બસ એટલી સમજ

બસ એટલી સમજ મને પરવરદિગાર દે
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે

નવરાશ છે હવે જરા સરખામણી કરું
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન
દે એક મહાન દર્દ અને પારાવાર દે

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે

– મરીઝ

સ્વરઃ મનહર ઉધાસ
આલ્બમઃ આવાઝ

રચનાના શબ્દો આભાર સહ “લાપાળીયા” બ્લોગ પરથી લીધા છે…

Advertisements

3 Responses to “બસ એટલી સમજ”

  1. Jagu Says:

    khub j sundar rachanaa ane khub j sundar gayaki.

  2. krishna Says:

    wah…aa Mariz sir ni mari sauthi priya rachna chhe…

  3. Pankaj Kothari Says:

    Khud MARIZ thaine badhane mithi dava(medicine) pivdavi gaya!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: