પરખ પ્રકૃતિ

nature

પરખ ને કેટલી પ્રેમાળ છે આ પ્રકૃતિ
સુધા દેવા ધોઈ ધૂપ તો ચંદ થવાય

ભલે કાદવ કંકર ને કંટકોનો સંગ હોય
પણ ધારે તું જો તો મ્હેંકતું ફૂલ થવાય

ભલે દાબે ધરા ને લાવામાં ધખતી કાય
ઘડે સંજોગો જો કસકસાવી તો હીર થવાય

ઝીલી ખારાશ વિશ્વની ઉરે ના રાંક થાય
દીધા મીઠા મેઘલા તો સદા યશ ગવાય

રુપ પણ ના મળે મોરનું કે ના રંગ હંસનો
મળે આ મીઠડી વાણી તો કોયલ થવાય

અરે માનવ તું ઊંચેરો મુઠ્ઠી થાયે આજ
નક્કી આ ભૂમિ જ ‘આકાશદીપ’ સ્વર્ગ થાય

રમેશ પટેલ(આકાશદીપ)

છંદ.. લગા ગાગાલગા ગાગાલગા ગાગાગાલ

Advertisements

6 Responses to “પરખ પ્રકૃતિ”

 1. Vital Patel Says:

  ભલે કાદવ કંકર ને કંટકોનો સંગ હોય
  પણ ધારે તું જો તો મ્હેંકતું ફૂલ થવાય

  ભલે દાબે ધરા ને લાવામાં ધખતી કાય
  ઘડે સંજોગો જો કસકસાવી તો હીર થવાય

  ઉન્નત વિચારો ને પ્રકૃતિના વૈભવનો આટલો સુંદર સમન્વય

  જૂજ કૃતિઓમાં જોવા મળે છે.એક એક પંક્તિ છલકાઈ ઊઠી છે.

  એટલું જ સૂંદર ચિત્ર શ્રી રાજીવભાઈના આનંદને શણગારી જાય છે.

  કૃતિની મજા માણી,ધન્યવાદ આકાશદીપને

  વિતલ પટેલ

 2. Chirag Patel Says:

  અરે માનવ તું ઊંચેરો મુઠ્ઠી થાયે આજ
  નક્કી આ ભૂમિ જ ‘આકાશદીપ’ સ્વર્ગ થાય

  રમેશ પટેલ(આકાશદીપ)

  Very nice,enjoyed

  Chirag Patel

 3. sapana Says:

  ભલે કાદવ કંકર ને કંટકોનો સંગ હોય
  પણ ધારે તું જો તો મ્હેંકતું ફૂલ થવાય

  best lines.

  sapana

 4. Sweta Patel Says:

  Very nice gazal and lovely picture,
  found something above than routine love matters.
  પરખ ને કેટલી પ્રેમાળ છે આ પ્રકૃતિ
  સુધા દેવા ધોઈ ધૂપ તો ચંદ થવાય

  Enjoyed.
  Thanks for charming post.

  Ramesh Patel(Aakashdeep)

 5. Chandra Patel Says:

  ઝીલી ખારાશ વિશ્વની ઉરે ના રાંક થાય
  દીધા મીઠા મેઘલા તો સદા યશ ગવાય

  majaa aavi.
  Very nice expression.

  Chandra Patel

 6. Paresh Patel Says:

  પરખ ને કેટલી પ્રેમાળ છે આ પ્રકૃતિ
  સુધા દેવા ધોઈ ધૂપ તો ચંદ થવાય

  ચન્દ્રની વાત જ નીરાલી છે.
  સૂર્યના પ્રખર કિરણો આટલી શીતળતા વેરે
  એ સૌને નવાઈ પમાડેછે.
  સાચેજ ધોઈ ધૂપ ને ચંદ થવાની વાત
  માટે કવિ દાદ માગી લેછે.
  પરેશ પટેલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: