બેઠા હોય છે

(તપ - એપોલો બે (ગ્રેટ ઓસન રોડ) - ઓસ્ટ્રેલિયા - ૮/૨/૨૦૦૯)

(તપ - એપોલો બે (ગ્રેટ ઓસન રોડ) - ઓસ્ટ્રેલિયા - ૮/૨/૨૦૦૯)

લોક ત્યાં ટાંપીને બેઠા હોય છે
આગ જે ચાંપીને બેઠા હોય છે

છાંય ક્યાં મળશે? અહીં સ્નેહીજનો
વૃક્ષ સૌ કાપીને બેઠા હોય છે

સત્ય બાબત કોણ સાંભળશે તને !
સત્ય જે સ્થાપીને બેઠા હોય છે

આપવા બીજું ન’તું કોઈ કને
દુ:ખ પણ આપીને બેઠા હોય છે

તું જ નિર્ણય લે, જવું છે કઈ તરફ ?
માર્ગ આ વ્યાપીને બેઠા હોય છે

તે પછી ચિન્તા રહે ના એક પણ
જે કબર માપીને બેઠા હોય છે

– મનોહર ત્રિવેદી

Advertisements

10 Responses to “બેઠા હોય છે”

 1. Tejal Says:

  તું જ નિર્ણય લે, જવું છે કઈ તરફ ?
  માર્ગ આ વ્યાપીને બેઠા હોય છે

  khub j sundar

 2. દક્ષેશ Says:

  લોક ત્યાં ટાંપીને બેઠા હોય છે…
  ટાંપીને બેસવું એ શબ્દપ્રયોગ માટે બહુ અનુરૂપ ફોટો પસંદ કર્યો છે …

 3. Mahendra Shah Says:

  Very good.

  Mahendra Shah.

 4. neetakotecha Says:

  સત્ય બાબત કોણ સાંભળશે તને !
  સત્ય જે સ્થાપીને બેઠા હોય છે

  wahhhh khuub saras ane sachi vat…

 5. Rekha Says:

  sundar…

 6. વિવેક ટેલર Says:

  સુંદર અર્થસભર ગઝલ….

 7. Jigna Says:

  Sundar chitr, sundar arthsabhar gazal

 8. snehaakshat Says:

  છાંય ક્યાં મળશે..અહીં સ્નેહીજનો વ્રુક્ષ સૌ કાપીને બેઠા હોય છે…એકદમ સાચું..
  સ્નેહા-અક્ષિતારક
  http://akshitarak.wordpress.com

 9. kanti Vachhani Says:

  લોક ત્યાં ટાંપીને બેઠા હોય છે

  વાત સાચી છે……વાસ્તવિક છે……

  પુરુષાર્થ
  http://jshiroya.blogspot.com/

 10. maxthon Says:

  nrlkpivlo http://www.maxthon3.com – maxthon3 download kbcsyccaq

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: