…ચાહને ગૂંજાવતું રમે

હોય અંધારી રાત પણ સામે મનગમતો ચાંદો ખીલે
રાતરાણી થઇ મ્હેંકી ઊઠું ને આકાશ નાનું પડે

સાગર કિનારે અટૂલો એકલો હું ને આવી મોંજાં ઉછળે
પામું સ્નેહ કુંભ ને મન મંથને અમી સીચું બધે

વિટંબણાના ચક્રવ્યૂહે પથ્થર દિલે હું નીશદિન ઘૂમું
આવું ઘરે ને શીરે માયાળું માવડીના હાથું ફરે

પાનખરે નીરખું સુકી ડાળ ને એક કૂંપળ ફૂટે
જીવન પુષ્પો એવાં ખીલે કે પ્રભુનું શરણું મળે

પ્રગટાવું દીપ ગોખલે ને સાથે જલાવું ધૂપસળી
હૃદયના ભાવ છલકે અશ્રુથી ને હરિ વૈકુંઠડું ભૂલે

કોઈ એવું સામું મળે કે ભાવથી ભેટી પડે
હસી હસાવી માંહ્યલાને ચાહથી ગૂંજાવતું રમે

કરતાલ આવે હાથ ને છેડું મલ્હાર આભલે
ઝીલું ઝીલું મેઘો એવો કે યૌવન હરખડું જલે

રમેશ પટેલ (આકાશદીપ)

Advertisements

9 Responses to “…ચાહને ગૂંજાવતું રમે”

 1. pragnaju Says:

  રમેશની સરસ રચના
  આ પંક્તી ગમી
  કોઈ એવું સામું મળે કે ભાવથી ભેટી પડે
  હસી હસાવી માંહ્યલાને ચાહથી ગૂંજાવતું રમે
  કેટલી ગૂઢવાત કેટલી સહજતાથી કહી…
  ચંદ્રની વાત સાથે સંમત-“અનોખી રીતે દિલની વાતો, પ્રેમની વિણા વગાડી આકાશદીપે કહી દિધી.
  પ્રભુ પ્રેમ, માતૃ પ્રેમ્,કુદરત નો લગાવઅને યૌવનનો થનગનાટ ખૂબજ મનનિય રીતે માણવા મળ્યો.”

 2. Vital Patel Says:

  સુંદર ભાવમય શબ્દ ગૂંથણી.શ્રી પૂણેકરજી ની જેમ વિચારીએ તો લય-કાવ્ય રમતું લાગે.
  આકાશદીપ ની એક આગવી શૈલી મનને ગમી જાય તેવી છે.શબ્દ સાગરને કિનારે માં ડો. શ્રી વિવેકભાઇ,શ્રી હેમંતભાઈ અને શ્રી જુગલકિશોરભાઈ જેવા તજગ્નની પૂરક વિવેચના ખૂબજ ઉપયોગી લાગી.અહી પણ છંદ નું માર્ગદર્શન મળશે તો મજા આવશે.
  વિતલ પટેલ

 3. Snehal Patel Says:

  દરેક પંક્તિ ના પોતા ના વિચારો એવીરીતે વહ્યા છે જાણે ઝરણાં નદી બનાવવા નીકળ્યાં.સુંદર સંકલન અને ભાવ.વાહ..વાહ
  સ્નેહલ પટેલ

 4. Chandra Patel Says:

  પાનખરમાં નીરખું સૂકી ડાળ ને એક કૂંપળ ફૂટે
  જીવન પૂષ્પો એવા ખીલે કે પ્રભુનું શરણું મળે
  સુંદર ભાવ સાથે પરમ તત્વનો અહેસાસ આપતી આકાશદીપની ઉત્કૃષ્ટ કૃતિ.
  ચંદ્ર પટેલ

 5. Neil patel Says:

  Enjoyed,very wellsaid
  Neil Patel

 6. Dr. Chandravadan Mistry Says:

  Saras Rachna of Ramesh Patel !

 7. dipakoo7 Says:

  khub saras sankalan, manava malyu . ak kavya may vishva……………. k jema dubela j raheva nu man thay ……. manavi ni ak talash ak pyas ma thi j to janme chhe. kavyo…

 8. Paresh Patel Says:

  wonderfuly expressed views and having its own beauty.Congratulation
  Paresh Patel

 9. Chirag Patel Says:

  very nicely ,well said gazal
  chirag

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: