ઓસ્ટ્રેલીયા, રેસીઝમ અને સત્ય

1799513850_65e6c67264

મિત્રો,

આપ સૌ તો જાણો જ છો, કે હું મારી પત્ની સાથે ત્રણ વરસથી અહી મેલબોર્ન ખાતે આવીને વસ્યો છું. હમણાં હમણાં ભારતીયો પર થયેલા હુમલા અને ભારતીય મીડીયા એ જેને પહાડ બનાવીને સામાન્ય માણસો સામે મુક્યો તે રાયનો દાણો હું તમને મારી નઝરથી બતાવવા માંગુ છું. અહી ત્રણ વરસમાં મને થયેલા અનુભવો અને મે જોયેલા અને જાણેલા ઓસ્ટ્રેલીયન માનવીઓ અને હાલમાં થયેલા બધા હુમલાઓને હું એક સાથે અહીં આપ સૌને બતાવવા માંગુ છું. આશા રાખુ કે તમે બધા પણ પોતાની અંદરની ઉભરાતી ભારતીયતાને થોડી વાર માટે બેસાડી આ વાંચશો અને વિચારશો.

મારો પ્રથમ પ્રશ્ન – રેસીઝમ કોનામાં નથી ????

મિત્રો… વિચાર કરો… તમારા શહેરમાં બીજા પ્રદેશના માણસો આવે, તમારી ભાષાને અને તમારા કલ્ચરને સમજ્યા વગર તે મન ફાવે તેવુ વર્તન કરે… તમારી નોકરીઓમાં ભાગ પડાવે… અને બીજુ ઘણું કરે… તો શું તમને તે ગમશે?

માણસ માત્ર, બેઝીકલી, રેસીસ્ટ છે… તે કાળો હો કે ગોરો… પ્રમાણ થોડુ ઓછું વધારે હોય શકે…! આપણા દેશમાંજ એક પ્રદેશના લોકો બીજાને મારવામાં કે હલ્કા બતાવવામાં પાછળ ફરીને જોતા નથી [જ્યારે છે તો તે બધા ભારતીયો જ ને ???] તો વિચારો બીજા દેશ અને સંસ્કૃતિના માણસ માટે માનવી કઈ હદે જઈ શકે???

આપમાંથી ઘણા મારી સાથે સહેમત નહી હોય અને કદાચ એનુ એક કારણ એ છે કે તેઓ તેવી પરિસ્થીતિમાંથી પસાર નહી થયા હોય. એક સુંદર ઉદાહરણ અનામતનો પ્રશ્ન છે… જુઓ, સમજો અને વિચારો…!

શું ખરેખર ઓસ્ટ્રેલીયાના લોકો રેસિસ્ટ છે???

આનો સીધો, સાદો, સરળ અને સાચો જવાબ છે – “ના”

આ સમજાવવા માટે થોડા પ્રશ્ન અને ઉદાહરણ આપુ છું… શું આપણે બધા હિન્દુઓ બધા જ મુસલમાન લોકોને નફરતની નજરે જોઈએ છીએ…? શું દરેક મુસલમાન ભાઈ બહેન આપણને નફરતની નજરથીજ જોતા હશે…? શું ઓસ્ટ્રેલીયામાં ફરતો દરેક માણસ મુળભુત રીતે ઓસ્ટ્રેલીયન જ છે…? શું દરેક ગામ હોય છે ત્યાં ઉકરડો નથી હોતો…?

ઉપરના સવાલો તમને કઈક વધુ વિચારવા મજબુર કરે તો મને ગમશે…! બધાજ જાતી ધર્મ અને વિવિધ માન્યતા વાળા લોકોના ટોળામાં અમુક માણસો એવા હોય છે કે જેને અથવા તો જેના વર્તનને સામાન્ય માણસ ક્યારેય સમજી કે વધાવી શકતો નથી.

ઓસ્ટ્રેલીયામાં લગભગ દુનિયાના દરેક ખુણામાંથી આવીને લોકો વસ્યા છે અને બધા સારી રીતે એકમેકની સાથે હળીમળીને રહે છે… કોઈ કોઇના જીવનમાં ડખલ કરતુ નથી… પણ સમય અને સંજોગ ક્યારેક વિપરીત હોય છે… દિવસના અજવાળામાં એકદમ સજ્જન લાગતો માણસ કે જેણે રંગ અને જાતીના ભેદભાવને પોતાની અંદર દફનાવી દીધા હોય તે માણસ રાતના અંધારામાં અને દારુ કે બીયરના નશામાં તેની અંદરના રાક્ષસ પરનો કાબુ ગુમાવી દેતો હોય છે… આપણી ભલાઈ એ જ છે કે આપણે એવા સમયે તેને એકલો રહેવા દઈએ…! અને એક બીજી વાત કે બધા એવા નથી… ઘણા એ એ રાક્ષસને એટલો અંદર દફનાવ્યો હોય છે કે તે બહાર ક્યારેય કોઈ પણ સંજોગમાં આવી જ નથી શક્તો.

જે લોકો હજી અણસમજુ છે અને કોઇ કામધંધા વગરના છે તેઓ પાસે આવુ કઈ કરવાનો અને લોકોને હેરાન કરવાનો કે તેમને ઇજા પહોચાડવાનો સમય નીકળે છે…!

ભારતીય મીડીયાનો રોલ…

ભારતીય મીડીયા અને પોલીટીક્સ… વાહ રે વાહ… મને તો એક વાતનીજ ખબર નથી પડતી કે ત્યાં બેઠા બેઠા ગુજરાત સમાચાર કે સંદેશ કે દિવ્ય ભાસ્કરના તંત્રીઓને અહી શું બની રહ્યુ છે અને લોકો કેટલા ભય ને બિકમાં જીવી રહ્યા છે તેની જાણ કઈ રીતે થઈ જાય છે ??? અને એકદમ મસાલેદાર ખબર બનાવીને પહેલા પાના પર છાપી નાખશે… એમનુ પેપર તો વેચાયુ.. સત્ય ગયુ ભાડમાં…! અને આપણા રાજકારણીઓને લોકોના પુતળા બાળવાનો સમય તો ગમે ત્યારે મળી જ રહે છે…! 😉 આવા બધા ખોટા મસાલેદાર અને ચડાવીને કહેવાયેલ સત્યને હું સત્ય ગણતો નથી…!

હું હજી ભારતીય જ છું !!!

મિત્રો, એક વાત સ્પષ્ટ કરી દઊ કે હું ભલે ઓટ્રેલીયાનો પરમેનન્ટ રેસીડેન્ટ છું અને થોડા વખતમાં નાગરીક પણ બની જઈશ પણ હજી હું ભારતીય જ છું અને હમેંશા રહીશ… જે થયુ તેનુ મને ભારો ભાર દુઃખ છે… પણ હું છતાં ઓસ્ટ્રેલીયાના બધા લોકોને રેસીસ્ટ માનવા તૈયાર નથી… કોઈ એકાદ-બે માણસોના પાપને આપણે આખા સમાજ પર ના ચઢાવી શકીયે… અને ના ચઢાવવુ જોઈએ…!

હું પણ અહી સ્ટુડન્ટ વિઝા પર આવ્યો હતો અને મારો અભ્યાસ પુર્ણ થવા સુધી કે ત્યાર પછી પણ મને કોઈ ખુબ જ ખરાબ રેસીઝમનો અનુભવ થયો નથી…

અને રહી વાત સલામતીની… તો શું ભારતીયો માટે ગુજરાત સલામત છે? મુંબઈ સલામત છે? ભારત સલામત છે? મે હિન્દુ મુસ્લીમનો રોષ અને તેમને બધાને વેરભાવની આગમાં સળગતા અને સામે વાળાને સળગાવતા મારી નજરે જોયા છે… ચાર મહિના સુધી કરફ્યુ અને આર્મીના બંદોબસ્તમાં અમે ગાળેલા છે… વાધોડીયા રોડના રહેવાસી તરીકે અમે મુસ્લીમોના અને હિન્દુઓના ઘરોને અને સ્ત્રી અને પુરુષોને સળગતા અને સળગાવતા જોયા છે…! અને આવુ તો કેટલુય છે જે યાદ આવતા હજી એ રુવાંટા ઉભા થઈ જાય છે…!

લાંબા રુટની ટ્રેનોમાં એક રાજ્યના લોકો બીજા રાજ્યાના માણસોને કોઇ કારણ વગર માર મારતા અમે જોયા છે, કે તે સાલાઓ અમારા ડબ્બામાં આવી કઈ રીતે શકે…???

એમ. એસ. યુનીની કોલેજોમાં અને હોસ્ટેલોમાં ગુંડાગર્દી અને ભયનુ ગંદુ રાજકારણ મે જોયેલુ છે. દારુ પીયને એકબીજા સાથે લડતા અને ઝઘડતા સ્ટુડ્ન્સને ખુબ નજીકથી જોયા છે…

આપણે જયારે કોઈને રેસીસ્ટ કહીયે ત્યારે આપણે આ બધુ કેમ ભુલી જઈએ છીએ…?

તમારો પુત્ર કે પુત્રી જ્યારે કોઈ બીજા કે તમારા શહેરમાંજ ભણવા જાય છે ત્યારે તેમને કોઈ હેરાન કરે કે મારે તેની શક્યતા તે જો વિદેશમાં જઈને ભણે અને ત્યાં તેને કોઈ હેરાન કરે કે મારે તેના કરતા વધારે છે.

બોટમ લાઈન

સામાન્ય માણસે બધેજ સાવચેતી અને સલામતીથી અને આવા અસામાજીક તત્વોથી બચીને રહેવાનુ હોય છે…! પછી તે ભારત હોય કે અમેરીકા કે પછી ઓસ્ટ્રેલીયા…!

આપનો મિત્ર

રાજીવ

Advertisements

11 Responses to “ઓસ્ટ્રેલીયા, રેસીઝમ અને સત્ય”

 1. PIYUSHJI Says:

  U R BETA.

  MY SON IS ALSO IN SYDNEY.

 2. PIYUSHJI Says:

  U R RIGHT BETA.

  MY SON IS ALSO IN SYDNEY.

 3. દક્ષેશ Says:

  અમેરિકાના બે છેડા, જેમાં બહુધા ઈમિગ્રન્ટની વસ્તી છે, તેને બાદ કરતાં અમેરિકાના મધ્ય ભાગમાં જ્યાં અહીંના લોકોની (જેને રેડ નેક કહેવામાં આવે છે) વધુ વસ્તી છે તેઓ આપણી ચામડી જોઈને એવું જ અનુભવે છે. ઘણી મોટેલોના માલિકો ભારતીય જોતાં ઘણાં ગોરા લોકો ગાડીને યુ-ટર્ન મારી દે છે… યાદી ઘણી લાંબી છે. પરંતુ એક વાત ચોક્કસ છે …તમને કોઈ માણસ પ્રત્યે અણગમો, ધ્રૃણા કે ચીડ હોય તો તેના પર હુમલો કરવો કે હિંસાનો આધાર લેવો માનવીય નથી. કાયદા એટલા માટે જ બનાવવામાં આવ્યા છે.
  ઓસ્ટ્રેલિયનોને આપણા લોકોનું ત્યાં વસવું, પ્રગતિ કરવું, એમનાથી આગળ નીકળી જવું ન ગમે તો એ અણગમાને વ્યક્ત કરવા માટે એનાથી સારા રસ્તા છે. બાકી તમે કહ્યું તેમ ગુજરાતી કે ભારતીયો પણ કંઈ દૂધે ધોયેલા નથી જ. આપણે ત્યાં IPCL, IOC, L&T કે એવી અન્ય નોકરીમાં સાઉથ ઈન્ડિયન આવતા ત્યારે … વધારે લખવાની જરૂર નથી.

 4. સૌરભ શાહ Says:

  રાજીવ,
  તમે સાચી વાત કહી.

  રાઈનો પર્વત બનાવી દેવાનો મિડિયાનો ધંધો છે જેનાથી ખૂબ મોટું નુકસાન સમાજને થાય છે.

  ૨૦૦૨નાં ગુજરાત રાયટ્સ વખતે એ જ થયું અને મેં એવા રિપોર્ટ્સ વિશે ખૂબ લખ્યું છે જેમાંના કેટલાક અંગ્રેજી-ગુજરાતી લેખ મારી સાઇટ્ના બ્લોગ પર પ્ણ મૂક્યા છે, હજુ મૂકાશે.

  તમારા આ લેખ બદલ અભિનંદન.

  અહીં પણ કેટલાક લોકો તમારા જેવું જ વિચારે છે, પણ તેઓ રાજ ઠાકરેના માણસો મુંબઈમાં ઓસ્ટ્રેલિયાવાળી કરે, બિહારવાળા-યુ.પીવાળા સાથે, ત્યારે સમજણ દાખવવાને બદલે એ લોકોને બદનામ કરી નાખે છે.

  btw,મેલબર્નમાં મારા મિત્ર અને જાણીતા સાહિત્યકાર અશ્વિન દેસાઈ રહે છે, પરિચયમાં આવ્યા છો?

 5. Mahendra Shah Says:

  I am NRI from USA for last 29 years. I had liquor store for little long time. I was connected i Motel Business and I was connected with Social actities and in short USA have same problem. Not exception. If you read Godhara and Narmada problems some news papers or some group writes thinks and express with bias. If you read Gunwant Shah english papers or so called super people are always writes negative or not truth. So most of problems are from small to big done by news papers and TV. They want Tikha and Tam tam ta news to make them popular for advt revenue. Many people will agree that some setalwad and Patkar do all problems for their gain to damage majority and community

 6. Shah Pravinchandra Says:

  ગેસ પર દૂધ મૂકો ગરમ કરવા.
  ગરમ થાય એટલે ઉતારવું પડે.
  અને જો ધ્યાન ના અપાય તો
  ઊભરો આવે,બગડે,દઝાય પણ.

 7. રાજીવ Says:

  ગેસ પર દૂધ મૂકો ગરમ કરવા.
  ગરમ થાય એટલે ઉતારવું પડે.
  અને જો ધ્યાન ના અપાય તો
  ઊભરો આવે,બગડે,દઝાય પણ.

  વાહ…. ચાર પંકિતમાં ઘણુ બધુ કહી દીધુ…

  બધા જ મિત્રોના અભિપ્રાયો બદલ તેમનો ખુબ ખુબ આભાર…

  રાજીવ

 8. Only one word for this post Says:

  Amen!

 9. Ramesh Patel Says:

  Be careful and also to maintain good gestures
  when we have to serve in different parts.
  But you can’t ignore the facts.

  Ramesh Patel(Aakashdeep)

 10. Nitin Parekh Says:

  whenever you are going to any place other than your native state you should learn to respect their culture, privacy and their tradition.As they says for Parsis ” Dislove your self like Sugar in Milk”

 11. Deepak Fofandi Says:

  Dear Rajiv,

  Its true, I am in Africa from Last 7 years and I am really happy to stay with black peoples. They are good human. We are taking his job, still thay are respecting us. Indian Media …. Toba. I can’t say anything regarding our Media and Politician.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: