ના ચોઘડિયા મળે

search

ગામ આખુ ખાલી ફકત પાળિયા મળે,
ના ઉંબરા, ના ટોડલા, ના નળિયા મળે.

ભાગો તો સામે ઘુઘવતા દરિયા મળે,
તરો તો સાવ સુકા કોરા તળિયા મળે.

મળે સામ સામે બેઉ બળિયા મળે,
એક રૂપિયાના બસ બે અડધિયા મળે.

મનની જેમ મનાવી લો ઉત્સવ,
લ્યો ખાલી ખાલી પ્રસાદના પળિયા મળે.

વક્ર દશા ચંદ્રની આઠમા સ્થાને રાહુ,
ના ગ્રહો મળે ના ચોઘડિયા મળે.

તાળી આપનારા હાથ-તાળી દઈ ગયા,
વ્હાલપના પરિમાણ સગવડિયા મળે.

રામ ગયા, શબરી ગઈ, મીઠા બોર ગયા,
ફરી કરો વાવેતર જો ઠળિયા મળે.

મારો જીવ મોકલું તો ક્યામ મોકલાવું,
તારા ના વાવડ, ના કાગળિયા મળે.

– ફકત તરુણ
એમના કાવ્ય સંગ્રહ “સંગે મરમર”માંથી

Advertisements

6 Responses to “ના ચોઘડિયા મળે”

 1. Pinki Says:

  very nice liked it ……. !!

 2. maulik shah Says:

  ઘણુ સરસ સુંદર સર્જન ને મજાની ફ્રેમ માં મઢી મૂકવા બદલ ધન્યવાદ્..!

 3. aagaman Says:

  મારો જીવ મોકલું તો ક્યામ મોકલાવું,
  તારા ના વાવડ, ના કાગળિયા મળે.

  અદભૂત રચના

  http://www.aagaman.wordpress.com

  Mayur

 4. Capt. Narendra Says:

  તમારૂં ગીત ઘણું જ ગમ્યું. સુંદર, સરળ ભાવ, એટલા જ મધુર ઢાળ! વાહ! અભિનંદન સ્વીકારશો..

 5. Dilip Gajjar Says:

  sunder rachana..gharma eva kok divas chohgadiya aave..yaad aavi jay Asharaf dabavala

 6. dangodara vinod Says:

  મારો જીવ મોકલું તો ક્યામ મોકલાવું,
  તારા ના વાવડ, ના કાગળિયા મળે.

  અદભૂત રચના
  http://www.gujarti.nu/blog/vinod

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: