કે હું ગુજરી ગયો

19DeadTree001

પાંદડા ખર્યા અને મરી ગયો છું હું.... સરવર કાંઠે એક મૃત વૃક્ષ બની ગયો છું હું...

મને કરજો યાદ કે હું ગુજરી ગયો છું,
ને વ્હેંચજો પ્રસાદ કે હું ગુજરી ગયો છું.

ગુરૂ, ભગત, મહંત સઘળાં ગયા જ ને,
શા કામનો વિષાદ કે હું ગુજરી ગયો છું.

કોની આંખમાં, કોની નજરમાં, કોના દિલમાં હતો,
મુકી જ દો વિવાદ કે હું ગુજરી ગયો છું.

પૃથ્વી પરનો થોડો બોજ ઓછો થયો દોસ્ત,
સરવાળે થયો બાદ કે હું ગુજરી ગયો છું.

સ્તબ્ધ મહેફીલ તખલીય તખલીયા મૌન,
કોણ આપશે દાદ કે હું ગુજરી ગયો છું.

શરીસની જાળમાં ફસાયો હતો આત્મા,
થઈ ગયો આઝાદ કે હું ગુજરી ગયો છું.

“ફકત” ચાલો ઉઠાવો જનાજો, આપો કાંધ,
ઇરસાદ ઇરસાદ કે હું ગુજરી ગયો છું.

કવિઃ તરુણ ઢોલીયા (ફકત તરુણ)
કાવ્ય સંગ્રહઃ એક હતો હું (ફકત તરુણ)

Advertisements

4 Responses to “કે હું ગુજરી ગયો”

 1. Rohit Vanparia Says:

  ખુબ સરસ રચના આપે Post કરી છે. ‘પૃથ્વી પરનો થોડો બોજ ઓછો થયો દોસ્ત.’ એ હકીકત છે. છતાં પ્રથમ પંક્તિમાં કહેવાયું છે તેમ માણસ તેનાં મૃત્યુ પછી પણ તેની યાદોને કોઇ યાદ કરે કે રાખે તેવું ચાહતો હોય છે એ પણ હકીકત છે. – રોહિત @ Rajkot

 2. સુરેશ Says:

  બહુ જ સરસ રચના. ઘણી ગમી
  આ જ વીષય પર એક ભાવાનુવાદ
  http://gadyasoor.wordpress.com/2009/05/19/my-death/

 3. bipin mohanbhai chauhan Says:

  tamari rachna khubaj saras che haju lakhta rahejo

 4. mahendrapanchal Says:

  apni rachna mane bahuj pasand avi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: