Archive for ઓગસ્ટ, 2008

…ચાહને ગૂંજાવતું રમે

ઓગસ્ટ 7, 2008

હોય અંધારી રાત પણ સામે મનગમતો ચાંદો ખીલે
રાતરાણી થઇ મ્હેંકી ઊઠું ને આકાશ નાનું પડે

સાગર કિનારે અટૂલો એકલો હું ને આવી મોંજાં ઉછળે
પામું સ્નેહ કુંભ ને મન મંથને અમી સીચું બધે

વિટંબણાના ચક્રવ્યૂહે પથ્થર દિલે હું નીશદિન ઘૂમું
આવું ઘરે ને શીરે માયાળું માવડીના હાથું ફરે

પાનખરે નીરખું સુકી ડાળ ને એક કૂંપળ ફૂટે
જીવન પુષ્પો એવાં ખીલે કે પ્રભુનું શરણું મળે

પ્રગટાવું દીપ ગોખલે ને સાથે જલાવું ધૂપસળી
હૃદયના ભાવ છલકે અશ્રુથી ને હરિ વૈકુંઠડું ભૂલે

કોઈ એવું સામું મળે કે ભાવથી ભેટી પડે
હસી હસાવી માંહ્યલાને ચાહથી ગૂંજાવતું રમે

કરતાલ આવે હાથ ને છેડું મલ્હાર આભલે
ઝીલું ઝીલું મેઘો એવો કે યૌવન હરખડું જલે

રમેશ પટેલ (આકાશદીપ)

Advertisements

ચાલો ગુજરાત…!!!

ઓગસ્ટ 5, 2008

પ્રિય મિત્રો, નમસ્તે… કેમ છો?!!

‘ચાલો ગુજરાત’નું ઓઢણું ઓઢીને રુમઝુમ કરતી મા ગુર્જરી આપણા આ વિશ્વના, આપણા બેક-યાર્ડમાં જ આપણને મળવા આવી રહી છે… અને ત્યારે આપણે સામા દોડીને એને આવકારવા ન જઈએ તો કેમ ચાલે?! ખરું ને મિત્રો?!!! તો ચાલો… આવો… ભલે પધારો…!

દુનિયાભરમાં દૂર દૂર વસેલા ગુજરાતીઓને માટે આઈના (AIANA) એ સૌપ્રથમ ‘ચાલો ગુજરાત’ વિશ્વ-પરિષદ 2006 કરી હતી, જે સૌ ગુજરાતીઓ માટે ખૂબ જ યાદગાર બની ગઈ હતી. એ પરિષદની અદભૂત સફળતાને લીધે અને વિશ્વનાં ખૂણે ખૂણેથી આવનાર ગુજરાતીઓનો ઉત્સાહ અને પરિષદમાં મળેલી સંતુષ્ટિના કારણે, તેમ જ ગુજરાતી બોલતા સમુદાયની આંતરિક એકતાને દ્રઢ કરવા આઈનાએ ફરી એકવાર એજ વિશ્વ ગુજરાતી પરિષદનું આયોજન આ વર્ષે પણ કર્યુ છે… પરિષદનું સ્થળ છે: રારીટન એક્ષ્પો સેંટર, એડીસન, ન્યુ જર્સી… ઑગષ્ટની 29, 30 અને 31 તારીખે… (Labor day long week-end!)

‘ચાલો ગુજરાત’ – વિશ્વ ગુજરાતી પરિષદ 2008નું થીમ છે:

ગઈકાલને અપનાવો… આજને અજમાવો… આવતીકાલને બનાવો…
દુનિયા આપણી રંગભૂમિ છે !

આપણા ગરવા ગુજરાતનાં ઝળહળતા ઔશ્વર્યની થોડી ગરવી-ઝલક જોવી છે? તો અહીં ક્લિક કરો…
http://chalogujarat.wordpress.com/2008/07/27/wgc08-invitation/
અને હા, અમારા મહેમાનો વિશેની ડીટેલ માહિતી આ પ્રેસ-નોટમાં વાંચવાનું ભૂલશો નહીં…
http://chalogujarat.wordpress.com/2008/08/01/press-notes-0730200/
અને અહીં આવી જ રીતે અમે નિયમિત પ્રેસ-નોટ્સ મૂકતા રહીશું… અને તમને ઘણા પ્રોગ્રામ વિશેની વિગતો જણાવતા રહીશું.

અંતે, મારે તો તમને એ જ ખાસ કહેવું છે મિત્રો, કે આ વિશ્વ ગુજરાતી પરિષદમાં સામેલ થવાનો મળતો લ્હાવો કોઈપણ ગરવા ગુજરાતીએ ચૂકવા જેવો નથી જ નથી… તો ચાલો પ્યારા ગુજરાતીઓ, આપણા પોતાના ‘ચાલો ગુજરાત’માં… સમય સરતો જાય છે અને ટિકીટો પણ… આઈનાની સાઈટ www.wgc08.org અથવા બ્લોગ http://chalogujarat.wordpress.comઉપર જઈ જલ્દીથી તમારી, તમારા પરિવારની અને તમારા મિત્રોની ટિકીટો બુક કરાવી લ્યો… અને અમારી સાથે આપ પણ આપણા વ્હાલા ગુજરાતની અનોખી રંગત માણવા આવો.

તો આપ સૌ મિત્રો, ત્યાં મળશો ને?!!
જય ગુર્જરી… જય ગુજરાતી !!

Blog: http://chalogujarat.wordpress.com
Website: www.wgc08.org