રંગ ભરી રમશું રાસ

garaba

રંગ ભરી રમશું રાસ, સહિયર મોરી
રંગ ભરી રમશું રાસ
રાધા રાણી ને રમાડે કામણગારો કાન
બંસરીના નાદે ઘેલું ગોકુળિયું ગામ
સહિયરમોરી,મીઠડી કરશું વાત (૨)
હાલોને રંગભરી રમીએ રાસ

ગોવાળ ગોકુળના હાંકે ગાવલડી
ગોપીઓ છલકાવે વહાલ
ઢોલીડા જમાવે તાલીઓના તાલ
સહિયરમોરી,ચાંદની ચમકી આકાશ (૨)
હાલોને રંગભરી રમીએ રાસ

શોભતા મોર પીંછે મનમોહનજી
ખળખળ વહે યમુનાજીની ધાર
ચૂંદડીએ ચમકે તારલાની ભાત
સહિયરમોરી,શરમાવે શામળના સાથ (૨)
હાલોને રંગભરી રમીએ રાસ

ભાવે રમાડે દિલડાં હરખાવે
નટખટ નંદજીનો લાલ
ઝીલે ગોપીઓનાં ભીંના વહાલ
સહિયરમોરી, ઝાંઝરીના રણકે નાદ(૨)
હાલોને રંગભરી રમીએ રાસ

પ્રભુ સંગ ઝૂમે ભક્તોના ભાવ
સહિયરમોરી,રાધાજી છલકાવે લાડ
હાલો હાલો રંગભરી રમીએ રાસ (૨)
સહિયરમોરી,રંગભરી રમીએ રાસ

રમેશ પટેલ (આકાશદીપ)

6 Responses to “રંગ ભરી રમશું રાસ”

  1. Chandra Patel Says:

    ભાવે રમાડે દિલડાં હરખાવે
    નટખટ નંદજીનો લાલ
    ઝીલે ગોપીઓનાં ભીંના વહાલ
    સહિયરમોરી, ઝાંઝરીના રણકે નાદ(૨)
    હાલોને રંગભરી રમીએ રાસ

    નવરાત્રી એટલે ભક્તિ અને આનંદ ઉત્સવ.

    ગરબા,ગરબી અને રાસ સંગીતનો સમંદર.

    સુંદર મજાનો ફોટો અને તરવરતા રાસે,

    શબ્દ સાગરને કિનારે અટકાવી દીધા.

    અભિનંદન .ખૂબ જ સરસ રાસ માણવા મળ્યો.

    ચન્દ્ર પટેલ

  2. Paresh Patel Says:

    Enjoyed my Navaratri by the ras and picture.
    words and picture both are charming.

    Paresh Patel(USA)

  3. પંચમ શુક્લ Says:

    સરસ પ્રાસંગિક રચના.

  4. Bina Says:

    હાલોને રંગભરી રમીએ રાસ….સરસ! સૌને નવરાત્રીની શુભકામના…

  5. Vital Patel Says:

    સહિયરમોરી,મીઠડી કરશું વાત (૨)
    હાલોને રંગભરી રમીએ રાસ

    sweetest.
    Very very cheerful same as Navaratri.

    Vital Patel

  6. Chirag Patel Says:

    ras is ras, make me dance.
    Thanks for sharing.

    Very nice.
    Chirag Patel

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: