આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ

નીંદર ના’વે ત્રણ જણાં, ક્યોને સખી કીયા?
પ્રિત વછોયા, બહુરણાં, ખટકે વેર ઘણાં

આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ,
આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ.
પ્રિતી ના’રે કરશુ અમે, સાથિયા હો રાજ,
આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ.

હે…, માણીગર તમે મુજ મનડાંના મોર,
હે…, માણીગર તમે મુજ મનડાંના મોર,
મારે હૈયાના ટોડલડે આવી ટહુક્યા હો રાજ.
આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ,

હે…, ગોરાંદે અમે ખાંડાના ખેલનહાર,
હે…, ગોરાંદે અમે ખાંડાના ખેલનહાર,
આ બંડડા રહેશે તો પાછા ઉગશુ હો રાજ.
આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ,

હે…, પડશે રે તારી જે ધરતી પર રાખ,
હે…, પડશે રે તારી જે ધરતી પર રાખ,
અમે ઇ રે ધરતીમાં પાછા ઉગશુ હો રાજ,
આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ,

ગાયકઃ મહેન્દ્ર કપુર અને આશા ભોંસલે

Advertisements

6 Responses to “આંખ્યુંમાં ગોરી…., આંજી લીધા છે ગુલાલ”

 1. Geeta Says:

  Sundar geet

 2. Chirag Says:

  khub j majanu geet

  હે…, પડશે રે તારી જે ધરતી પર રાખ,
  અમે ઇ રે ધરતીમાં પાછા ઉગશુ હો રાજ,

 3. Jayshree Says:

  Really melodious song…
  બહુરણાં, ખટકે વેર ઘણાં – etale?

 4. રાજીવ ગોહેલ Says:

  જયશ્રીજી,

  પ્રથમ તો આપના અભિપ્રાય અને બ્લોગ મુલાકાત માટે આભાર…! હવે લઈએ વાત તમે કરેલા પ્રશ્નની…

  નીંદર ના’વે ત્રણ જણાં, ક્યોને સખી કીયા?
  પ્રિત વછોયા, બહુરણાં, ખટકે વેર ઘણાં

  કવિ કહે છે કે ત્રણ અવસ્થામાં હોય તેવા નર-નારીને નીંદર (ઉંઘ) નથી આવતી… પ્રથમ પેમમાં વિખુટા પડેલા હોય તે, બીજા જે બહુ રડ્યા હોય તે અને ત્રીજા કે જેના મનમાં વેર ખટકતુ હોય તે…!

  આભાર સહ… રાજીવ

 5. ઊર્મિ Says:

  સુંદર કર્ણપ્રિય ગીત. પ્રથમવાર જ સાંભળ્યું.

  બહુરણાં શબ્દ વિશે ખ્યાલ ન્હોતો… એ સમજાવવા બદલ આભાર રાજીવ.

 6. ઊર્મિ Says:

  મને આવું સંભળાયું ને સમજાયું છે: “ક્હોને સખી કિયા” અને “પ્રિતીનાં રે કરશું અમે સાથિયા હો રાજ”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: