પ્રભાત અને સંધ્યાના રંગો…

મિત્રો,

થોડા દિવસો પહેલા ગ્રેટ ઓસન રોડની ફરીથી મુલાકાત લીધી… ઓસ્ટ્રેલીયાનુ સૌથી સારુ ફરવા લાયક સ્થળ… આમ તો ફક્ત રસ્તોજ છે… પણ ખાસો લાંબો… કીલોમીટરના કીલોમીટર સુધી ફેલાયેલો… અને આખાજ રસ્તા પર, તમારી એક તરફ ઉચા ઉંચા ટેકરા અને તેના પરની હરિયાળી અને બીજી તરફ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ફેલાયેલો દરિયો… એટલેજ તો એને ગ્રેટ ઓસન રોડ કહે છે…! વચ્ચે અનેક બીચ અને અનેક બીજા ફરવાલાયક સ્થળો… કઈ કેટલાય રાષ્ટ્રીય ઉધ્યાનો… અને અભયારણ્યો…! આ મારી ત્યાંની ચોથી મુલાકાત હતી… આ વખતે અમે સમય લઈને ગયા હતા તેથી શાંતિથી કુદરતના ખોળે રહી શકાય…! લોર્ન અને પોર્ટ કેમ્પબેલની નજીક આવેલા ૧૨ એપોસ્ટલ્સ પાસે પ્રભાતના અને સંધ્યાના થોડા ફોટા મારા નવા ડીજીટલ એસ. એલ. આર કેમેરા (સોની આલ્ફા એ-૩૦૦)થી લીધા અને કુદરતની લખેલી કવિતાઓને છબીરુપે કેદ કરવાની કોશિશ કરી… થોડા એજ કાવ્યો અહી આ સાથે મુકી રહ્યો છું…!

આપનો મિત્ર – રાજીવ

પ્રભાતના રંગ, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

પ્રભાતના રંગ, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

પ્રભાતના રંગ પાણી પર, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

પ્રભાતના રંગ પાણી પર, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

સુર્યના કિરણોમાં જીંવત પથ્થરો, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

સુર્યના કિરણોમાં જીંવત પથ્થરો, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

આભમાં પ્રભાતના હસ્તાક્ષર, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

આભમાં પ્રભાતના હસ્તાક્ષર, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

ચમકી ઉઠેલુ વાદળુ, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

ચમકી ઉઠેલુ વાદળુ, લોર્નના દરિયા કિનારે, ગ્રેટ ઓસન રોડ, ૭/૨/૨૦૦૯

સંધ્યાના રંગ, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના રંગ, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના પંખીઓનો કલશોર, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના પંખીઓનો કલશોર, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના નભમાં છે લાલી શરાબી, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

સંધ્યાના નભમાં છે લાલી શરાબી, ૧૨ એપોસ્ટલ્સ - પોર્ટ કેમ્પબેલ, ગ્રેટ ઓસન રોડ, ૮/૨/૨૦૦૯

આ સાથે શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)ની રચના “આકાશ દર્શન” કે જે આ બધા ફોટા માટે જ લખાય છે તે મુકી રહ્યો છું…!

રુપ નીતરતું આભ અનેરું છલકાતું મલકાતું’તું
શ્વેત શ્યામલ ઘટા ઉપહારે નભ ભૂરું હરખાતું’તું

દૂર વ્યોમે ધૂપ છાયે હસી હસી ડુંગર લહેરાતા’તા
પંખ પસારી વ્યોમ પંખીડા મસ્ત મસ્તીથી વિહરતા’તા

અધ ખૂલ્લા નભ પટે ભાનુ ભૂરા સાજ સજાવતો’તો
દિવ્ય ઘૂમ્મટના દર્શન પામી પૃથ્વીવાસી હરખાતો’તો

જળ તરંગો અનંગ સપાટે ઉર ઊર્મિ ઉછાળતા’તા
ઉડતા આવી પંખી ટોળાં કલરવ વૃક્ષોએ ભરતા’તા

નીર પટે નાનાં જળચર રમ્ય પથ પ્રગટાવતા’તા
ભરી છાબ ઉમંગ પુષ્પે વહાલ વિધાતા વરસાવતા’તા

નેત્ર રમ્ય ચિત્રણ ચિત્તે કોઈ રંગભરી ચીતરતું’તું
નીલ નભે મનોહર ઉજાશે દિલે દર્શન ખીલતું’તું

– રમેશ પટેલ (આકાશદીપ)

10 Responses to “પ્રભાત અને સંધ્યાના રંગો…”

 1. ઊર્મિ Says:

  nice snaps…!

 2. દક્ષેશ Says:

  good pics. like 5th and the last one very much.

 3. જીગ્નેશ અધ્યારૂ Says:

  very nice clicks, i m speechless…..

  Very enjoyable place

  Regards, Jignesh

 4. Ramesh Patel Says:

  you have enjoyed the beauty of nature and also share
  with pictures.
  let me also add to read it

  આકાશ દર્શન
  રુપ નીતરતું આભ અનેરું છલકાતું મલકાતુંતું
  શ્વેત શ્યામલ ઘટા ઉપહારે નભ ભૂરું હરખાતુંતું

  દૂર વ્યોમે ધૂપ છાયે હસી હસી ડુંગર લહેરાતાતા
  પંખ પસારી વ્યોમ પંખીડા મસ્ત મસ્તીથી વિહરતાતા

  અધ ખૂલ્લા નભ પટે ભાનુ ભૂરા સાજ સજાવતોતો
  દિવ્ય ઘૂમ્મટના દર્શન પામી પૃથ્વીવાસી હરખાતોતો

  જળ તરંગો અનંગ સપાટે ઉર ઊર્મિ ઉછાળતાતા
  ઉડતા આવી પંખી ટોળાં કલરવ વૃક્ષોએ ભરતાતા

  નીર પટે નાનાં જળચર રમ્ય પથ પ્રગટાવતાતા
  ભરી છાબ ઉમંગ પુષ્પે વહાલ વિધાતા વરસાવતાતા

  નેત્ર રમ્ય ચિત્રણ ચિત્તે કોઈ રંગભરી ચીતરતુંતું
  નીલ નભે મનોહર ઉજાશે દિલે દર્શન ખીલતુંતું

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. વિવેક ટેલર Says:

  વાહ દોસ્ત! મજાની ‘ગોઠડી’ માંડી!!

 6. Vital Patel Says:

  Superb pictures of lovely nature
  and poem of Aakashdeep
  singing with heart to open up sky
  Enjoyed, Thanks
  Vital Patel

 7. Chirag Patel Says:

  શ્રી રાજીવભાઈ

  આપે કુદરતની પ્રસન્નતાને ફોટોગ્રાફી દ્વારા વણી લીધી.

  બસ વેબ સાઈટ ઓપન કરીએ અને માણ્યા કરીએ.

  વધુમાં આકાશદીપની રચના’ આકાશ દર્શન .પણ આબેહૂબ

  વર્ણન અને પ્રસન્નકર લાગી, જાણે સોનામાં સુગંધ ભળી.

  આપ તેને સાથોસાથ રાખો એવી લાગણી થાય છે.

  ચીરાગ પટેલ

 8. રાજીવ ગોહેલ Says:

  મિત્ર ચિરાગ,

  આપના અભિપ્રાય બદલ ખુબ ખુબ આભાર… આ સાથે આપના સુચન પ્રમાણે આકાશદીપની રચનાને કોમેન્ટમાંથી મુળ પોસ્ટ સાથે મુકી રહ્યો છું…

  રાજીવ

 9. Chirag Patel Says:

  This is real light of your heart.
  Thanks

  Chirag Patel

 10. hansvahini Says:

  Dear Rajiv,
  Every morning and evening has its own beauty and you have nicely kept it in your photographs. I wish,you enjoy enormous beauty of nature in your life.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


Follow

Get every new post delivered to your Inbox.

%d bloggers like this: