મુકતકો..!

BackgroundPearls3

ખરેખર પાયાની વાત કરુ તો ઈમારત જ ના હતી,
માફ કરજે મારી મહોબ્બત, મહોબ્બત જ ના હતી;
છતાં કંઈક તો હતું, છે, ને રહેશે સદા સદાને માટે,
એવા સમગ્રની કોઈ વિગત કોઈ કેફિયત જ ના હતી.

******

દર્દ તો દિલને બહેલાવવા માટે હોય છે,
ને આંસુ આંખોને મનાવવા માટે હોય છે;
જુઓ એ આવશે, આવશે હમણાં આવશે,
ઈન્તઝાર જીવન ટકાવવા માટે હોય છે.

******

છું બુદબુદાનો વેપારી અફાટ સાગર મને ના ખપે,
બે-ચાર સિતારા ઘણા છે વિશાળ અંબર મને ના ખપે;
ભભુત લગાવી કપાળે, શોધતો ફરું છું તારા પગલાં,
તારી ગલી બસ તારી ગલી આખું નગર મને ના ખપે.

******

મુઠ્ઠી ભરી તારલા લઈને આવું છું,
ને હથેળીમાં આભલા લઈને આવું છું;
છે વીજ પર મેઘ-ધનુષી સવારી,
સોળે કળાના સોણલા લઈને આવું છું.

******

મેં આંસુઓનું તારણ કાઢી લીધું,
ને દવાઓનું મારણ કાઢી લીધું;
હવે ભય નથી અનિંદ્રાને કહી દો,
સપનામાંથી જાગરણ કાઢી લીધું.

રચનાઃ ફકત તરુણ

Advertisements

4 Responses to “મુકતકો..!”

 1. વિવેક ટેલર Says:

  અનીંદ્રા નહીં, અનિદ્રા આવે…

  આ મુક્તકો છંદમાં લખાયા છે?

 2. રાજીવ Says:

  આભાર ડો. વિવેક !

  મારુ ધ્યાન છંદ તરફ તો ગયુ જ નથી… પણ તમે તજજ્ઞ છો છંદના… તમે જ કહો… શું આ મુક્તકો છંદમાં છે?????

  પણ કઈક ગડબડ જરુર હશે બાકી તમે આ સવાલ ટાળી ગયા હોત… બરાબરને…???

 3. dr.maulik shah Says:

  tarun needs to be congratulated.good ones…

 4. sapana Says:

  saras bhavana

  sapana

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: