વીજળીને ચમકારે…

રચનાઃ ગંગાસતી
ફિલ્મઃ ગંગાસતી
સ્વરઃ દમયંતી બરડાઈ

વીજળીને ચમકારે… મોતીડાં પરોવો રે બાઈજી…
નહીતર અચાનક અંધારા થાશે જી…

વીજળીને ચમકારે… મોતીડાં પરોવો રે બાઈજી…
નહીતર અચાનક અંધારા થાશે જી…

જોત રે જોતા માં દિવસો વિયા રે ગીયા રે બાઈજી
એકવીશ હજાર છસ્સોને કાળ ખાશે જી…

જાણીયા રે જેવી આતો અજાણ છે રે વસ્તુ…
અધુરીયાને નો કે’વાય જી…

કુપટ રસનો આ ખેલ છે અટપટો રે…
આપી રે મેલો તો સમજાય જી…

મન રે મુકીને તમે, આવો રે મેદાનમાં રે…
જાણી લ્યો જીવ કેરી જાત જી…

સજાતી વિજાતીની જુગતી બતાવુ ને…
બીબે પાડી દઊ બીજી ભાત જી…

પીંડ રે બ્રહ્માંડથી પર છે રે ગુરુજી મારો…
એનો રે દેખાડુ તમને દેશ જી…

ગંગા રે સતી જોને એમ કરી બોલ્યા રે સંતો…
ત્યાં નહી રે માયાનો જરીયે વેશ જી…

વીજળીને ચમકારે… મોતીડાં પરોવો રે બાઈજી…
નહીતર અચાનક અંધારા થાશે જી…

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી… હે નાથ નારાયણ વાસુદેવ…
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી… હે નાથ નારાયણ વાસુદેવ…
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી… હે નાથ નારાયણ વાસુદેવ…
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી… હે નાથ નારાયણ વાસુદેવ…
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી… હે નાથ નારાયણ વાસુદેવ…

હે… જોને કે સતીને સંતનો… હે પુરણ પડે પ્રકાશ…
હે… જપે નામ જાદવ તણુ… જી રે… હે… એનો હોજો વૈકુંઠ વાસ…

Advertisements

4 Responses to “વીજળીને ચમકારે…”

 1. હિમાંશુ કીકાણી Says:

  જીવનના એક ગજબના રહસ્ય તરફ ધ્યાન દોરતી રચના આજે મૂકી છે આપે!

  થોડા સમય પહેલાં, વાતવાતમાં એક સજ્જને આ ભજનનો ઉલ્લેખ કરીને સમજાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આપણું સાહિત્ય માત્ર ભાષાવૈભવની દૃષ્ટિએ નહીં પણ જીવનદર્શનની રીતે પણ કેટલું સમૃદ્ધ છે.

  આ ભજનની આ પંક્તિઓ…

  જોત રે જોતામાં દિવસો વિયા રે ગીયા રે બાઈજી
  એકવીશ હજાર છસ્સોને કાળ ખાશે જી…

  ખાસ સમજવા જેવી છે. આ એકવીશ હજાર છસ્સો આંકડો ક્યાંથી આવ્યો? કેલ્યુલેટરની મદદ લઈએ તો જણાય કે એક મિનિટના ૧૫ શ્વાસ લેખે એક કલાકના ૯૦૦ શ્વાસ અને એને ગુણ્યા ૨૪ એટલે દિવસના ૨૧૬૦૦ શ્વાસ!

  આપણે જે શ્વાસ લઈએ છીએ એ હકીકતમાં તો વીજળીનો ચમકાર જ છે, એમાં જીવનરૂપી જેટલાં મોતીડાં પરોવાય એટલાં પરોવી લેવાનાં. પણ એમાં જો ઉતાવળ કરવા જઈએ તો સરવાળે નુક્સાનમાં રહીએ.

  આજની તનાવભરી જીવનશૈલીમાં પ્રત્યેક મિનિટે લેવાતા શ્વાસની સંખ્યા વધતી જાય છે. જાણકારો કહે છે કે આપણે સૌ જીવનમાં એક નિશ્ચિત સંખ્યામાં શ્વાસ લઈને જન્મ લઈએ છીએ. પછી તો સાદું ગણિત છે, એ સંખ્યા વહેલી પૂરી કરવી કે મોડી એ આપણે વિચારવાનું રહ્યું!

  કદાચ એટલે જ, ગંગાસતી કહે છે કે

  વીજળીને ચમકારે… મોતીડાં પરોવો રે બાઈજી…
  નહીતર અચાનક અંધારા થાશે જી…

  જોત રે જોતામાં દિવસો વિયા રે ગીયા રે બાઈજી
  એકવીશ હજાર છસ્સોને કાળ ખાશે જી…

  જાણીયા રે જેવી આતો અજાણ છે રે વસ્તુ…
  અધુરીયાને નો કે’વાય જી…

  સરસ રચનાની યાદ અપાવવા બદલ, ફરીથી આભાર,

  હિમાંશુ

 2. Rajiv Says:

  પ્રિય મિત્ર હિમાંશુભાઈ,

  આપે જે રીતે ગંગાસતીના ભજનની વાત કરી અને તેની સમજુતી આપી તે ખુબ જ સુંદર લાગી… સૌ વાચક મિત્રો માટે એ ખુબ જ રસપ્રદ થઈ પડશે… ખુબ ખુબ આભાર…

  મિત્રો, જે રીતે હિમાંશુભાઈએ કહ્યુ તેમ… આપણા જુનવાણી લોકો અને જુનવાણી સાહિત્ય ખુબજ સમૃધ્ધ અને ગુઢ રહસ્યથી ભરેલ છે… ગંગાસતી પોતે ભણેલા ન હતા પણ તેમના એક એક ભજન પર આજે લોકો પી.એચ.ડી કરે છે… આ છે તેમણે કહેલા એક એક શબ્દની કિમત…!

  ચાલો આ સાહિત્યને વાંચીયે, સમજીયે, જીવનમાં ઉતારીયે અને તેનુ રક્ષણ કરીયે…!

  રાજીવ

 3. Mitixa Says:

  આ ભજન મારા પ્રિય ભજનોમાંનું એક છે. ફક્ત સાંભળીને બેસી રહેવાનું નથી. સમય ખૂબ ઝડપથી વહી રહ્યો છે અને એની સાથે આપણા આયુષ્યની દોરી પણ ટૂંકી થતી જાય છે એટલે આપણા લક્ષ્યને હંમેશા નજર સમક્ષ રાખીને જે કંઈ કરવાનું છે તે એક વીજળીનો ચમકારો થાય એટલે કે જીવન પૂરું થઈ જાય એ પહેલા કરી દેવાનું છે. એક બીજા ભજનની પંક્તિ યાદ આવે છે.
  વેળા વીતી જાય તારી વેળા વીતી જાય…
  વીતે તે પહેલાં ચેતીજા, જોજો મોડું થાય..
  ….મીતિક્ષા.

 4. Ramesh Patel Says:

  Real philosophy of life.Read think and to adhre.

  Ramesh Patel(Aakashdeep)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: