ઝાંઝવા જુઠાં મળે

 

autumn_forest

 

મૃગને રણમાં ઝાંઝવા જૂઠાં મળે
ને અપેક્ષાના વનો ઠૂંઠા મળે

ના મળે જો ને જરાયે ના મળે
ને મળે તો સેકડોં ગુંઠા મળે

ધાર આપો જ્યાં જરા એ ખ્યાલને
ને શબ્દો તમને બધા બૂઠાં મળે

ના ભીતરના દર્દને ખાળી શક્યા
કે દિલાશાના જતન જૂઠાં મળે

મિત્રતાનો હાથ જ્યાં લાંબો કરો
ને બને એવુ બધાં ઠૂંઠા મળે

– રાજીવ ગોહેલ

છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગા

Advertisements

11 Responses to “ઝાંઝવા જુઠાં મળે”

 1. Gaurang Says:

  મિત્રતાનો હાથ જ્યાં લાંબો કરો
  ને બને એવુ બધાં ઠુંઠા મળે

  khub j sundar… rachana…!

 2. jugalkishor Says:

  ખુબ મજાનો પ્રયત્ન, રાજીવભા ! તમને વધામણાં.

 3. Heena Parekh Says:

  વાહ. સરસ મજાની ગઝલ.

 4. Rajiv Says:

  Thank you dear Jugalkaka…!

 5. chetu Says:

  મિત્રતાનો હાથ જ્યાં લાંબો કરો
  ને બને એવુ બધાં ઠુંઠા મળે

  એક્દમ ખરી વાત રાજીવ ભાઇ ..

 6. Shah Pravinchandra Kasturchand Says:

  જીવંત અણધાર્યા અચંબાઓની ખાણ જોઈ લો.
  ન ગમે તે સહુ મૂકી દ્યો ને ગમે તે સહુ લઈ લો.

  બહુ સરસ રચના !

 7. Ramesh Patel Says:

  સમય ફરેને વરસે વાદળો

  ખીલે ફૂલને ફળ મીઠાં મળે
  Ramesh Patel(Aakashdeep)

 8. Rajiv Says:

  આ રચના ના પ્રતિભાવ રુપે પ્રિય મિત્ર હેમંત પૂણેકરનો એક ઈમેઈલ મળ્યો જે ગઝલમાં આવી જતી સપાટ બયાની વિશે ખુબ જ સુંદર વિચાર રજુ કરે છે. મિત્ર હેમંતનો ઈમેઈલ તેના જ શબ્દોમાં અહી રજુ કરી રહ્યો છું, જેથી અન્ય નવશિખીયાઓ પણ તેનો લાભ મેળવી શકે…!

  *****************

  પ્રિય રાજીવ,

  તે હમણાં જ પોસ્ટ કરેલી ગઝલ “ઝાંઝવા જુઠાં મળે” વાંચી. મને એમ લાગે છે કે આખી ગઝલમાં થોડી “સપાટ બયાની” આવી ગઈ છે.

  થોડુંક સપાટ બયાની વિશે લખું છું. શેરમાં ઘણીવાર એવું થાય છે કે મૂળ વાત તો કહેવાઈ જાય છે પણ એ સાથે નકામા (અથવા શેરના મૂળ વિચારને ખાસ મદદ ન કરનારા) શબ્દો છંદની માત્રા પૂરી કરવા માટે આવી જાય છે. આવા શબ્દોને ભરતીના શબ્દો કહેવાય છે અને આવું થાય ત્યારે શેર સપાટ બયાનીથી ખોડંગાય છે એવું કહેવાય. ભરતીના શબ્દોની જગ્યાએ મૂળ વિચારને વધું ધારદાર બનાવતા શબ્દોની પસંદગી શેરને સપાટ બયાનીમાં સરતો અટકાવી શકે છે. જો કે છંદના બંધનને કારણે ભરતીના શબ્દો સંપૂર્ણ પણે નીવારવા શક્ય નથી, પણ એ બને તેટલા ઓછાં હોય એવું અપેક્ષિત છે. શેર વિચારોથી, અલંકારોથી (અને એટલે કે એ દર્શાવતા શબ્દોથી) ઠસોઠસ ભરેલો હોવો જોઈએ. આ જ વાતને જો બીજી રીતે લઈએ તો શેરને એક સામાન્ય વાક્યની જેમ વાંચીએ અને એમાંથી એક પણ શબ્દ દૂર કરીએ તો શેર ડગમગી જવો જોઈએ.

  મરીઝનો જ એક શેર લઈએ અને એના વિચાર/અલંકાર વાળા ભાગોનો અભ્યાસ કરી જોઈએ.

  જિંદગીના રસ ……..ને પીવામાં કરો …….જલદી……..મરીઝ
  એક તો …….ઓછી મદીરા છે……..ને ગળતું જામ છે

  ધ્યાનથી વિચાર કરીશ તો આ શેરનો ઉપર દર્શાવેલો પ્રત્યેક ભાગ શેરના મૂળ વિચારના સૌંદર્યને ઓર વધારે છે.

  આ વાત હું હજું પણ પૂર્ણપણે આત્મસાત કરી શક્યો નથી અને એટલે મારી ઘણી ગઝલોમાં સપાટ બયાની ડોકાતી હોય છે.

  મેં તારી આ પહેલાની અછાંદસ રચનાઓ વાંચી છે એટલે મને ખબર છે કે તું એક સારો કવિ છે. ગઝલ લખવા માટે સારા કવિ હોવું અનિવાર્ય તો છે પણ પુરતું નથી. છંદના બંધનો તારા કાવ્ય પર કંઈક અંશે હાવી થતાં દેખાયા એટલે આ લાંબી વાત લખી. આશા છે કે આ વાતો તને સારી ગઝલ લખવામાં મદદરૂપ બનશે.

  હેમંત

 9. વિવેક ટેલર Says:

  ગઝલકાર છંદ શીખે ત્યારે શરૂઆતના તબક્કે છંદ એના પર હાવી થતો જોવા મળે એ સ્વભાવિક છે. એકવાર છંદ આત્મસાત્ થઈ જશે એટલે આ સમસ્યા આપમેળે ટલી જશે. છંદની દૃષ્ટિએ આ ગઝલને 99% આપી શકાય.

  ને શબ્દો તમને બધા બુઠાં મળે- આ એક જ લીટીમાં “ને- શબ્-દો” ગા-ગા-ગા છે જે ગા-લ-ગા તરીકે ન પ્રયોજી શકાય.

  જૂઠાં, બૂઠાં, ઠૂંઠા – આ બધામાં પહેલો અક્ષર દીર્ઘ-ઊ ધરાવે છે.

 10. pragnaju Says:

  મઝાની રચના
  સાથે
  મઝાની ચર્ચા
  અમને તો
  …ને મળે તો સેકડોં ગુંઠા મળે

 11. Pravin Shah Says:

  સરસ ગઝલ થઈ છે.
  આપે પસંદ કરેલ છંદ જો જળવાયો હોત તો ગઝલન છોગામાં એક મોરપિચ્છ ઉમેરાત.
  અભિનંદન !
  http://www.aasvad.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: