Archive for the ‘અન્ય કવિઓની રચના’ Category

રંગ ભરી રમશું રાસ

સપ્ટેમ્બર 24, 2009

garaba

રંગ ભરી રમશું રાસ, સહિયર મોરી
રંગ ભરી રમશું રાસ
રાધા રાણી ને રમાડે કામણગારો કાન
બંસરીના નાદે ઘેલું ગોકુળિયું ગામ
સહિયરમોરી,મીઠડી કરશું વાત (૨)
હાલોને રંગભરી રમીએ રાસ

ગોવાળ ગોકુળના હાંકે ગાવલડી
ગોપીઓ છલકાવે વહાલ
ઢોલીડા જમાવે તાલીઓના તાલ
સહિયરમોરી,ચાંદની ચમકી આકાશ (૨)
હાલોને રંગભરી રમીએ રાસ

શોભતા મોર પીંછે મનમોહનજી
ખળખળ વહે યમુનાજીની ધાર
ચૂંદડીએ ચમકે તારલાની ભાત
સહિયરમોરી,શરમાવે શામળના સાથ (૨)
હાલોને રંગભરી રમીએ રાસ

ભાવે રમાડે દિલડાં હરખાવે
નટખટ નંદજીનો લાલ
ઝીલે ગોપીઓનાં ભીંના વહાલ
સહિયરમોરી, ઝાંઝરીના રણકે નાદ(૨)
હાલોને રંગભરી રમીએ રાસ

પ્રભુ સંગ ઝૂમે ભક્તોના ભાવ
સહિયરમોરી,રાધાજી છલકાવે લાડ
હાલો હાલો રંગભરી રમીએ રાસ (૨)
સહિયરમોરી,રંગભરી રમીએ રાસ

રમેશ પટેલ (આકાશદીપ)

પરખ પ્રકૃતિ

સપ્ટેમ્બર 9, 2009

nature

પરખ ને કેટલી પ્રેમાળ છે આ પ્રકૃતિ
સુધા દેવા ધોઈ ધૂપ તો ચંદ થવાય

ભલે કાદવ કંકર ને કંટકોનો સંગ હોય
પણ ધારે તું જો તો મ્હેંકતું ફૂલ થવાય

ભલે દાબે ધરા ને લાવામાં ધખતી કાય
ઘડે સંજોગો જો કસકસાવી તો હીર થવાય

ઝીલી ખારાશ વિશ્વની ઉરે ના રાંક થાય
દીધા મીઠા મેઘલા તો સદા યશ ગવાય

રુપ પણ ના મળે મોરનું કે ના રંગ હંસનો
મળે આ મીઠડી વાણી તો કોયલ થવાય

અરે માનવ તું ઊંચેરો મુઠ્ઠી થાયે આજ
નક્કી આ ભૂમિ જ ‘આકાશદીપ’ સ્વર્ગ થાય

રમેશ પટેલ(આકાશદીપ)

છંદ.. લગા ગાગાલગા ગાગાલગા ગાગાગાલ

ગંગા બને

ઓગસ્ટ 12, 2009
jGanges

હર હર ગંગે...

અંતર દ્રવે ને ભાવે અશ્રુ ઝરે
હિમાલયે એજ જળ ગંગા બને

દો દરજ્જો આદર ભર્યો માતનો
છોડી સ્વર્ગ મંદાકિની ગંગા બને

ઊર્મિઓ માતની ખોળે શીશુ ઝીલે
હેત ધારા મમતાની ગંગા બને

દો યશવંતી શહિદી માતભોમને
રક્ત ધારા સમર્પણની ગંગા બને

છે જો પુનિત દલડાં ન્યોછાવરાં
ચાહને પંથે પ્રેમની ગંગા બને

ૐ ભાવે નમું ગંગોત્રી જન્મભૂમિને
શ્રધ્ધા સુમને ‘દીપની ગંગા બને

રમેશ પટેલ(આકાશદીપ)

ૐ જય જગદીશ હરે…

ઓગસ્ટ 3, 2009

ૐ જય જગદીશ હરે…, સ્વામી જય જગદીશ હરે…
ભક્તજનો કે સંકટ, દાસજનો કે સંકટ…, ક્ષણમે દુર કરે..
ૐ જય જગદીશ હરે…

જો ધ્યાવે ફલ પાવે, દુઃખ બિનસે મન કા… સ્વામી દુઃખ બિનસે મન કા…
સુખ સંપતિ ઘર આવે, સુખ સંપતિ ઘર આવે… કષ્ટ મિટે તન કા…
ૐ જય જગદીશ હરે…, સ્વામી જય જગદીશ હરે…

માત પિતા તુમ મેરે, શરણ ગહુ કિસકી… સ્વામી શરણ પડુ કીસકી..
તુમ બિન ઔર ન દુજા, તુમ બિન ઔર ન દુજા…આશ કરુ જીસકી…
ૐ જય જગદીશ હરે…, સ્વામી જય જગદીશ હરે…

તુમ પુરન પરમાત્મા, તુમ અંતરયામી… સ્વામી તુમ અંતરયામી…
પાર બ્રહ્મ પરમેશ્વર, પાર બ્રહ્મ પરમેશ્વર…તુમ સબકે સ્વામી…
ૐ જય જગદીશ હરે…, સ્વામી જય જગદીશ હરે…

તુમ કરુણા કે સાગર, તુમ પાલનકર્તા…, સ્વામી તુમ પાલનકર્તા
મે મુરખ ખલ કામી, મે સેવક તુમ સ્વામી, કૃપા કરો ભર્તા…
ૐ જય જગદીશ હરે…, સ્વામી જય જગદીશ હરે…

તુમ હો એક અગોચર, સબ કે પ્રાણપતી…, પ્રભુ સબકે પ્રાણપતી…
કીસ વિધ મીલુ દયામય, કીસ વિધ મીલુ દયામય… તુમકો મે કુમતી..
ૐ જય જગદીશ હરે…, સ્વામી જય જગદીશ હરે…

દીનબંધુ દુઃખહર્તા, ઠાકુર તુમ મેરે… સ્વામી રક્ષક તુમ મેરે…
અપને હાથ ઉઠાવો, અપની શરણ લગાઓ, દ્વાર પડા તેરે…
ૐ જય જગદીશ હરે…, સ્વામી જય જગદીશ હરે…

વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા, સ્વામી પાપ હરો દેવા…
શ્રધ્ધા ભક્તિ બઠાવો, શ્રધ્ધા ભક્તિ બઠાવો… સંતન કી સેવા…
ૐ જય જગદીશ હરે…, સ્વામી જય જગદીશ હરે…

ૐ જય જગદીશ હરે…, સ્વામી જય જગદીશ હરે…
ભક્તજનો કે સંકટ, દાસજનો કે સંકટ…, ક્ષણમે દુર કરે..
ૐ જય જગદીશ હરે…

પરાકાષ્ઠા (મહોબ્બતની) – ફક્ત તરુણ

જુલાઇ 29, 2009

Parakastha1Parakastha2Parakastha3

અંદર તો એવુ અજવાળુ અજવાળુ

જુલાઇ 27, 2009

અંદર તો એવુ અજવાળુ અજવાળુ,
અંદર તો એવુ અજવાળુ અજવાળુ.

ટળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ભાળુ.
અંદર તો એવુ અજવાળુ અજવાળુ,
અંદર તો એવુ અજવાળુ અજવાળુ.

ઉંડે રે ઉંડે ઉતરતા જઈએ ને તોયે,
લાગે કે સાવ અમે તરીયે.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ,
ઝળહળતા શ્વાસ અમે ભરીયે.
પછી આરપાર ઉઘડતા જાય બધા દ્વાર,
નહી સાંકળ કે ક્યાંય નહી તાળુ.

અંદર તો એવુ અજવાળુ અજવાળુ,
અંદર તો એવુ અજવાળુ અજવાળુ.

સુરજ કે છીપમાં કે આપણાંમાં આપણે જ
ઓતપ્રોત એવા તો લાગીયે,
ફુલની સુવાસ સહેજ વાગતી હશે ને એમ
આપણને આપણે જ વાગીયે.
આવુ જીવવાની એકાદ પળ જો મળે,
તેને જીવનભર પાછી ના વાળુ.

અંદર તો એવુ અજવાળુ અજવાળુ,
અંદર તો એવુ અજવાળુ અજવાળુ.

ટળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ભાળુ.
અંદર તો એવુ અજવાળુ અજવાળુ,
અંદર તો એવુ અજવાળુ અજવાળુ.

સ્વરઃ ???
રચનાઃ ???

ઓ માઝમ રાતની તારલી

જુલાઇ 20, 2009

ઓ માઝમ રાતની તારલી, જરી સાંભળ મારી વાત

સ્વરઃ ગીતા દત્ત