ગંગા બને

jGanges

હર હર ગંગે...

અંતર દ્રવે ને ભાવે અશ્રુ ઝરે
હિમાલયે એજ જળ ગંગા બને

દો દરજ્જો આદર ભર્યો માતનો
છોડી સ્વર્ગ મંદાકિની ગંગા બને

ઊર્મિઓ માતની ખોળે શીશુ ઝીલે
હેત ધારા મમતાની ગંગા બને

દો યશવંતી શહિદી માતભોમને
રક્ત ધારા સમર્પણની ગંગા બને

છે જો પુનિત દલડાં ન્યોછાવરાં
ચાહને પંથે પ્રેમની ગંગા બને

ૐ ભાવે નમું ગંગોત્રી જન્મભૂમિને
શ્રધ્ધા સુમને ‘દીપની ગંગા બને

રમેશ પટેલ(આકાશદીપ)

Advertisements

3 Responses to “ગંગા બને”

 1. Chirag Patel Says:

  ગંગા મૈયા પુનિત નામ ,પાવન દર્શન
  અને લાજવાબ ગઝલના સ્પંદન.
  શ્રી રાજીવભાઈ સુંદર ફોટો અને સંકલન.
  મજા આવી.

  ચીરાગ પટેલ

 2. patel paresh Says:

  દો યશવંતી શહિદી માતભોમને
  રક્ત ધારા સમર્પણની ગંગા બને
  greatly said.

  Paresh Patel

 3. Vital Patel Says:

  ગંગાજી હિમાલય અને શીવજીની સાથે શ્રાવણ માસ

  ભારતની ધરતીની સુવાસ.

  આકાશદીપની ગંગા સાથેની આત્મ્યિયતા એકએક પંક્તિમાં

  છલકાય છે.

  આપે મૂકેલ ફોટો દર્શનીય અને અંતરથી માને વંદન કરવા

  પ્રેરે તેવો છે.

  અંતર દ્રવે ને ભાવે અશ્રુ ઝરે
  હિમાલયે એજ જળ ગંગા બને

  મનને શાન્ત કરે તેવી સુંદર રચના માટે અભિનંદન.

  વિતલ પટેલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: