ગીત ઉપરાંત એક ઇંગ્લીશ ગીત “Because you loved me” મુક્યા વિના નથી રહી શક્તો… ખુબ જ સુંદર પ્રેમ ગીત છે… આપને ગમશે…

For all those times you stood by me
For all the truth that you made me see
For all the joy you brought to my life
For all the wrong that you made right
For every dream you made come true
For all the love I found in you
I’ll be forever thankful baby
You’re the one who held me up
Never let me fall
You’re the one who saw me through through it all

You were my strength when I was weak
You were my voice when I couldn’t speak
You were my eyes when I couldn’t see
You saw the best there was in me
Lifted me up when I couldn’t reach
You gave me faith ‘coz you believed
I’m everything I am
Because you loved me

You gave me wings and made me fly
You touched my hand I could touch the sky
I lost my faith, you gave it back to me
You said no star was out of reach
You stood by me and I stood tall
I had your love I had it all
I’m grateful for each day you gave me
Maybe I don’t know that much
But I know this much is true
I was blessed because I was loved by you

You were my strength when I was weak
You were my voice when I couldn’t speak
You were my eyes when I couldn’t see
You saw the best there was in me
Lifted me up when I couldn’t reach
You gave me faith ‘coz you believed
I’m everything I am
Because you loved me

You were always there for me
The tender wind that carried me
A light in the dark shining your love into my life
You’ve been my inspiration
Through the lies you were the truth
My world is a better place because of you

You were my strength when I was weak
You were my voice when I couldn’t speak
You were my eyes when I couldn’t see
You saw the best there was in me
Lifted me up when I couldn’t reach
You gave me faith ‘coz you believed
I’m everything I am
Because you loved me

I’m everything I am
Because you loved me

Singer: Celine Dion
Album: Power Of Love

ઉત્તરાયણ

જાન્યુઆરી 14, 2009

પ્રિય મિત્રો,

આજે ઉત્તરાયણના શુભ પ્રસંગે આપ સૌને “શબ્દ સાગરના કિનારે…” (રાજીવ) તરફથી ખુબ ખુબ શુભકામનાઓ…! આપમાંથી મોટા ભાગના તો આજે અને આવતી કાલે પતંગ ચગાવવામાં વ્યસ્ત હશે અને ઘણા તો બે દિવસ સુધી અગાસી (ધાબા) પરથી નીચે આવવાનુ નામજ નહી લે… આપ સૌ તલ અને સીંગની ચીકી અને તલ, સીંગ, મમરાના લાડૂ પણ ખાશો જ. સાથે સાથે આજે તો ઉંધીયાની પણ મજા માણજો અને હા, મીઠી મધુરી શેરડી આરોગવાનુ પણ ભુલશો નહી…! અહી મેલબોર્ન ખાતે તો કોઈ પતંગ ચગાવતુ નથી… અમે પણ એમાંજ સામેલ છીએ… પણ હા, ઉંધીયાની અને ચીકીની મજા તો અમે પણ માણીશું…!

તો ચાલો ઉત્તરાયણના રંગમાં રંગાયેલુ એક સુંદર ગીત પણ તમને સંભળાવી દઉ… ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ”નુ ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા ગીત આ સાથે મુકી રહ્યો છું… આપ સૌને જ્યારે પતંગ ચગાવવામાંથી સમય મળે ત્યારે સાંભળજો… અને હા આપની ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ કેવી રહી તે મને આપના અભિપ્રાય સ્વરુપે જરુરથી જણાવજો

ચલો આપ સૌને ફરી એક વાર ઉત્તરાયણની શુભકામનાઓ…

રાજીવ