મર્મ સમજાતો નથી

(ફુલોના ઉગવાનો મર્મ - પોર્ટ કેમ્પબેલ - ઓસ્ટ્રેલીયા - ૨૦૦૯)

(ફુલોના ઉગવાનો મર્મ - પોર્ટ કેમ્પબેલ - ઓસ્ટ્રેલીયા - ૨૦૦૯)

નિષ્ફળતાનો કારમો આ ભાર વેઠાંતો નથી,
ને સફળતાનો કોઇ અમને, માર્ગ દેખાતો નથી.

શમણાં બધા સુખો તણાં, આવ્યા અને ચાલ્યા ગયા,
આંખો તણી આ પ્યાસનો, પ્રવાસ રોકાતો નથી.

કુંપળ ઉગે છે એક જ્યાં, સુકા પત્તા તુટી પડે,
જીવન અને મૃત્યુ તણો, આ મર્મ સમજાતો નથી

બેબશ પ્રભુ, અમને બધાને કેમ રે છોડી દીધા,
જાણે અમારી સાથ તારો, કોઈ પણ નાતો નથી.

જીવન તણાં આ ભારને માથે મુકી ભમતો રહ્યો,
ને આજે મારા શ્વાસનો, આ ભાર ઉચકાતો નથી.

મીઠી તમારી વાતમાં ‘રાજીવ’ ખોવાયો હતો,
જુઓ હવે તે કોઈની વાતોથી ભરમાતો નથી.

છંદવિધાનઃ ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

રચનાઃ રાજીવ ગોહેલ

Advertisements

10 Responses to “મર્મ સમજાતો નથી”

 1. દક્ષેશ Says:

  શમણાં બધા સુખો તણાં, આવ્યા અને ચાલ્યા ગયા,
  આંખો તણી આ પ્યાસનો, પ્રવાસ રોકાતો નથી.

  સુંદર ..

 2. vijayshah Says:

  નિષ્ફળતાનો કારમો આ ભાર વેઠાંતો નથી,
  ને સફળતાનો કોઇ અમને, માર્ગ દેખાતો નથી.

  sahaj laagataa shabdomaa niraashaa jalada chhe
  kaavya parantu saras chhe

 3. sapana Says:

  Dear Rajiv,

  Very Nice Chand.I want to learn how to write in Chand.

  Sapana

 4. Ramesh patel Says:

  કુંપળ ઉગે છે એક જ્યાં, સુકા પત્તા તુટી પડે,
  જીવન અને મૃત્યુ તણો, આ મર્મ સમજાતો નથી

  બેબશ પ્રભુ, અમને બધાને કેમ રે છોડી દીધા,
  જાણે અમારી સાથ તારો, કોઈ પણ નાતો નથી.

  Khuba ja gami.feel one step above,
  very philosophical talk.

  congratulation for sharing nice gazal.

  Ramesh Patel(Aakashdeep)

 5. વિવેક ટેલર Says:

  સુંદર રચના… પણ આ વખતે છંદ-દોષ વધારે છે…

 6. પરેશ Says:

  ખુબ જ સુંદર રચના થઈ છે..

  બેબશ પ્રભુ, અમને બધાને કેમ રે છોડી દીધા,
  જાણે અમારી સાથ તારો, કોઈ પણ નાતો નથી.

  વાહ..

 7. ગરીમા શેઠ Says:

  સુંદર ગઝલ, ભાવવાહી લખાણ

 8. રઝિયા મિર્ઝા Says:

  જીવન તણાં આ ભારને માથે મુકી ભમતો રહ્યો,
  ને આજે મારા શ્વાસનો, આ ભાર ઉચકાતો નથી.
  સુંદર શેર !!!!!!!!અભિનંદન.

 9. ANAYAS Says:

  જીવન તણાં આ ભારને માથે મુકી ભમતો રહ્યો,
  ને આજે મારા શ્વાસનો, આ ભાર ઉચકાતો નથી.

  રાજીવભાઇ ખુબજ સરસ છંદ રચના…….. મને પણ ખુબજ ઇચ્છા છે છંદમય લખવાની,,, કોઇ અભિપ્રાય આપનો હોય તો જરૂરથી જણાવશો

 10. Pancham Shukla Says:

  બહુ ભાવવાહી ગઝલ છે. માત્ર બે-ચાર જ્ગ્યાએ શબ્દ-ગોઠવણથી છંદ પણ બરાબર સચવાઈ જાય એમ છે.

  દા.ત.

  નિષ્ફળતાનો કારમો આ ભાર વેઠાંતો નથી
  ને બદલે…
  વૈફલ્યનો અતિ કારમો આ ભાર વેઠાતો નથી.

  આંખો તણી આ પ્યાસનો, પ્રવાસ રોકાતો નથી.
  ને બદલે

  આંખો તણી આ પ્યાસનો પરવાસ રોકાતો નથી.

  પળ ઉગે છે એક જ્યાં, સુકા પત્તા તુટી પડે,
  ને બદલે
  કુંપળ ઉગે છે એક જ્યાં પત્તા સુકા તુટી પડે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: