પગ મને ધોવા દ્યો રઘુરાય

મારુ અતિ પ્રિય ભજન… સાંભળુ એટલે સાંભળ્યા જ કરુ…

બહુ વરસો પહેલા આકાશવાણી પર આ ભજનની રોજ રાહ જોતા અને જો કોઈ દિવસ આ ભજન વાગે તો તે દિવસ સફળ થઈ જતો…

થોડા વખત પહેલા નીરજભાઈના બ્લોગ પર આ ભજનની ફરમાઈશ કરી હતી અને તેઓએ ખુબ જ ઝડપથી પાર્થિવ ગોહેલના અવાજમાં ભજન મુક્યુ હતુ… મારે ખરેખર પ્રફુલ દવેના અવાજમાં આ ભજન જોઈતુ હતુ… આજે આપ સૌ માટે બન્ને ધુરંધરોના અવાજમાં મારુ પ્રિય ભજન મુકી રહ્યો છુ…

સ્વરઃ પાર્થિવ ગોહેલ

 

સ્વરઃ પ્રફુલ દવે
ફિલ્મઃ રામાયણ

પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

રામ લક્ષ્મણ જાનકી તીર ગંગાને જાયજી
નાવ માંગી નીર તરવા ગુહ બોલ્યો ગમ ખાઇ …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

રજ તમારી કામણગારી મારી નાવ નાર બની જાયજી,
તો તો અમારા રંક જનની આજીવિકા ટળી જાય …
તેથી પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

સુણી વાણી ભીલ જનની જાનકી મુશ્કરાયજી,
અભણ કેવું યાદ રાખે, ઓલ્યા ભણેલા ભૂલી જાયજી …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

દિન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાયજી,
આપ જેવાને ઉભા રાખી પગ પખાળી જાયજી …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાયજી,
પારી ઉતારી પુછ્યુ, તમે શુ લેશો ઉતરાઇ …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

નાવની ઉતરાય ના લઈએ, આપણે ધંધા ભાઇ,
કાગ કહે કદી ખારવો ના લીયે, એજી ખારવાની ઉતરાઇ …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

– કવિ કાગ

Advertisements

4 Responses to “પગ મને ધોવા દ્યો રઘુરાય”

 1. ઊર્મિ Says:

  ખૂબ જ સ-રસ ગાયિકી… મારું પણ પ્રિય ભજન…!

 2. વિવેક Says:

  સુંદર રચના…

 3. chandravadan Says:

  Nice to listen this…
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com

 4. daulatsinh gadhvi Says:

  its nice bhajan.always like it to hear.Thanks.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: