દાઝી ગયો…

મોટા થવાનો અભિનય કરી થાકી ગયો
સૂરજ થવાના સ્વપ્ન થકી દાઝી ગયો

ચંદ્ર તને દીઠો શોભતો આકાશમાં
મેઘે લપાઈ ભય ઉપજથી દાઝી ગયો

ખૂબી થકી વિસ્તરતો ગયો આવેશમાં
ખંધીજ એકલતામાં ડૂબી ત્રાસી ગયો

સપનાં સજી સોનેરી દિલે ફાવી ગયો
આ બાળપણની મૂડી ગયે દાઝી ગયો

સાથે સમયની પળપળ રહી હાંફી ગયો
ક્યાં દોષ દેવો ૠતુ ,તુજ સંગે પાકી ગયો

આકાશમાં ઘૂમે વાદળો તરસે રણો
ને ‘દીપ અંતરે તડપન થકી દાઝી ગયો

– રમેશ પટેલ(આકાશદીપ)

છંદ વિધાન: ગાગા લગાગા લલલલલગા ગાગાલગા

Advertisements

10 Responses to “દાઝી ગયો…”

 1. Pancham Shukla Says:

  akshar mel chhand maa gazala no prayog gamyo. saras rachana.

 2. Ramesh Patel Says:

  શ્રી પંચમભાઈ,

  ગુજરાતી ગીતોનાં માધુર્ય નીત મનમાં ગૂંજતા હોય છે.

  એ સંસ્કારીતા લોહીમાં ભળી ગઈ છે.

  હાલ,ગઝલકારો ગઝલની સુંદર કૃતિઓ મનભરીને

  હેલે ચડાવે છે અને બ્લોગ દ્વારા તરત હાથવગી થઈ જાય છે.

  ગઝલના પૂરા સ્વરુપને આપ ,ડોશ્રી વિવેકભાઈ ,શ્રી હેમંતપૂણેકર

  અને હિતેનભાઇ….ઘણા બધા દ્વારા અસલ ગઝલનો મીજાજ સૌને

  માણવા મળેછે અને એટલે સાહિત્યને એકબીજા રંગે રંગવાની

  લાલચ થઈ જાયછે,આપના જેવાના સહ્રુદયી પ્રતિભાવ આનંદ આપેછે.

  ભય પણ રહેછે કે શુધ્ધ ગઝલના ચાહકોને મન દુખ થશે.

  આપનો આભાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. jjkishor Says:

  મોટા થવાના કોડ હોય ત્યાં સુધી વાંધો નથી હોતો – એને મહાત્વાકાંક્ષા કહીને બીરદાવી શકાય – પણ સૂરજ થવાનો અભિનય તો આકરો જ પડી જાય !! આ વાત રચનાના પ્રારંભે સરસ રીતે મુકાઈ છે.

  “સાથે સમયની પળપળ રહી હાંફી ગયો”

  સમય અને એની પળનો નાજુક ગાળો – આ બન્ને સાથે મૅચ થવાની વાત બહુ અઘરી છે. હાંફી ગયો કહીને એને મજાથી મુકાઈ છે.

 4. atuljaniagantuk Says:

  અરે આ રચના તો હજુ ૬ તારીખે જ “આકાશદીપ” બ્લોગ પર વાંચી હતી.

 5. Neela Says:

  sundar shabdo cche.

 6. sapana Says:

  સુંદર રચના થઈ..

  ખૂબી થકી વિસ્તરતો ગયો આવેશમાં
  ખંધીજ એકલતામાં ડૂબી ત્રાસી ગયો..આ કેટલી સાચી વાત છે..

  સપના

 7. Vital Patel Says:

  આકાશમાં ઘૂમે વાદળો તરસે રણો
  ને ‘દીપ અંતરે તડપન થકી દાઝી ગયો

  – રમેશ પટેલ(આકાશદીપ)
  and…I enjoyed the comment of Resp Jugalkishorbhai
  “સાથે સમયની પળપળ રહી હાંફી ગયો”

  સમય અને એની પળનો નાજુક ગાળો – આ બન્ને સાથે મૅચ થવાની વાત બહુ અઘરી છે. હાંફી ગયો કહીને એને મજાથી મુકાઈ છે.

  VitalPatel

  Is it Dr Vivekbhai is too busy?

 8. Mahendra Says:

  આદરણીય ગુજરાતી બ્લોગ લેખકશ્રી
  ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાના વિકાસ માટે તથા ગુજરાતી બ્લોગના સંકલન માટે “ગુજવાણી” બ્લોગ એગ્રીગેટર શરૂ કરવામાં આવેલ છે. ગુજવાણીમાં અમારા દ્વારા કેટલાક બ્લોગ જોડવામાં આવેલ છે. જો તમારો કે તમારા બ્લોગ મિત્રોનો બ્લોગ ગુજવાણીમાં ન હોય તો કૃપા કરી જલ્દીથી તમારો બ્લોગ ગુજવાણી સાથે જોડો અને તમારા મિત્રોને પણ ગુજવાણી વિશે જણાવો. ગુજવાણીમાં તમારા લેખનું શીર્ષક અને લેખની કેટલીક પંક્તિઓ દર્શાવવામાં આવશે. http://www.gujvani.tk

  મહેન્દ્ર પટેલ

 9. Rajendra M. Trivedi,M.D. Says:

  “મોટા થવાનો અભિનય કરી થાકી ગયો,

  સૂરજ થવાના સ્વપ્ન થકી દાઝી ગયો.”

  Rajendra

  http://www.yogaeast.net

 10. સુરેશ જાની Says:

  આકાશમાં ઘૂમે વાદળો તરસે રણો
  ને ‘દીપ અંતરે તડપન થકી દાઝી ગયો
  ——————
  આ આગ બુઝાય તેવી નથી હોતી

  ईस्क पर जोर नहीं , है वो आतिश गालिब
  जो लगाये न लगे, ओर बुझाये न बुझे ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: