કાવ્ય-સગપણ

ઝાંઝર ઝમકે મારે આંગણ
યાદોમાં ખોવાયો આ જણ

કાજળ રંગી કાળી પાંપણ,
રુપ તારુ માણે છે દર્પણ

હૈયે જો આવેશ વધે તો
આંસુથી ભિંજાતી પાંપણ

હૈયાના રસને નીચોવી
કાવ્યતણાં શોધે છે સગપણ

તું વિચારોમાં છે કાયમ
મારા પર આ તારુ વળગણ

છંદ વિધાનઃ દાદા દાદા દાદા દાદા

– રાજીવ

Advertisements

15 Responses to “કાવ્ય-સગપણ”

 1. Tejal Says:

  હૈયે જો આવેશ વધે તો
  આંસુથી ભિંજાતી પાંપણ

  khub j sundar vichar… ek dum vaastvik…!

 2. vijayshah Says:

  saras rachanaa

 3. મીતિક્ષા Says:

  સુંદર રચના ..
  જોડવાનું મન થયું …

  દિલના દ્વારે દસ્તક દેવા
  આજ સજાવ્યા મેં તો આંગણ …

 4. Pinki Says:

  nice one……!!

 5. ડો.મહેશ રાવલ Says:

  પ્રયત્ન સારો થયો છે રાજીવભાઈ!
  સતત અને સખત મહેનત જરૂર આગળ લઈ જશે.
  અને
  છંદમાં લઘુ માટે લ
  અને ગુરૂ માટે ગા
  વપરાય છે-સામાન્યરીતે.
  મારો એવો ખ્યાલ છે.

 6. neetakotecha Says:

  હૈયાના રસને નીચોવી
  કાવ્યતણાં શોધે છે સગપણ

  khub j sachchi vat

 7. Rajiv Says:

  પ્રિય ડો. મહેશ રાવલ,

  સૌ પ્રથમ તો આપની કોમેન્ટ માટે ખુબ ખુબ આભાર…!

  આપની કોમેન્ટઃ “છંદમાં લઘુ માટે લ
  અને ગુરૂ માટે ગા
  વપરાય છે-સામાન્યરીતે.
  મારો એવો ખ્યાલ છે.”
  તેની જગ્યા એ યોગ્ય જ જણાય છે…!

  મારા ખ્યાલ મુજબ છંદો બે પ્રકારના હોય છેઃ અક્ષર મેળ અને માત્રા મેળ

  અક્ષરમેળ છંદમાં ગુરુ માટે ગા અને લઘુ માટે લ વપરાય છે
  માત્રામેળ છંદમાં ગુરુ માટે દા અને લઘુ માટે લ વપરાય છે

  અથવા તો કહુ મે એવુ વિવિધ બ્લોગ પર જોયેલુ છે. આમ તો ગઝલના બધાજ છંદો માત્રામેળ છંદો હોય છે (આ જોકે મને હમણાં જ થોડા સમય પહેલા ખબર પડી, પ્રિય જુગલ કાકા એ આ જ્ઞાન આપ્યુ છે)

  એટલા માટે “ગાગા” ને જગ્યા એ “દાદા” વાપર્યુ છે. વધુ સ્પષ્ટતા તો છંદના જાણકાર મિત્રોજ કરી શકે.

  આભાર સહ

  રાજીવ

 8. વિવેક ટેલર Says:

  લ – ગા કે દા અથવા – કે U આ બધા જ ચિહ્ન છંદના મૂળભૂત એકમને સહાયરૂપ થવા માટે સર્જાયા છે. ગુરૂ માટે ગાગા વાપરો કે દાદા – બધું સરખું જ છે. અક્ષરમેળ માટે અલગ અને માત્રામેળ માટે અલગ એ વાત વિશે મને જાણકારી નથી. ગઝલના છંદોને માત્રામેળ છંદ તરીકે ઘણા ઓળખે છે પણ એ પણ સર્વાંગસંપૂર્ણ સત્ય નથી જ. ગઝલના છંદને કોઈ બીબામાં ઢાળવાને બદલે એ જેમ આપણે ત્યાં આવ્યા છે એમ જ રહેવા દઈએ એમાં જ આપણું સાચું યજમાનપણું પ્રગટ થાય છે એમ મારું માનવું છે.

  ગઝલ માટે અભિનંદન. પહેલીવાર હું છંદની કોઈ ભૂલ કાઢવામાં નિષ્ફળ રહ્યો છું અને આજે આ વાતનું મને અભિમાન છે કે વારંવારની ટકોરને વિધાયક સ્વરૂપે લઈ આજે પ્રમાણમાં અઘરા ગણાતા આ છંદમાં દોષ વિના ગઝલ લખી શક્યા… ખૂબ ખૂબ અભિનંદન, મિત્ર !

 9. Shah Pravinchandra K Says:

  સુશ્રાવ્ય સરસ રચના થઈ છે.
  જીવ રાજી થાય એવું સર્જન .
  અભિનંદન!

 10. Sweta Patel Says:

  really touching with sweetness.
  Sweta

 11. Rajiv Says:

  Dear Friends,

  Khub khub aabhar…! Special thanks to Dr. Vivek for clarification on “Da” and “Ga” and very encouraging comment.

  Cheers

  Rajiv

 12. ઉંઝા જોડણી Says:

  ગીત સરસ છે.

 13. Vyas Kamlesh Says:

  its nice creation keep it up

 14. Pinki Says:

  દાદા દાદા દાદા દાદા એવું ભણ્યાનું તો મને પણ યાદ છે.

  ‘લ’ ને ‘ગા’ સંસ્કૃત,ગુજરાતી અને ઉર્દૂમાં પણ હોય છે.
  આ વિધાન સંસ્કૃત/ગુજરાતી છંદવિધાન છે કે ઉર્દૂ ??
  વધુ માહિતી આપશો તો થોડું શીખી શકાશે.

 15. pragnaju Says:

  હૈયાના રસને નીચોવી
  કાવ્યતણાં શોધે છે સગપણ
  તું વિચારોમાં છે કાયમ
  મારા પર આ તારુ વળગણ
  સુંદર્

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: