અઢી અક્ષરમાં…

અઢી અક્ષરમાં રમતા અમે
નજર રમાડે ત્યાં રમતા તમે

હું ને તું માં દુનિયા સમાણી
લખશું પ્રેમની મધુર કહાણી
કોઈને દે સંદેશા વાદળ
કોઈ દોડે ફૂલોની પાછળ
ગમે મને હોળીના વાવડ

રંગ ભરી પીચકારી મોરી
છોડી શરમ ને રંગી ચોળી
શુભારંભી મેં પ્રેમ કહાણી
હું ને તું માં દુનિયા સમાણી

લખ્યો કાગળ નજરથી પહેલો
દીધો હોઠે હસતો જવાબ વહેલો
ને છલક્યો પ્રેમનો હૈયે ઠેલો
જઈ ગુલાબી ગાલમાં રમતા અમે
નજર રમાડે ત્યાં રમતા તમે

પ્રેમતણી છે દુનિયા દીવાની
જીવનની મસ્તી ગુલાલે માણી
સ્નેહ સ્પંદનમાં ઝૂલતા અમે
નજર રમાડે ત્યાં રમતા તમે

વાંસળીના સૂરમાં પૂરાયા અમે
અઢી અક્ષરમાં રમાડ્યા તમે

– રમેશ પટેલ(આકાશદીપ)

9 Responses to “અઢી અક્ષરમાં…”

 1. Chandra Patel Says:

  વાંસળીના સૂરમાં પૂરાયા અમે
  અઢી અક્ષરમાં રમાડ્યા તમે

  – રમેશ પટેલ(આકાશદીપ)

  lovely geet with special taste.Excellent,congratulation.

  Chandra Patel

 2. Chirag Patel Says:

  અઢી અક્ષરમાં રમતા અમે
  નજર રમાડે ત્યાં રમતા તમે

  હું ને તું માં દુનિયા સમાણી
  લખશું પ્રેમની મધુર કહાણી
  કોઈને દે સંદેશા વાદળ
  કોઈ દોડે ફૂલોની પાછળ
  ગમે મને હોળીના વાવડ
  Enjoyed.

  પ્રેમના રંગોને શબ્દોના ફૂલોથી સરસ મ્હેંકાવી દીધા.
  એક પ્રતિભાથી દમકતી રચના માટે અભિનંદન.

  ચીરાગ પટેલ

 3. વિશ્વદીપ બારડ Says:

  પ્રેમતણી છે દુનિયા દીવાની
  જીવનની મસ્તી ગુલાલે માણી
  સ્નેહ સ્પંદનમાં ઝૂલતા અમે
  નજર રમાડે ત્યાં રમતા તમે…
  very nice..lovr it.

 4. atuljaniagantuk Says:

  વાહ !

  કબીરજીના દોહરાનો સાર સમજાવી દીધો.

  પોથી પઢ પઢ જગ મુઆ, પંડીત ભયા ન કોઈ
  ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડીત હોય.

 5. Dilip Gajjar Says:

  હું ને તું માં દુનિયા સમાણી
  લખશું પ્રેમની મધુર કહાણી

  પ્રેમ લક્ષણા ભક્તિ નું આ કાવ્ય ખુબ સુંદર થયું છે તને સરળ ને ગદ્યમાંથી આવેલું પ્રેમરસથી તરબોળ કરી દે તેવું ..
  યાદ આવી ગયું .આંખોભર આકાશ હૈ બાહોભર સંસાર
  તને પ્રેમથી ભરી દેવા ચાહો છો ..
  તમન્ના ના દિલના પ્રતિભાવ બદલ આભાર
  અમે પણ જરૂર લખીશું પ્રેમની મધુર કહાણી

  ગીતગુંજન કરવા દિલ થનગને છે

 6. Sheela Patel Says:

  Rameshbhai,
  this is a lovely poem! Really enjoyed this1

 7. સુરેશ જાની Says:

  અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા
  યાદ આવી ગયું.

 8. Rjs Ptl Says:

  very lovely

 9. sanjay Says:

  phathik tu chet je kinare

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: