સ્લમડોગ મીલીયોનેર…!

એકાદ મહિના પહેલા એક મુવી જોવા પહોચી ગયા હતા…! માત્ર ડાયરેકટરના નામને લીધે જ… ડોની બોયલે જેવો દિગ્ગજ ડાયરેકટર જો ભારતમાં મુવી બનાવે અને તે આપણે ના જોઈએ તો તે ચાલે જ નહી. મે લગભગ બધાજ ઈંડીયન ફિલ્મ ક્રિટીક્સનો નેગેટીવ રીવ્યુ વાંચ્યો છે આ ફિલ્મ માટૅ…! અહીં હું તમને મારા અભિપ્રાય આપવા માંગુ છું.

ડોની બોયલે યુથ, વેસ્ટેડ યુથ અને રીયાલીટીના સબ્જેક્ટ પર ફિલ્મ બનાવા માટે જાણીતા છે. મે તેમનુ “ટ્રેનસ્પોટીંગ” મુવી જોયુ છે અને જે પ્રમાણીકતાથી તેમણે ત્યાં ઈંગ્લેન્ડના યુવાનોની વાત કરી છે તેવી જ પ્રમાણીકતાથી તેમણે સ્લમડોગમાં મુંબઈના ઝુપડપટ્ટીમાં રહેતા બે મુસ્લિમ ભાઈઓની વાત કરી છે. “ટ્રેનસ્પોટીંગ”માં પ્રથમ ક્ષણથી અને પ્રથમ ડાયલોગથી જે ઇફેક્ટ આવે છે કંઈક તેવીજ ઈફેક્ટ સ્લમડોગમાં પણ મળે છે.

મે વિકાસ સ્વરુપની નોવેલ “Q & A” વાંચેલી નથી. સ્લમડોગ તેના પરથી બનાવવામાં આવી છે. પણ ડોની બોયલેના ડાયરેકશનમાં એક અનોખી વાત છે… ફિલ્મની વાર્તા આમતો એકદમ સરળ છે… એક ઝુપડપટ્ટીમાં રહેતો છોકરો કઈ રીતે કૌન બનેગા કરોડપતીમાં ભાગ લેવા પહોચી જાય છે અને કઈ રીતે તેનુ ભાગ્ય તેને તેના ખોવાયેલા પ્રેમને પામવા તરફ અને કરોડપતી બનવા તરફ દોરિ જાય છે તેની ખુબ જ ભાવસભર રજુઆત ફિલ્મમાં કરેલી છે… ફિલ્મમાં ઘણા દ્ર્શ્યમાં તમને ધૃણા ઉપજે તો માનજો કે તે નગ્ન વાસ્તવીકતા છે અને તેથી આપણે તેને સ્વિકારવા તૈયાર નથી. ફિલ્મના એવા પોઈન્ટને છોડી દઈએ તો ફિલ્મમાંથી ઘણુ બધુ મળી શકે તેવુ છે… ખાસ કરીને આપના બોલીવુડના ડાયરેક્ટરોએ તો તેમાથી પ્રેરણા લેવા જેવુ છે… ફિલ્મમાં થોડા અપશબ્દોને બાદ કરીયે તો ક્યાંય પણ અશ્લીલતા કે આછકલાય જોવા મળતી નથી… દરેક પાત્રને લગભગ જીવંત બનાવાયુ છે. મુખ્ય પાત્ર જમાલ અને તેનો બાળપણનો પ્રેમ લતીકા, કઈ રીતે મળે છે કઈ રીતે વિખુટા પડે છે, ફરી મળે છે અને ફરી વિખુટા પડે છે અને આખરે મળી જાય છે તેની ખુબ જ રસસભર રજુઆત છે. જમાલને ખબર હોય છે કે લતિકા કૌન બનેગા કરોડપતી જુવે છે અને તેથી તે તેમાં ભાગ લેવા જાય છે. ત્યાં તેને પુછવામાં આવેલા દરેક સવાલોના જવાબ જમાલે પોતાની હાડમારી ભરેલી જીંદગીમાં અનુભવેલા હોય છે. તેને જીંદગી એ એવા એવા વળાંક પર લાવીને ઉભો રાખ્યો હોય છે કે બધાજ સવાલોના જવાબ તેને આવડતા હોય છે… જમાલ કઈ બહુ ભણેલો નહતો કે નહતો ખુબજ હોશિયાર પણ તેની પાસે હતુ તેનુ ભાગ્ય જે તેને તેના પ્રેમને પામવામાં અને કરોડપતી બનવામાં સહાય કરે છે. દરેક સવાલના જવાબ પાછળ જમાલના જીવનનો એક ખરાબ પ્રસંગ રહેલો છે અને તે ડાયરેકટર ડોની બોયલે એ ખુબજ અસરકારક રીતે જીવંત કરી બતાવ્યુ છે…! એ. આર. રહેમાનનુ સંગીત અદ્ભુત છે…! અને મારે કહેવાની જરુર નથી કે સ્લમડોગને બેસ્ટ મુવી સહિત અનેક ઇન્ટરનેશનલ એવોર્ડ્સ મળ્યા છે.

જો તમને સારા મુવી જોવાનો શોખ હોય તો આ મુવી ચુકવા જેવુ નથી…! તેનુ એક ગીત “આજા આજા જીંદ સામિયાને કે તલે” આ પોસ્ટ સાથે મુકી રહ્યો છું.

રાજીવ

Advertisements

3 Responses to “સ્લમડોગ મીલીયોનેર…!”

 1. ધવલ Says:

  દુનિયાને કોઈ તાકાત માણસ પાસેથી એના પ્રેમ અને નસીબને છીનવી શકતી નથી… માણસ પોતાની જાતમાં વિશ્વાસ ન ગુમાવે તો !

 2. વિવેક Says:

  સાચી વાત, ધવલ…

  આ ફિલ્મ સાચે જ ચૂકવા જેવી નથી…

 3. pragnaju Says:

  જય હો…
  આજા આજા ઝિંદે શામિયાને કે તલે…
  આજા જરીવાલે નીલે આસમાં કે તલે…
  જય હો… ઝૂંપડપટ્ટીના ઘનઘોર જંગલના આગિયાની આકાશના તારા ચૂમવાની યાત્રાનો જયઘોષ કરતી સ્લમડોગ મિલિયોનેર ફિલ્મ આખી દુનિયાને એકસૂત્રે બાંધી ૭૨ આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ સાથે ક્રિટિકસ કોમર્શિયલી છવાઈ ગઈ છે. સ્લમમાં(ઝૂંપડપટ્ટીમાં) ઊછરેલા છોકરાને જીવનમાં જે અનુભવો થાય છે તે સરપ્રાઇઝ્લી કેબીસીની હોટ સીટ પર પૂછાતા પ્રશ્નોરૂપે કમ્પ્યૂટર સ્ક્રીન પર રજૂ થાય છે. મુંબઈ, આગ્રા, દિલ્હી જેવાં શહેરોમાં ભિખારીથી અંડરવલ્ર્ડ અને ટુરિસ્ટ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: