શુભ દિપાવલી – નુતન વર્ષ અભિનંદન

પ્રિય મિત્રો,

આનંદમાં હશો…! અમે પણ અહી મેલબોર્ન ખાતે આનંદમાં છીએ…!

બસ આનંદ પહેલા જેવો રહ્યો નથી… અહી થોડો અલગ પ્રકારનો આનંદ હોય છે…! અહી એકલા રહેવાનો આનંદ હોય છે… અહી તહેવારોમાં બધા સગા-વહાલાને યાદ કરવાનો આનંદ હોય છે… અહી ગુજરાતી છોડીને અંગ્રેજીમાં યા- યા કરવાનો આનંદ હોય છે… અહી સદા પરદેશી તરીકે ઓળખાવાનો આનંદ હોય છે… અને આવા તો કઈ કેટલાય આનંદ હોય છે…

મિત્રો, આ બધા આનંદમાં હુ તો ભુલી જ ગયો કે આપ સૌ તો દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત હશો… અમારે તો દિવાળી ગયા અઠવાડિયે જ પતી ગઈ… આપ સૌને મારા અને મારા પરિવારના દરેક સભ્ય તરફથી દિવાળી અને નવા વરસની ખુબ ખુબ શુભકામનાઓ… આવનારા નવા વરસમાં આપના અને આપના પરિવારના દરેક સભ્યની દરેક આશાઓ, દરેક સપનાઓ પુર્ણ થાય તેવી પ્રભુને સાચા દિલથી પ્રાર્થના…!

આ નવા વરસ નિમિતે મારા બ્લોગ પર એક નવી શરુઆત કરી રહ્યો છું આશા રાખુ કે આપ સૌને થોડી વધારે મજા પડશે… હવે થી મારા બ્લોગ પર આપ શબ્દ સાગરની સાથે સાથે સ્વર સાગરમાં પણ ડુબકી મારી શકશો… નવી પોસ્ટની રચના જો ઓડિયો સ્વરુપે ઉપલબ્ધ હશે તો તે આપ પોસ્ટ સાથેજ માણી શકશો…! ટુંકમાં અન્ય કવિઓની રચના, ગુજરાતી ફિલ્મ સંગીત અને અન્ય ભાષાની ગઝલો જો સ્વર મળશે તો સ્વર સહિત મારા બ્લોગ પર મુકતો રહીશ…!

આપ સૌ આ નુતન વરસ સાથે આ નુતન અભિગમને પણ વધાવશો તેવી આશા સાથે…

પોતાના આપ્તજનોથી અલગ રહીને તહેવાર અને તે પણ દિવાળીનો તહેવાર ઉજવવો એ એક સજાજ છે… આપણા માટે અને જેને પાછળ મુકીને આવ્યા છે તેઓ માટે પણ… આજ વિષય પર ચિત્રા સિંઘના અવાજ માં ચલો બાંટ લેતે હૈ અપની સજાએ અહી મુકી રહ્યો છું

આપનો મિત્ર

રાજીવ

Advertisements

6 Responses to “શુભ દિપાવલી – નુતન વર્ષ અભિનંદન”

 1. Kajal Shah Says:

  Happy Diwali & New Year to all…

 2. Ramesh Patel Says:

  શ્રી રાજીવભાઈ અને આપના કુટુમ્બીજન અને મિત્ર મંડળને ,નવા વર્ષે શુભ કામના,
  રમેશ પટેલ(આકાશદીપ)USA

 3. Pinki Says:

  Nice one !!

  jaldithi saja haLvi thaay tevi shubhechchhao !!

  Happy Diwali & Happy New Year

 4. arvindadalja Says:

  પ્રિય રાજીવ ભાઈ

  આપને અને આપના પરિવારને નવા વર્ષની શુભ કામનાઓ.
  અરવિંદ

  આપની જાણ માટે મેં પણ મારો ગુજરતી બ્લોગ મૂકેલ છે અને વિવિધ વિષયો ઉપાર મારા વિચારો અવાર નવાર મૂક્યા કરું છું. આપ ને રસ પડેતો મારા બ્લોગ arvindadaljawordpress.com ઉપર આપ વાંચી શક્શો. આપના view/comments માટે હું આતુરતા પૂર્વક રાહ જોઈશ્.

 5. pragnaju Says:

  આપ સૌને
  શુભ દીવાળી
  અને
  નૂતનવર્ષાભિનંદન!!

 6. દક્ષેશ Says:

  શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: