Archive for એપ્રિલ, 2009

भागे है बयाबां मुझ से

એપ્રિલ 29, 2009

desert

हर क़दम दूरी-ए मनज़िल है नुमायां मुझ से
मेरी रफ़तार से भागे है बयाबां मुझ से

જેટલા ડગલા ભરું છું તેટલીજ મંઝિલ મારાથી દુર થતી જાય છે, મને લાગે છે કે મારી ચાલની સાથે સાથે રણ પણ એટલુ વિસ્તરતુ જાય છે

वहशत-ए आतिश-ए दिल से शब-ए तनहाई में
सूरत-ए दूद रहा सायह गुरेज़ां मुझ से

દિલના પાગલપનની આગમાં, એકલતાની રાતમાં, ધુમાડો જાણે કે મારામાંથી નીકળી મને જ ઢાંકી રહ્યો છે

असर-ए आबलह से जादह-ए सहरा-ए जुनूं
सूरत-ए रिशतह-ए गौहर है चिराग़ां मुझ से

મારા પગના છાલાઓમાંથી પડેલા લોહીથી પાગલપનના રણનો માર્ગ જળહળી ઉઠ્યો છે જેમકે મારા પસાર થયેલા માર્ગ પર જાણે મોતીઓની માળાઓ પડી હોય

निगह-ए गरम से इक आग टपकती है असद
है चिराग़ां ख़स-ओ-ख़ाशाक-ए गुलिसतां मुझ से

મારા ગરમ નયનમાંથી એક આગ ઝરે છે અસદ (ગાલિબ), અને તેનાથી આ બાગ આખો રોશન થઈ રહ્યો છે

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

Advertisements

બધાયે નીચે હોય ને…

એપ્રિલ 27, 2009

બધાયે નીચે હોય ને, આપણે ઉપર હોઇયે…,
જ્યારે હાથમાં હાથ હોય ને, આપણે હોઇયે.

ઉપર જમીન, નીચે આકાશ ને લાગણીના વાદળો,
નવીજ એક દુનિયા હોય ને આપણે હોઇયે,
જ્યારે હાથમાં હાથ હોય ને, આપણે હોઇયે.
બધાયે નીચે હોય ને…

રેશમની રેત, ઈંતજારનો ઉમરો ને પ્રેમનુ પ્રાંગણ,
એક નાનુ ઝુપડૂં હોય ને, આપણે હોઈયે,
જ્યારે હાથમાં હાથ હોય ને, આપણે હોઇયે.
બધાયે નીચે હોય ને…

શુન્યતાનુ સરોવર, સૂગંઘનો સાગર ને સ્નેહનો શોર,
ભોળા ભુલકાંની દિવાલમાં નગર ને આપણે હોઈયે,
જ્યારે હાથમાં હાથ હોય ને, આપણે હોઇયે.
બધાયે નીચે હોય ને…

સ્વરઃ સાધના સરગમ
આલ્બમઃ તરબતર લાગણીઓ

ચમન બનેગા કરોડપતિ – ભાગ ૧

એપ્રિલ 24, 2009

બસ એટલી સમજ

એપ્રિલ 22, 2009

બસ એટલી સમજ મને પરવરદિગાર દે
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે

નવરાશ છે હવે જરા સરખામણી કરું
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન
દે એક મહાન દર્દ અને પારાવાર દે

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે

– મરીઝ

સ્વરઃ મનહર ઉધાસ
આલ્બમઃ આવાઝ

રચનાના શબ્દો આભાર સહ “લાપાળીયા” બ્લોગ પરથી લીધા છે…

વીજળી ઝબુકે ને…

એપ્રિલ 20, 2009

વીજળી ઝબુકે ને ઘનનાદ ગાજે, ઉભા છે નંદના કિશોર
વાગે છે વાંસળીને વાગે છે મોરલી, મધુવન ગહેકે છે મોર

ઝરમર ઝરમર મેહુલો વરસે, ભીંજે છે રાધાના ચીર
ભરપુર યમુનાજી હલકે ને છલકે લોઢણીયે લહેરાતા નીર

વીજળી ઝબુકે ને ઘનનાદ ગાજે, ઉભા છે નંદના કિશોર…

જમુનાજી ઘાટે પનઘટ ગાજે, કાન્હાને નીરખે નૈન
મંદ મંદ હસીને ગોપીઓ ખેલે, મીઠલડાં લાગે છે વેણ

વીજળી ઝબુકે ને ઘનનાદ ગાજે, ઉભા છે નંદના કિશોર…
વાગે છે વાંસળીને વાગે છે મોરલી, મધુવન ગહેકે છે મોર…

– ગીતઃ અજ્ઞાત,

ગાયકઃ અચલ મેહતા, રીષભ ગરબા વૃંદ

ધીરુના ધમપછાડા – ભાગ ૨

એપ્રિલ 17, 2009

મધુશાલા – હરિવંશરાય બચ્ચન

એપ્રિલ 15, 2009

સ્વરઃ મન્ના ડે

मृदु भावों के अंगूरों की आज बना लाया हाला,
प्रियतम, अपने ही हाथों से आज पिलाऊँगा प्याला,
पहले भोग लगा लूँ तेरा फिर प्रसाद जग पाएगा,
सबसे पहले तेरा स्वागत करती मेरी मधुशाला।।१।

प्यास तुझे तो, विश्व तपाकर पूर्ण निकालूँगा हाला,
एक पाँव से साकी बनकर नाचूँगा लेकर प्याला,
जीवन की मधुता तो तेरे ऊपर कब का वार चुका,
आज निछावर कर दूँगा मैं तुझ पर जग की मधुशाला।।२।

प्रियतम, तू मेरी हाला है, मैं तेरा प्यासा प्याला,
अपने को मुझमें भरकर तू बनता है पीनेवाला,
मैं तुझको छक छलका करता, मस्त मुझे पी तू होता,
एक दूसरे की हम दोनों आज परस्पर मधुशाला।।३।

भावुकता अंगूर लता से खींच कल्पना की हाला,
कवि साकी बनकर आया है भरकर कविता का प्याला,
कभी न कण-भर खाली होगा लाख पिएँ, दो लाख पिएँ!
पाठकगण हैं पीनेवाले, पुस्तक मेरी मधुशाला।।४।

मधुर भावनाओं की सुमधुर नित्य बनाता हूँ हाला,
भरता हूँ इस मधु से अपने अंतर का प्यासा प्याला,
उठा कल्पना के हाथों से स्वयं उसे पी जाता हूँ,
अपने ही में हूँ मैं साकी, पीनेवाला, मधुशाला।।५।

मदिरालय जाने को घर से चलता है पीनेवला,
‘किस पथ से जाऊँ?’ असमंजस में है वह भोलाभाला,
अलग-अलग पथ बतलाते सब पर मैं यह बतलाता हूँ –
‘राह पकड़ तू एक चला चल, पा जाएगा मधुशाला।’। ६।

चलने ही चलने में कितना जीवन, हाय, बिता डाला!
‘दूर अभी है’, पर, कहता है हर पथ बतलानेवाला,
हिम्मत है न बढूँ आगे को साहस है न फिरुँ पीछे,
किंकर्तव्यविमूढ़ मुझे कर दूर खड़ी है मधुशाला।।७।

मुख से तू अविरत कहता जा मधु, मदिरा, मादक हाला,
हाथों में अनुभव करता जा एक ललित कल्पित प्याला,
ध्यान किए जा मन में सुमधुर सुखकर, सुंदर साकी का,
और बढ़ा चल, पथिक, न तुझको दूर लगेगी मधुशाला।।८।

मदिरा पीने की अभिलाषा ही बन जाए जब हाला,
अधरों की आतुरता में ही जब आभासित हो प्याला,
बने ध्यान ही करते-करते जब साकी साकार, सखे,
रहे न हाला, प्याला, साकी, तुझे मिलेगी मधुशाला।।९।

सुन, कलकल़ , छलछल़ मधुघट से गिरती प्यालों में हाला,
सुन, रूनझुन रूनझुन चल वितरण करती मधु साकीबाला,
बस आ पहुंचे, दुर नहीं कुछ, चार कदम अब चलना है,
चहक रहे, सुन, पीनेवाले, महक रही, ले, मधुशाला।।१०।

*******************

મધુશાલામાં હરિવંશરાય બચ્ચને કુલ ૧૩૫ શેર લખેલ છે…
બધા અહી સમાવવા અશક્ય છે પણ આપ તે વાંચી શકો છો…
મધુશાલાના બધાજ શેર વાંચવા માટે અહી ક્લીક કરો…!

આભારઃ કાવ્યાલય