Archive for ઓક્ટોબર, 2008

હેપ્પી ન્યુ યર… Happy New Year

ઓક્ટોબર 29, 2008

આને વાલે સાલ કો સલામ…
જાને વાલે સાલ કો સલામ…

નયે સાલ કા પહેલા જામ…
આપ કે નામ…

હેપ્પી ન્યુ યર…

Happy New Year

– રાજીવ ગોહેલ

Advertisements

શુભ દિપાવલી – નુતન વર્ષ અભિનંદન

ઓક્ટોબર 27, 2008

પ્રિય મિત્રો,

આનંદમાં હશો…! અમે પણ અહી મેલબોર્ન ખાતે આનંદમાં છીએ…!

બસ આનંદ પહેલા જેવો રહ્યો નથી… અહી થોડો અલગ પ્રકારનો આનંદ હોય છે…! અહી એકલા રહેવાનો આનંદ હોય છે… અહી તહેવારોમાં બધા સગા-વહાલાને યાદ કરવાનો આનંદ હોય છે… અહી ગુજરાતી છોડીને અંગ્રેજીમાં યા- યા કરવાનો આનંદ હોય છે… અહી સદા પરદેશી તરીકે ઓળખાવાનો આનંદ હોય છે… અને આવા તો કઈ કેટલાય આનંદ હોય છે…

મિત્રો, આ બધા આનંદમાં હુ તો ભુલી જ ગયો કે આપ સૌ તો દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત હશો… અમારે તો દિવાળી ગયા અઠવાડિયે જ પતી ગઈ… આપ સૌને મારા અને મારા પરિવારના દરેક સભ્ય તરફથી દિવાળી અને નવા વરસની ખુબ ખુબ શુભકામનાઓ… આવનારા નવા વરસમાં આપના અને આપના પરિવારના દરેક સભ્યની દરેક આશાઓ, દરેક સપનાઓ પુર્ણ થાય તેવી પ્રભુને સાચા દિલથી પ્રાર્થના…!

આ નવા વરસ નિમિતે મારા બ્લોગ પર એક નવી શરુઆત કરી રહ્યો છું આશા રાખુ કે આપ સૌને થોડી વધારે મજા પડશે… હવે થી મારા બ્લોગ પર આપ શબ્દ સાગરની સાથે સાથે સ્વર સાગરમાં પણ ડુબકી મારી શકશો… નવી પોસ્ટની રચના જો ઓડિયો સ્વરુપે ઉપલબ્ધ હશે તો તે આપ પોસ્ટ સાથેજ માણી શકશો…! ટુંકમાં અન્ય કવિઓની રચના, ગુજરાતી ફિલ્મ સંગીત અને અન્ય ભાષાની ગઝલો જો સ્વર મળશે તો સ્વર સહિત મારા બ્લોગ પર મુકતો રહીશ…!

આપ સૌ આ નુતન વરસ સાથે આ નુતન અભિગમને પણ વધાવશો તેવી આશા સાથે…

પોતાના આપ્તજનોથી અલગ રહીને તહેવાર અને તે પણ દિવાળીનો તહેવાર ઉજવવો એ એક સજાજ છે… આપણા માટે અને જેને પાછળ મુકીને આવ્યા છે તેઓ માટે પણ… આજ વિષય પર ચિત્રા સિંઘના અવાજ માં ચલો બાંટ લેતે હૈ અપની સજાએ અહી મુકી રહ્યો છું

આપનો મિત્ર

રાજીવ

પ્રેમભર્યા મુકતક

ઓક્ટોબર 23, 2008

0181.jpg

દિલ તમોને આપતાં આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું,
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું!

– મનહર મોદી

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહિ તો ખુટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ

– સુરેશ દલાલ

તને મે ઝંખી છે-
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

– સુન્દરમ

એક સફરની વાત છે કે રાહમાં
આંધળા અડફટમાં આવી જાય છે
એક નજરની વાત છે કે પ્રેમમાં
આંધળા રસ્તો બતાવી જાય છે

– દિગંત પરીખ

બધો આધાર છે એના જતી વેળાના જોવા પર
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ

– મરીઝ

शबहा-ए हिज्‌रां

ઓક્ટોબર 16, 2008

सियाही जैसे गिर जावे दम-ए तह्‌रीर काग़ज़ पर
मिरी क़िस्‌मत में यूं तस्‌वीर है शबहा-ए हिज्‌रां की

કાળી શાહી જે રીતે પડી જાય છે, કાગળના શ્વાસના ભાગ્ય પર, મારી કિસ્મત મા પણ તેવીજ રીતે કોઈ મુકી ગયુ ચે છબી પ્રિયતમ સાથેની જુદાઈની રાતની

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

નવલે નોરતે…

ઓક્ટોબર 9, 2008ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે ,ઘેલી ગુજરાત ગરબે રમતી રોજ

આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમ પગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર

સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ

ઘૂમતા રાસે ,નવલે નોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત

અંગ અંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદ અણમોલ

હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ

ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરના ટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ

– રમેશ પટેલ(આકાશદીપ)

…जा निकल्‌ती है

ઓક્ટોબર 2, 2008


ख़मोशियों में तमाशा अदा निकल्‌ती है
निगाह दिल से तिरे सुर्‌मह सा निकल्‌ती है

તારી ખામોશીમા પણ એક અદા નિકળે છે, જેમ કે સુરમો લગાવેલી આંખ દિલની આરપાર નિકળે છે.

फ़शार-ए तन्‌गी-ए ख़ल्‌वत से बन्‌ती है शब्‌नम
सबा जो ग़ुन्‌चे के पर्‌दे में जा निकल्‌ती है

વસંત ૠતુની સવારની ઠંડી હવા જ્યારે ફુલોની પાંદડીઓમાં એકાંતમાં અટવાય છે ત્યારે પાંદડીઓ તેને એટલી જોરથી બાહોમાં લઈને દબાવે છે કે શરમના માર્યા (શરમથી પાણી પાણી થઈને) તેમાથી ઓસ (શબનમ) નિકળે છે.

न पूछ सीनह-ए `आशिक़ से आब-ए तेग़-ए निगाह
कि ज़ख़्‌म-ए रौज़न-ए दर से हवा निकल्‌ती है

ન પુછો, કે જે તેની તેજ નિગાહોથી પડલા છાતીના ઘાવ વિશે હવે કે તે ઘાવના દ્વારમાંથી તો હવે હવા નિકળે છે (જે ઘાવમાથી હવા આરપાર નિકળે તે ખુબ ઘાતક હોય છે)

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब