Archive for નવેમ્બર, 2008

ઝાંઝવા જુઠાં મળે

નવેમ્બર 27, 2008

 

autumn_forest

 

મૃગને રણમાં ઝાંઝવા જૂઠાં મળે
ને અપેક્ષાના વનો ઠૂંઠા મળે

ના મળે જો ને જરાયે ના મળે
ને મળે તો સેકડોં ગુંઠા મળે

ધાર આપો જ્યાં જરા એ ખ્યાલને
ને શબ્દો તમને બધા બૂઠાં મળે

ના ભીતરના દર્દને ખાળી શક્યા
કે દિલાશાના જતન જૂઠાં મળે

મિત્રતાનો હાથ જ્યાં લાંબો કરો
ને બને એવુ બધાં ઠૂંઠા મળે

– રાજીવ ગોહેલ

છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગા

Advertisements

રેઇનકોટ

નવેમ્બર 24, 2008

rain.jpg

એક હતો રેઇનકોટ
ને આપણે બે!
પછી એક ટીંપું પછી સહેજ ઝરમર
પછી મન મુકી
વરસી પડ્યો મેહ!

‘તુંજ ઓઢે ને?’
‘હું નહી’ ‘હું નહી’ કરતાં આપણે
કેટલું નાહ્યા! કેટલું નાહ્યા!
યાદ છે તને?
સારું થયું ને? કે…
બે હતાં આપણે
ને રેઇનકોટ એક!

-બકુલ ત્રિપાઠી ના કાવ્યનો અંશ

हज़ारों ख़्‌वाहिशें ऐसी

નવેમ્બર 19, 2008

हज़ारों ख़्‌वाहिशें ऐसी कि हर ख़्‌वाहिश पह दम निक्‌ले
बहुत निक्‌ले मिरे अर्‌मान लेकिन फिर भी कम निक्‌ले

હજારો એવી ઈચ્છાઓ છે કે દરેક ઈચ્છા માટે જીવ નિકળે, ઘણા બધા મારા અરમાન-આશાઓ પુરી થઈ પણ લાગે છે કે બહુ ઓછી પુરી થઈ…

डरे क्‌यूं मेरा क़ातिल क्‌या रहेगा उस की गर्‌दन पर
वह ख़ूं जो चश्‌म-ए तर से `उम्‌र भर यूं दम ब दम निक्‌ले

મારો કાતિલ શુ કામ ડરે કે તેના ઉપર નહી આવે ઈલ્ઝામ મારા ખુન નો, કે અમારી આંખોજ જીવનભર લોહી વહાવતી રહી છે (જે લોહી શરીરમાં રહ્યુ જ નથી તો એનો આરોપ કોઈની ગરદન પર શી રીતે મુકાય???)

निकल्‌ना ख़ुल्‌द से आदम का सुन्‌ते आए हैं लेकिन
बहुत बे-आब्‌रू हो कर तिरे कूचे से हम निक्‌ले

લોકો આપણે બધા હમેશાં આદમ વિશે સાંભળતા આવ્યા છીએ કે તે સ્વર્ગમાંથી નિકળ્યો, પણ અમે તો ખુબ જ બે-આબરુ થઈ તારી ગલીમાંથી નિકળ્યા.

भरम खुल जाए ज़ालिम तेरे क़ामत की दराज़ी का
अगर उस तुर्‌रह-ए पुर-पेच-ओ-ख़म का पेच-ओ-ख़म निक्‌ले

ભ્રમ ખુલ્લો પડી જશે જાહેરમાં તારી મોટાઈનો એ જાલીમ, જો તારા કેશની લટોમાંથી કોઈ લટ બહાર આવી ગઈ

मगर लिख्‌वाए कोई उस को ख़त तो हम से लिख्‌वाए
हुई सुब्‌ह और घर से कान पर रख कर क़लम निक्‌ले

જો કદાચ કોઈ લખાવે પત્ર તેના માટે તો લખાવે અમારી પાસે, થઈ સવાર કે અમે કાન પર કલમ ભારાવી ને ઘરથી નિકળ્યા

हुई इस दौर में मन्‌सूब मुझ से बादह-आशामी
फिर आया वह ज़मानह जो जहां में जाम-ए जम निक्‌ले

આ જમાના માં તો શરાબ પિવાનુ જાણે મારા લીધેજ ચાલ્યુ છે, અને ફરી તે પણ જમાનો આવ્યો કે નવાબ જમશીદ નો જામે-જમ નિકળ્યો

हुई जिन से तवक़्‌क़ु` ख़स्‌तगी में दाद पाने की
वह हम से भी ज़ियादह ख़स्‌तह-ए तेग़-ए सितम निक्‌ले

તે કે જેની પાસેથી અમે આશા રાખી કે, તેઓ ન્યાય આપશે કે અમને સમજશે, તેઓ બધા તો અમારાથી પણ વધારે સિતમ સહન કરેલા નિકળ્યા

मुहब्‌बत में नहीं है फ़र्‌क़ जीने और मर्‌ने का
उसी को देख कर जीते हैं जिस काफ़िर पह दम निक्‌ले

પ્રેમમાં, ફર્ક નથી જીવન અને મરણ નો, એનેજ જોઈ ને જીવીએ છીએ જે અવિશ્વાસુ પર જીવ નિકળે

कहां मै-ख़ाने का दर्‌वाज़ह ग़ालिब और कहां वा`इज़
पर इत्‌ना जन्‌ते हैं कल वह जाता था कि हम निक्‌ले

ક્યાં શરાબખાનાનો દરવાજો અને ક્યાં મુસ્લીમ ધર્મગુરુ ?, પણ એટલી જાણ છે અમને કે કાલે તેઓ જતા હતા કે અમે નિકળ્યા

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

આવારગી

નવેમ્બર 16, 2008

સ્વરઃ ગુલામ અલી
ફિલ્મઃ આવારગી
શાયરઃ મોહસીન ??

અપની આવાજ કી લર્ઝિશ પે તો કાબુ પા લો
પ્યાર કે બોલ તો હોંઠોસે નીકલ જાતે હૈ
અપને તેવર તો સંભાલો કે કોઈ યે ના કહે
દિલ બદલતે હૈ તો ચહેરે ભી બદલ જાતે હૈ

યે દિલ યે પાગલ દિલ મેરા, ક્યું બુઝ ગયા, આવારગી
ઇસ દસ્ત મે ઇક શહેર થા, વો ક્યા હુવા, આવારગી

કલ શબ મુઝે બેશક્લ કી આવાજને ચોંકા દિયા
મૈને કહા તું કૌન હૈ, ઉસને કહા આવારગી

ઇક અજનબી ઝોંકેને જબ પુછા મેરે ગમ કા શબબ
સહરા કી ભીગી રેત પર મૈને લીખા આવારગી

અબ મે સમજા તેરે રુખસાર પે તીલ કા મતલબ
દૌલતે હુસ્ન પે દરવાન બીઠા રખ્ખા હૈ

યે દર્દ કી તન્હાઈયા, યે દસ્ત કા વિરાં સફર
હમ લોગ તો ઉક્તા ગયે, અપનિ સુના આવારગી

કલ રાત તન્હા ચાંદ કો દેખાથા મૈને ખ્વાબમે
મોહસીન મુઝે રાશ આયેગી શાયદ શદા આવારગી

જા જા નિંદરા હું તને વારુ…

નવેમ્બર 12, 2008

જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ…
તુ છે નાર ધુતારી રે…
જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ…
તુ છે નાર ધુતારી રે… જા જા નિંદરા હુ તને વારુ…

પહેલા પોરે સૌ કોઈ જાગે જી જી… બીજે પોરે ભોગી રે…
ત્રીજે પોરે તશ્કર જાગે… ચોથે પોરે જોગી રે…
જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ…
તુ છે નાર ધુતારી રે… જા જા નિંદરા હુ તને વારુ…

એક સમય રામ વનમાં પધાર્યા જી જી… લક્ષ્મણને નિંદરા આવી રે…
સતી સીતાને કલંક લાગ્યુ… સતી સીતાને કલંક લાગ્યુ…
ભાયુમાં ભ્રાંતિ પડાવી રે… જા જા નિંદરા હુ તને વારુ…
જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ…
તુ છે નાર ધુતારી રે… જા જા નિંદરા હુ તને વારુ…

બાર બાર વરસે લક્ષ્મણે ત્યાગી… જી જી.. કુંભકર્ણે લાડ લડાવ્યા રે…
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી… ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી…
નિંદરા કરોના કોઈ વ્હાલી રે… જા જા નિંદરા હુ તને વારુ…
જા જા નિંદરા હુ તને વારુ… જા જા નિંદરા હુ તને વારુ…
તુ છે નાર ધુતારી રે… જા જા નિંદરા હુ તને વારુ…

ફિલ્મઃ ભગત પિપાજી

જયારે પ્રણયની – આદિલ મન્સુરી

નવેમ્બર 7, 2008


મિત્રો,

ગુજરાતી કાવ્ય જગત પર વરસોથી પ્રકાશ પાથરતો સુર્ય ગઈ કાલે અસ્ત થઈ ગયો છે. લાખોના લાડલા અને પ્રિય એવા આદરણીય આદિલ મન્સુરી હવે આપણી વચ્ચે નથી રહ્યા… ગુજરાતી કાવ્ય જગતને એક કદીના પુરાય તેવી ખોટ પડી છે… તેમના રચેલા કાવ્ય અને ગઝલ આપણી માતૃભાષાની ધરોહર છે… ગુજરાતના પનોતા પુત્રને આપણે બધા સાથે મળીને શ્રધ્ધાંજલી આપીયે… પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે એજ અભ્યર્થના…

-રાજીવ ગોહેલ

જયારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે

પહેલા પવનમાં કયારે હતી આટલી મહેક
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે

ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર
ઝૂલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલોના ચહેરા વસંતમાં
તારા જ રૂપરંગ વિશે વાત થઈ હશે

‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે

– આદિલ મન્સુરી

રાધા

નવેમ્બર 5, 2008

રાધે શ્યામ… રાધે શ્યામ… રાધે શ્યામ…
અને જો આમાથી રાધાને બાદ કરો તો વધશે ફકત…
આધે શ્યામ… આધે શ્યામ… આધે શ્યામ…

કવિ શ્રી મુકેશ જોશીએ રાધાને કેન્દ્રમાં રાખીને લખેલી થોડી પંકિત કે જે મને અતિ પ્રિય છે તે તેમનાજ શબ્દોમાં (જો મારી ભુલ થતી ન હોય તો) અહી રજુ કરી છે, અને તે પછી એજ વિષય પર મારી પોતાની સછંદ રચના આપ સૌના માટે આપી રહ્યો છું.

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

– મુકેશ જોશી

આભારઃ ઉર્મિસાગર

****************************************

મિત્રો, હવે એજ વિષય પર મારી લખેલી રચના વાંચો… આશા રાખુ કે આપને ગમશે… આ રચનામાં મે “ગાલગાગા” ના ત્રણ આવર્તનો વાપર્યા છે… મને એકદમ પાકી ખબર નથી કે આવો કોઈ છંદ છે કે નહી? જાણકાર મિત્રો આ બાબતે વધુ પ્રકાશ પાડશે તેવી આશા…!

શ્યામ તારી વાંસળીનો સૂર રાધા
તોય તારાથી રહી છે દૂર રાધા

ધીમી ધારે જો વહે છે પ્રેમ તારો
ને ધસમસતુ લાગણીનુ પૂર રાધા

શ્વેત રંગને શ્યામ માટે છોડી દઈને
શ્યામ તારા રંગમાં ચકચૂર રાધા

મોહી ગઈ છે વાંસળીના સુરમા ને
કાલિંદી કાંઠે જવા આતુર રાધા

માધવે ઉચ્ચારી ફુરુક્ષેત્રમાં જે
તે ગીતાના જ્ઞાનનુ અંકુર રાધા

છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા

રાજીવ ગોહેલ