Archive for માર્ચ, 2009

કોક વાર આવતા ને જાતા

માર્ચ 30, 2009

કોકવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

પુનમનો ચાંદ જ્યા ઉગે આકાશમાં ત્યાં ઉછળે છે સાગરના નીર
મારુ એ ઉર હવે ઉછળવા ચાહે એવુ બન્યુ છે આજ તો અધીર
સાગરને તીર તમે આવોને ચાંદ સા ખીલી રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો
શાને સતાવો મારી ઉરની સિતારના, તારો છેડો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

કોકવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

Advertisements

બાયડી મારી બબુચક – ભાગ ૧

માર્ચ 27, 2009

… नहीं कर्‌ते

માર્ચ 25, 2009

the_veil

हम रश्‌क को अप्‌ने भी गवारा नहीं कर्‌ते
मर्‌ते हैं वले उन की तमन्‌ना नहीं कर्‌ते

અમે અમારા પોતાની જલન પણ સ્વીકારતા નથી, અમે મરી જશુ પણ તેની તમન્ના કરતા નથી.

दर पर्‌दह उन्‌हें ग़ैर से है रब्‌त-ए निहानी
ज़ाहिर का यह पर्‌दह है कि पर्‌दा नहीं कर्‌ते

પરદાની પાછળ તે બીજા સાથે સંબંધ રાખે છે, જાહેરનો આ પરદો છે કે પરદો નથી કરતા.

यह बा`इस-ए नौमीदी-ए अर्‌बाब-ए हवस है
ग़ालिब को बुरा कह्‌ते हो अच्‌छा नहीं कर्‌ते

તમે જે કરો છો તે દિવાનાઓ માટે સારુ નથી, ગાલિબ (કે જે તમારો પ્રેમી છે) તેને ખરાબ કહો છો તે સારુ નથી કરતા

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

બેઠા હોય છે

માર્ચ 23, 2009

(તપ - એપોલો બે (ગ્રેટ ઓસન રોડ) - ઓસ્ટ્રેલિયા - ૮/૨/૨૦૦૯)

(તપ - એપોલો બે (ગ્રેટ ઓસન રોડ) - ઓસ્ટ્રેલિયા - ૮/૨/૨૦૦૯)

લોક ત્યાં ટાંપીને બેઠા હોય છે
આગ જે ચાંપીને બેઠા હોય છે

છાંય ક્યાં મળશે? અહીં સ્નેહીજનો
વૃક્ષ સૌ કાપીને બેઠા હોય છે

સત્ય બાબત કોણ સાંભળશે તને !
સત્ય જે સ્થાપીને બેઠા હોય છે

આપવા બીજું ન’તું કોઈ કને
દુ:ખ પણ આપીને બેઠા હોય છે

તું જ નિર્ણય લે, જવું છે કઈ તરફ ?
માર્ગ આ વ્યાપીને બેઠા હોય છે

તે પછી ચિન્તા રહે ના એક પણ
જે કબર માપીને બેઠા હોય છે

– મનોહર ત્રિવેદી

ધીરુનો ધરતીકંપ – ભાગ ૨

માર્ચ 20, 2009

…લખું

માર્ચ 18, 2009

લાવને હું પ્રેમની વાતો લખું,
જાગતા કાઢી’તી તે રાતો લખું.

તારી આંખોમાં ખુદને શોધવા,
મે કરી’તી તે તહ્કીકાતો લખું.

તું કહે તો ચાંદ પણ લાવી દઉ,
નામ તારા, સૌ ઝવેરાતો લખું.

ઉંધમાં મળતા રહીયે હું ને તું,
ને ઉઠી આપ્ણી મુલાકાતો લખું.

હૃદયના પાને હળ્વેથી રોજ હું,
પ્રેમરસમાં તરબતર વાતો લખું.

એક જીગર, એક જાન બની રહ્યાં,
આપણા એવા તલ્લુકાતો લખું.

રચનાઃ રાજીવ ગોહેલ
છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગા

પ્રિય મિત્રો,

૧૬મી માર્ચે આપણા સૌના પ્રિય એવા ડો. વિવેક ટેલરનો જન્મદિવસ હતો. મને ખ્યાલ ન હોવાથી હું તેમને તે દિવસે શુભેચ્છાઓ આપવાનુ ચુકી ગયો છું જેનુ મને ભારો ભાર દુઃખ છે. પણ દેર આયે દુરુસ્ત આયે ની જેમ હું આજે તેમને મોડેથી તો મોડેથી પણ તેમના જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ મારી લખેલી આજની રચનાથી પાઠવી રહ્યો છું…

આપનો મિત્ર

રાજીવ

આપી દઉ ક્ષણો, સમયને…

માર્ચ 16, 2009

આપી દઉ ક્ષણો, સમયને, આખી જીંદગી…,
શરત એ કે જીવનસફરમાં હમસફર તમે બનો.

લઈ જાવ પ્રેમ, સ્નેહ અરે, આખુ દિલ આપ્યુ,
બેફિકર થઈ, શરત એટલી કે એ દિલમાં તમે રહો.

આપી દઉ ક્ષણો, સમયને, આખી જીંદગી…,
શરત એ કે જીવનસફરમાં હમસફર તમે બનો.

તમે શ્વાસ-ઉચ્છવાસ-પ્યાસ ને, તમેજ અમારી તલાશ,
રાખ બની જાઉ, શરત એટલી કે મશાલ તમે બનો.

ઉર્મીઓ સંવેદનો સંવેગો શમણાં સ્પંદનો બધો તમારો,
પાગલ બનુ જો, પાગલપણનુ કારણ તમે બનો.

આપી દઉ ક્ષણો, સમયને, આખી જીંદગી…,
શરત એ કે જીવનસફરમાં હમસફર તમે બનો.

સ્વરઃ મિતાલી સિંઘ
આલ્બમઃ તરબતર લાગણીઓ