તમે રે તિલક રાજા રામના

તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદન કાષ્ઠ રે
તમારી મસે ના અમે સોહીયા, કેવા કેવા દખ સાજણ તમે રે સહ્યાં
કહો ને સાજણ દખ કેવા સહ્યાં, તમે રે તિલક રાજા રામના..

તમે રે ઉંચેરા ઘરના ટોડલાં, અમે લજવાતી પાછલી રવેશ રે
તમારી મસે ના અમે સોહીયા, કેવા કેવા દખ સાજણ તમે રે સહ્યાં
કહો ને સાજણ દખ કેવા સહ્યાં, તમે રે તિલક રાજા રામના..

તમે રે અક્ષર થઈને ઉકલ્યા, અમે પડતલ મુંજારા જીણી છીપનાં
તમારી મસે ના અમે સોહીયા, કેવા કેવા દખ સાજણ તમે રે સહ્યાં
કહો ને સાજણ દખ કેવા સહ્યાં, તમે રે તિલક રાજા રામના..

રચનાઃ રાવજી પટેલ
સ્વરઃ હરિહરન
સંગીતઃ અજીત શેઠ

Advertisements

8 Responses to “તમે રે તિલક રાજા રામના”

 1. sapana Says:

  ssunder geeet!!

  Sapana

 2. યશવંત ઠક્કર Says:

  ગીત ઘણું જ ગમ્યું.

 3. વિવેક ટેલર Says:

  અદભુત રચના અને એવા જ સંગીત અને ગાયકી…

 4. Ravijit Bhatt Says:

  khubj saras….

  aa git to shri hariharn e gayu che ne ?

 5. રાજીવ Says:

  પ્રિય મિત્ર રવિજીતભાઈ,

  મને એકદમ પાકો ખ્યાલ નથી કે આ ગીત હરિહરનના સ્વરમાં જ છે કે નહી… પણ કદાચ તમારી વાત સાચી હશે, સ્વર હરિહરન જેવો જ લાગે છે… મને પાકો ખ્યાલ ન હોવાથી ગાયકનુ નામ નથી મુક્યુ.

  રાજીવ

 6. પંચમ શુક્લ Says:

  બહુ મઝાનું – ગીત.

  શબ્દના ઉચ્ચારણ (સોહિયા- સહ્યાં – ..) પરથી અનુમાન કરી શકાય કે ગાયક ગુજરાતી ભાષી નથી.
  લોકગીત ગાનારનો કંઠ હોત તો આ ગીત વધુ ખીલ્યું હોત.

 7. Kanti Vachhani Says:

  aa geet shree harihan e gayu chhe ne music shree ajit sheth nu chhe…ekdam paku….

  kanti vachhani

 8. રાજીવ ગોહેલ Says:

  આભાર કાંતિભાઈ…

  તમે એકદમ પાકુ કહ્યુ એટલે મે પોસ્ટમાં ગાયક અને સંગીતકારનુ નામ એડ કરી દીધુ છે…!

  રાજીવ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: