નવલે નોરતે…ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે ,ઘેલી ગુજરાત ગરબે રમતી રોજ

આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમ પગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર

સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ

ઘૂમતા રાસે ,નવલે નોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત

અંગ અંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદ અણમોલ

હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ

ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરના ટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ

– રમેશ પટેલ(આકાશદીપ)

Advertisements

3 Responses to “નવલે નોરતે…”

 1. Rajiv Says:

  મારા વહાલા મિત્રો,

  આપ સૌ તો નવરાત્રીના નવે નવ નોરતે ગરબે ઘુમ્યા હશો જ… અને એમા પણ જે લોકો ગુજરાતમાંજ છે તેમનુ તો પુછવાનુ શું? ભારતને છોડી પરદેશ જવાના ફાયદા કરતા ગેરફાયદા વધારે છે… એમાનો સૌથી મોટો ગેરફાયદો એ તહેવારો અને તેની ઉજવણી નહી કરી શકવાનુ દુઃખ ખરેખર અસહ્ય હોય છે…

  હવે તમે નવરાત્રીની જ વાત લઈ લો…! ૧૯૯૫ની સાલમાં હું ભણવા (?) માટે વડોદરા આવ્યો અને ત્યારથી લગભગ ૨૦૦૫ની સાલ સુધી એટલે કે ૧૦ વરસ નિયમિત રીતે વડોદરા ખાતે રિષભ ગૃપના ગરબામાં જતા આવ્યા છીએ અન હવે અહી મેલબોર્ન આવ્યા બાદ તો નવરાત્રીની કોઈ મજા રહીજ નથી… અહી તો ઈન-ડોર ગરબા થાય… DVD મુકી દીધિ હોય અને તમે થાકો ત્યામ સુધી રમવાનું… અને એ પણ શુક્રવાર અને શનિવાર બેજ દિવસ… ગયા શુક્ર અને શનિ ગરબા હતા અને હવે આ શુક્ર અને શનિવારે હશે (નવરાત્રી પુરી થયા પછી…).

  ચલો જવા દો મિત્રો આ તો જીવનનુ કડવુ સત્ય છે… પેલુ કોઇ સારા શાયરે કહ્યુ છેને કે..

  કભી કિસીકો મુક્કમ્મીલ જહાં નહી મિલતા…
  કહી જમીં તો કહી આસમાં નહી મિલતા…

  સારુ, મિત્રો… આજે દશેરાના શુભ દિવસે… રમેશ પટેલ (આકાશદિપ)ની રચના મા અંબાના ચરણોમાં પ્રાર્થના રુપે મુકી રહ્યો છું… આશા રાખુ આપ સૌને ગમશે…

  આપનો

  રાજીવ

 2. Kajal Shah Says:

  Happy Dashera to all…!
  Sundar rachana

 3. Vital Patel Says:

  જય માતાજી,ભાવભર્યો સ્તુતિ ગરબો ,અભિનંદન્
  વિતલ પટેલ
  હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
  મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ

  ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
  ગબ્બરના ટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ

  – રમેશ પટેલ(આકાશદીપ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: