Archive for the ‘ફિલ્મ સંગીત’ Category

રામને ભજ્યા વિના પાર નહી પામો,

જૂન 15, 2009

રામને ભજ્યા વિના પાર નહી પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.

રામને ભજ્યા વિના પાર નહી પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.

જન્મ્યો તે’દી શુ બોલતો બંદા,
આજની બોલીમાં ઘણો ફેર છે.
કરી કમાણી તારી ચોપડે ચડશે,
લેખા લેવાને ધણી મારો તેડશે.

રામને ભજ્યા વિના પાર નહી પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.

મોટાઈ તારી રે બંદા નથી મેલતો,
ઇ રે મોટાયુ તને વેડશે.
ધન રે દોલતમાં તારુ મનડુ લોભાણુ,
પ્રભુના ભજનમાં તને વેર છે.

રામને ભજ્યા વિના પાર નહી પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.

ભવસાગરમાં સાચા રે મોતી,
છીપે છીપે ઘણો ફેર છે.
બાવા થયા તેથી શુ રે થયુ ભાઈ,
પ્યાલે પ્યાલે ઘણો ફેર છે.

રામને ભજ્યા વિના પાર નહી પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.

કહેઅ રવિરામ ગુરુ ભાન પ્રતાપે,
દિધા વિના ક્યાંથી પામશો.
દેજો ને લેજો, કરજો ભલાયુ,
અહીયામ તો પ્રભુ ની ઘણી મહેર છે.

રામને ભજ્યા વિના પાર નહી પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.

રચનાઃ રવિરામ
સ્વરઃ મન્ના ડૅ
આલ્બમઃ ચલો રે હંસા

Advertisements

આ ઘુંઘટડાને ખોલો

મે 11, 2009

આ ઘુંઘટડાને ખોલો, જરા હસીને અમ સંગ બોલો,
જોબનને ના સંતાડો, ઓ ગોરી નીચા નેણના ઢાળો.

જા જા જા જા જા રે જા……………….

આ નીચા નેણ જો ઉઠશે, તારુ કાળજળુ વિંધાશે,
હું ઘુંઘટડો નહી ખોલુ, નહી હસીને તમ સંગ બોલુ.

આ અણીયારી આંખડીયુ, તારી કાયા લજામણી વેલ,
હું તારો કળાયેલ મોરલો, તુ મારી ઢળકતી ઢેલ.
આવા અડપલાથી ધળકે હૈયુ, જરા છાના રેજો છેલ,
દલડાંમાં લાગી લ્હાયુ, પ્રિત્યુના અમી વરસાવો,
હું ઘુંઘટડો નહી ખોલુ, નહી હસીને તમ સંગ બોલુ.

આ ફુલો પર ભમનારો, ભમરો શું જાણે પ્રિત?
અરે એવી પ્રિત્યુ કરીયે, જેના ગવાય જગમાં ગીત,
જો જળ વિણ જીવશે માછલું, તો માનુ ખોટી મારી પ્રિત,
મારા કાળજ વાગે કાંટો, આવા મીઠા વેણના બોલો
તો ઘુંઘટડાને ખોલો, જરા હસીને અમ સંગ બોલો.

ગાયકઃ મહેન્દ્ર કપુર અને આશા ભોંસલે
આલ્બમઃ રુપેરી રાતમાં

ભુલી રે પડી રે હું તો ભુલી રે પડી…

મે 4, 2009

ભુલી રે પડી રે હું તો ભુલી રે પડી,
ભુલી રે પડી રે હું તો ભુલી રે પડી,
મળ્યો સાજણનો સાથ, રહે હૈયુ ના હાથ,
તારી આંખોથી આંખડી લડી રે લડી.

કેવી રે ઘડી રે આવી કેવી રે ઘડી,
કેવી રે ઘડી રે આવી કેવી રે ઘડી,
તને દીધી રે ભીસ, ચડી ચટકે તે રીસ,
તારા હૈયા થી હૈયુ દીધુ રે જડી.

ભુલી રે પડી રે હું તો ભુલી રે પડી,
ભુલી રે પડી રે હું તો ભુલી રે પડી.

ફુલોનો રંગ નીતારી, રંગાવુ ચોળી તારી,
તારુ મુખ જોવુ મારે, ધારી ધારી ધારી.
આવુ હું તારી સંગે, રંગાઉ તારા રંગે,
આજે હુ તો મનડૂં મારુ હારી હારી હારી.
શાને શરમાય, શું રે કે’વાય,
શાને શરમાય, શું રે કે’વાય,
કે તારા અંગોથી અંગ તો ગયુ રે લડી.

ભુલી રે પડી રે હું તો ભુલી રે પડી,
ભુલી રે પડી રે હું તો ભુલી રે પડી.

ગોરી હિરણને કાંઠે, મળીશુ ચાંદની રાતે,
મળીશુ છાની છાની વાતે વાતે વાતે.
આ જુગે પેલે જુગે, જ્યાં સુધી ચાંદો ઉગે,
ત્યાં સુધી રહીશુ અમે સાથે સાથે સાથે.
આપુ રે કોલ, અંતરનો બોલ
આપુ રે કોલ, અંતરનો બોલ
કે મારા જોબનની જમના હિલોળે ચડી.

ભુલી રે પડી રે હું તો ભુલી રે પડી,
ભુલી રે પડી રે હું તો ભુલી રે પડી.

ફિલ્મઃ હિરણને કાંઠે
સ્વરઃ અલ્કા યાજ્ઞિક, પ્રફુલ દવે

હવે મળશુ, મળાશે તો આવતે જન્મારે…!

એપ્રિલ 6, 2009

સુરજ ઉગતા સંતાણી, ચાંદા સાથે તુને જાણી
આજ ની રાત છે રે’વુ તારી હારે
હવે મળશુ, મળાશે તો આવતે જન્મારે…!

સુરજ ઉગતા સંતાણી, ચાંદા સાથે તુને જાણી
આજ ની રાત છે રે’વુ તારી હારે
મારે મળવુ, જરુર તને જન્મો જન્મારે…!

બાકી ના રહી જાય ઓરતા, રંગ ભીનુ છે ટાણુ
રંગ હિંડોળે ઝુલી લઈએ, છોને વ્હાય વ્હાણુ
રમત અધુરી રહી જાશે જો તારી સથવારે…
મારે મળવુ, જરુર તને જન્મો જન્મારે…!

સુરજ ઉગતા સંતાણી, ચાંદા સાથે તુને જાણી
આજ ની રાત છે રે’વુ તારી હારે
હવે મળશુ, મળાશે તો આવતે જન્મારે…!

આ રાત દિવસની સંતાકુકડી, શમણાનો સંસાર
એણી થઈને જીવશે જગમાં ભવભવને મોધાર
હું જાવાનો જાણી મારુ ભુત રડે ભેકારે…
હવે મળશુ, મળાશે તો આવતે જન્મારે…!

સુરજ ઉગતા સંતાણી, ચાંદા સાથે તુને જાણી
આજ ની રાત છે રે’વુ તારી હારે
મારે મળવુ, જરુર તને જન્મો જન્મારે…!

અહી નીતની વસંત તારી સાથે હું રંગે રમનારો
હવે જે ધારે મળે જાવાનુ ત્યાં કેવો હશે કિનારો
ઉરમાં અમથો ઉજાગરો ને અમથો આ ઉદગારો
મનભર વસંત માણી લીધી શેનો હવે મુંઝારો
ચલ થનગન થનગન નાચી લઈએ ઝાંઝરના ઝણકારે

સ્વરઃ મહેન્દ્ર કપુર અને આશા ભોંસલે
આલ્બમઃ રુપેરી રાતમાં

આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ

માર્ચ 9, 2009

નીંદર ના’વે ત્રણ જણાં, ક્યોને સખી કીયા?
પ્રિત વછોયા, બહુરણાં, ખટકે વેર ઘણાં

આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ,
આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ.
પ્રિતી ના’રે કરશુ અમે, સાથિયા હો રાજ,
આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ.

હે…, માણીગર તમે મુજ મનડાંના મોર,
હે…, માણીગર તમે મુજ મનડાંના મોર,
મારે હૈયાના ટોડલડે આવી ટહુક્યા હો રાજ.
આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ,

હે…, ગોરાંદે અમે ખાંડાના ખેલનહાર,
હે…, ગોરાંદે અમે ખાંડાના ખેલનહાર,
આ બંડડા રહેશે તો પાછા ઉગશુ હો રાજ.
આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ,

હે…, પડશે રે તારી જે ધરતી પર રાખ,
હે…, પડશે રે તારી જે ધરતી પર રાખ,
અમે ઇ રે ધરતીમાં પાછા ઉગશુ હો રાજ,
આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ,

ગાયકઃ મહેન્દ્ર કપુર અને આશા ભોંસલે

અદલ સોનારણ

માર્ચ 2, 2009

અદલ સોનારણ… અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…

સોનારણ ફુલનો ગજરો રે મારી અદલ સોનારણ…
હેજી સોનારણ કાળજાનો કટકો રે મારી અદલ સોનારણ…

અદલ સોનારણ… અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…

હે એ એ… ક્યો તો સોનારણ કડલા ધડાવી દઉ…
ક્યો તો રે કાંબીયુ ઘડાવુ… હે જી રે તમે ક્યો તો રે કાંબીયુ ઘડાવુ…

હે… કાંબીયુ… કડલાને શુ રે કરુ… હુ તો માંગુ તારા દલડાંના દાન…
હું તારી અદલ સોનારણ…

અદલ સોનારણ… અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…

હે એ એ… ક્યો તો પાટણનુ પટોળુ લાવી દઉ…
કાપડામાં મોર ચિતરાવુ… હે જી રે તારા કાપડામાં મોર ચિતરાવુ…

હે…પાટણના પટોળાને શુ રે કરુ… મારે કરવા છે પ્રિતિના પાન…
હું તારી અદલ સોનારણ…

અદલ સોનારણ… અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…

હે એ એ… ક્યો તો સોનારણ ગરબો ગોરાવી દઉ…
ક્યો તો રે મોરલી બજાવુ… હે જી રે તમે ક્યો તો રે મોરલી બજાવુ…

હે… એકલડી મોરલીને શુ રે કરુ… હુ તો માંગુ મારો મોરલીવાળો કાન…
હું તારી અદલ સોનારણ…

અદલ સોનારણ… અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…

ફિલ્મઃ મેરુ મુલાંદે

સ્લમડોગ મીલીયોનેર…!

ફેબ્રુવારી 4, 2009

એકાદ મહિના પહેલા એક મુવી જોવા પહોચી ગયા હતા…! માત્ર ડાયરેકટરના નામને લીધે જ… ડોની બોયલે જેવો દિગ્ગજ ડાયરેકટર જો ભારતમાં મુવી બનાવે અને તે આપણે ના જોઈએ તો તે ચાલે જ નહી. મે લગભગ બધાજ ઈંડીયન ફિલ્મ ક્રિટીક્સનો નેગેટીવ રીવ્યુ વાંચ્યો છે આ ફિલ્મ માટૅ…! અહીં હું તમને મારા અભિપ્રાય આપવા માંગુ છું.

ડોની બોયલે યુથ, વેસ્ટેડ યુથ અને રીયાલીટીના સબ્જેક્ટ પર ફિલ્મ બનાવા માટે જાણીતા છે. મે તેમનુ “ટ્રેનસ્પોટીંગ” મુવી જોયુ છે અને જે પ્રમાણીકતાથી તેમણે ત્યાં ઈંગ્લેન્ડના યુવાનોની વાત કરી છે તેવી જ પ્રમાણીકતાથી તેમણે સ્લમડોગમાં મુંબઈના ઝુપડપટ્ટીમાં રહેતા બે મુસ્લિમ ભાઈઓની વાત કરી છે. “ટ્રેનસ્પોટીંગ”માં પ્રથમ ક્ષણથી અને પ્રથમ ડાયલોગથી જે ઇફેક્ટ આવે છે કંઈક તેવીજ ઈફેક્ટ સ્લમડોગમાં પણ મળે છે.

મે વિકાસ સ્વરુપની નોવેલ “Q & A” વાંચેલી નથી. સ્લમડોગ તેના પરથી બનાવવામાં આવી છે. પણ ડોની બોયલેના ડાયરેકશનમાં એક અનોખી વાત છે… ફિલ્મની વાર્તા આમતો એકદમ સરળ છે… એક ઝુપડપટ્ટીમાં રહેતો છોકરો કઈ રીતે કૌન બનેગા કરોડપતીમાં ભાગ લેવા પહોચી જાય છે અને કઈ રીતે તેનુ ભાગ્ય તેને તેના ખોવાયેલા પ્રેમને પામવા તરફ અને કરોડપતી બનવા તરફ દોરિ જાય છે તેની ખુબ જ ભાવસભર રજુઆત ફિલ્મમાં કરેલી છે… ફિલ્મમાં ઘણા દ્ર્શ્યમાં તમને ધૃણા ઉપજે તો માનજો કે તે નગ્ન વાસ્તવીકતા છે અને તેથી આપણે તેને સ્વિકારવા તૈયાર નથી. ફિલ્મના એવા પોઈન્ટને છોડી દઈએ તો ફિલ્મમાંથી ઘણુ બધુ મળી શકે તેવુ છે… ખાસ કરીને આપના બોલીવુડના ડાયરેક્ટરોએ તો તેમાથી પ્રેરણા લેવા જેવુ છે… ફિલ્મમાં થોડા અપશબ્દોને બાદ કરીયે તો ક્યાંય પણ અશ્લીલતા કે આછકલાય જોવા મળતી નથી… દરેક પાત્રને લગભગ જીવંત બનાવાયુ છે. મુખ્ય પાત્ર જમાલ અને તેનો બાળપણનો પ્રેમ લતીકા, કઈ રીતે મળે છે કઈ રીતે વિખુટા પડે છે, ફરી મળે છે અને ફરી વિખુટા પડે છે અને આખરે મળી જાય છે તેની ખુબ જ રસસભર રજુઆત છે. જમાલને ખબર હોય છે કે લતિકા કૌન બનેગા કરોડપતી જુવે છે અને તેથી તે તેમાં ભાગ લેવા જાય છે. ત્યાં તેને પુછવામાં આવેલા દરેક સવાલોના જવાબ જમાલે પોતાની હાડમારી ભરેલી જીંદગીમાં અનુભવેલા હોય છે. તેને જીંદગી એ એવા એવા વળાંક પર લાવીને ઉભો રાખ્યો હોય છે કે બધાજ સવાલોના જવાબ તેને આવડતા હોય છે… જમાલ કઈ બહુ ભણેલો નહતો કે નહતો ખુબજ હોશિયાર પણ તેની પાસે હતુ તેનુ ભાગ્ય જે તેને તેના પ્રેમને પામવામાં અને કરોડપતી બનવામાં સહાય કરે છે. દરેક સવાલના જવાબ પાછળ જમાલના જીવનનો એક ખરાબ પ્રસંગ રહેલો છે અને તે ડાયરેકટર ડોની બોયલે એ ખુબજ અસરકારક રીતે જીવંત કરી બતાવ્યુ છે…! એ. આર. રહેમાનનુ સંગીત અદ્ભુત છે…! અને મારે કહેવાની જરુર નથી કે સ્લમડોગને બેસ્ટ મુવી સહિત અનેક ઇન્ટરનેશનલ એવોર્ડ્સ મળ્યા છે.

જો તમને સારા મુવી જોવાનો શોખ હોય તો આ મુવી ચુકવા જેવુ નથી…! તેનુ એક ગીત “આજા આજા જીંદ સામિયાને કે તલે” આ પોસ્ટ સાથે મુકી રહ્યો છું.

રાજીવ