વ્યવહાર છે – રમેશ પટેલ

green-earth

લીંલુડી ઘરતી...!

રમાડો જો તલવાર તો સદા ઘાવ છે
તણખતા વેરઝેરના એ વ્યવહાર છે

શાખાએ જો ખીલે પુષ્પ તો મહા પ્યાર છે
મહેંકતી મધુરપના એ વ્યવહાર છે

ચાંદ છે તો ચાંદનીના સરપાવ છે
કેવા શીતળ પ્રકૃતિના આ વ્યવહાર છે

મેઘ છે તો સદા ભીંના ઉપહાર છે
મા ધરતીના કેવા લીલુડા વ્યવહાર છે

છે અષાઢી પૂનમ ને પુનિત ગુરુ ચરણ
પરખ પ્રભુની એ આતમનો વ્યવહાર છે

કરુણા ભર્યા જો ભાવ માનવ ઉર છે
‘આકાશદીપ’ એજ તીર્થંકરના વ્યવહાર છે

રમેશ પટેલ(આકાશદીપ)

Advertisements

6 Responses to “વ્યવહાર છે – રમેશ પટેલ”

 1. Vital Patel Says:

  છે અષાઢી પૂનમ ને પુનિત ગુરુ ચરણ
  પરખ પ્રભુની એ આતમનો વ્યવહાર છે

  કરુણા ભર્યા જો ભાવ માનવ ઉર છે
  ‘આકાશદીપ’ એજ તીર્થંકરના વ્યવહાર છે

  રમેશ પટેલ(આકાશદીપ)

  Enjoyed the beauty of thoughts.Very nice.

  Vital Patel

 2. sweta Patel Says:

  મેઘ છે તો સદા ભીંના ઉપહાર છે
  મા ધરતીના કેવા લીલુડા વ્યવહાર છે

  પ્રકૃતિ અને સંસાર અજબ વ્યવહારના બંધને

  રમેછે ઘૂમેછે.ગઝલ સદૃશનો વિષય ,સહજ રીતે

  ગહન ચીંતનમાં દોરી જાય છે.

  આવા કવન જ માનવ જાતને ઊંચી ગરીમા

  આપેછે.સુંદર મનનીય વાત માટે બે શબ્દ

  લખવા મન લલચાયું.અભિનંદન.

  સ્વેતા પટેલ

 3. Paresh Patel Says:

  શબ્દ સાગરના કિનારે..મજાની રંગત છે.

  આજનો વ્યવહાર અંતર મનને બહેલાવી ગયો.

  અભિનંદન આકાશદીપને.

  પરેશ પટેલ

 4. સુરેશ જાની Says:

  કરુણા ભર્યા જો ભાવ માનવ ઉર છે
  ‘આકાશદીપ’ એજ તીર્થંકરના વ્યવહાર છે

  બહુ જ સરસ

 5. Hetal Patel Says:

  સુંદર મનનીય

  ચાંદ છે તો ચાંદનીના સરપાવ છે
  કેવા શીતળ પ્રકૃતિના આ વ્યવહાર છે

  Hetal and Hardik Patel

 6. CHANDRA Patel Says:

  ચાંદ છે તો ચાંદનીના સરપાવ છે
  કેવા શીતળ પ્રકૃતિના આ વ્યવહાર છે

  really great. બહુ જ સરસ

  Chandra Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: