અમે દરિયો જોયોને તમે યાદ આવ્યા

અમે દરિયો જોયોને તમે યાદ આવ્યા
અમે દરિયો ખોયોને તમે યાદ આવ્યા

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતુ પાણી,
તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી.

અમે રેતી જોઈને તમે યાદ આવ્યા
અમે વાણી ખોઈને તમે યાદ આવ્યા

અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ
તમે નદીઓનાં ડુબેલા ગાન
અમે ડુબવાની ઘટનાનું ભુરુ આકાશ
તમે વાદળમાં સાગરનુ ભાન

નામ ડુબતુ જોયુ ને તમે યાદ આવ્યા
આભ ઉગતુ જોયુ ને તમે યાદ આવ્યા

રચનાઃ ભાગ્યેશ ઝા
સ્વરઃ સોલી કાપડીયા
આલ્બમઃ આપણા સંબંધ

Advertisements

13 Responses to “અમે દરિયો જોયોને તમે યાદ આવ્યા”

 1. દક્ષેશ Says:

  અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો,
  તમે રેતીમાં સળવળતું પાણી
  તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ (કોરી ને બદલે ખારી છે)
  અમે માછલીના સ્પર્શની વાણી.

  .. સુંદર ગીત.

  રચનાકાર ???

 2. sapana Says:

  Sunder geet.
  sapana

 3. ગરીમા શેઠ Says:

  Khhub j majanu geet chhe…!

 4. રાજીવ Says:

  મિત્ર દક્ષેશ,
  આપની કોમેન્ટ બદલ ખુબ ખુબ આભાર… ભુલ તરફ ધ્યાન દોરવા માટે અલગથી આભાર… મને ગીતના રચનાકારનુ નામ ખ્યાલ નથી… કોઈ વાચક મિત્રને જાણ હોય તો જરુરથી જણાવજો..

  રાજીવ

 5. Pinki Says:

  રચનાકારનુ નામ : ભાગ્યેશ ઝા

  nice song ….. !!

 6. રાજીવ ગોહેલ Says:

  મિત્ર પિંકી,

  રચનાકારનુ નામ જણાવવા બદલ ખુબ ખુબ આભાર… પોસ્ટમાં મુકી રહ્યો છું…

  રાજીવ

 7. Jagu Says:

  નામ ડુબતુ જોયુ ને તમે યાદ આવ્યા
  આભ ઉગતુ જોયુ ને તમે યાદ આવ્યા

  khubj sundar

 8. Dilip Gajjar Says:

  Very nice rajiv, Exellent song..enjoyed..if you so me how to post youtube song I will be greatful…

 9. Ramesh Patel Says:

  ભાગ્યેશ ઝા
  અમે દરિયો જોયોને તમે યાદ આવ્યા
  something something khoinakhe tevi સ્પર્શની વાણી.

  Ramesh Patel(Aakashdeep)

 10. pragnaju Says:

  સુંદર ગીત
  યાદ આવ્યા
  દરિયાને તીર એક રેતીની ઓટલી
  ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
  પગલું તે એક એક પાડે મહેમાન એમ
  રામજીની આણ અમે દીધી જી રે

  પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે … જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં, જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ

 11. dangodara vinod Says:

  very nice

 12. dangodara vinod Says:

  નામ ડુબતુ જોયુ ને તમે યાદ આવ્યા
  આભ ઉગતુ જોયુ ને તમે યાદ આવ્યા

 13. parmar kavita Says:

  વરસાદ માં બે પ્રેમી પંખીડા ને જોયા ને તમે યાદ આવ્યા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: