હું બદલાતો રહું

આકાશમાં દૃષ્ટિ કરું, આંખો વિશે તુજને ભરું
તારા સુહાગી ભાલમાં, મેઘધનુનો ટિકો કરું

ઉપવન વિશે વિચર્યા કરું, શ્વાસે સુગંધ ભર્યા કરું
હજી તો તને અડક્યો નથી, પહેલાથી જ મહેક્યા કરું

સાગર બધા તરતો રહું, મોતી બધા વિણતો રહું
ધરતી ઉપર ભમતો રહું, તુજને સદા ગમતો રહું

માનવ થવા તું જાણ જીવ, છે હોમવાની જાતને
જીવનનું સમજી રાઝ, હું દિપક બની જલતો રહું

જો તું મને ના ઓળખે, હું માની લઉં એ વાતને
ક્હેછે બધા જોઈ મને, હું સાવ બદલાતો રહું

છંદ વિધાન = દાદાલદા દાદાલદા દાદાલદા દાદાલદા

– રાજીવ

Advertisements

11 Responses to “હું બદલાતો રહું”

 1. રાજીવ Says:

  વહાલા મિત્રો,

  ઘણી વખત એવુ બને કે આકાશ તરફ નજર કરો અને જે ચહેરો જોવા ઇચ્છતા હોઈયે તે આભમાં દેખાય જાય… ત્યારે મન થાય કે મેઘધનુષની ઓઢણી બનાવી તેને ઓઢાડી દઈયે… અને ક્યારેક એવુ પણ બને કે સાગર ખેડવાનુ મન થાય અને પ્રિય પાત્રને આપવા થોડા મોતી ભેગા કરવાનુ મન થાય… ફુલોની વચ્ચે રહેવાનુ મન થાય, ખુશ્બુથી મઘમઘ થવાનુ મન થાય…

  અને ક્યારેક… બધુ ભુલી અન્યને માટે પોતાની જાતને ઘસી નાખવાનુ મન થાય…!

  આવુ બધુ તો થાય પણ આજના માનવી પાસે પોતાના માટે સમય હોતો નથી તે બીજા માટે કેમ કરીને સમય કાઢી શકે???

  ચલો, છોડો… આપ સૌ આ રચના માણો અને આપના અભિપ્રાયો આપો એજ મારા માટે તો બહુ છે…!

  આપનો

  રાજીવ

 2. Rajiv Says:

  જુગલ કાકાના સુચન પ્રમાણે થોડા ફેરફાર કરેલ છે… સુચન માટૅ જુગલકાકાનો ખુબ ખુબ આભાર…

 3. Jignesh Adhyaru Says:

  Very nice….

  Very genuine expression of feelings…

 4. Pinki Says:

  આકાશમાં દૃષ્ટિ કરું, આંખો વિશે તુજને ભરું
  તારા સુહાગી ભાલમાં, મેઘધનુનો ટિકો કરું

  saras vaat !!

 5. Rekha Says:

  જો તું મને ના ઓળખે, હું માની લઉં એ વાતને
  ક્હેછે બધા જોઈ મને, હું સાવ બદલાતો રહું

  khub j sundar

 6. વિવેક ટેલર Says:

  પ્રિય રાજીવ,

  છંદમાં લખવાની આપની કોશિશ કાબિલે-દાદ છે. અભિનંદન. પણ છંદ વિશેની આપની સમજણ ઘણી બધી જગ્યાએ અવારનવાર બટકાતી હોય એમ લાગે છે. શરૂઆતમાં જો ધ્યાન રાખવાનું ચૂકી જશો તો છંદ દોષના દુષણમાંથી ક્યારેય બહાર નહીં આવી શકાય.

  બીજું ગઝલમાં જે મૂળભૂત વસ્તુઓ છે- મત્લા, કાફિયા અને રદીફ, એ ત્રણે પણ અહીં સંપૂર્ણપણે ગેરહાજર છે.

  આશા છે આપ આ વિધાયક ટિપ્પણી પચાવી શક્શો.

 7. pragnaju Says:

  જો તું મને ના ઓળખે, હું માની લઉં એ વાતને
  ક્હેછે બધા જોઈ મને, હું સાવ બદલાતો રહું
  સરસ.
  પરીવર્તન તો નિયમ છે-સગુણાત્મક હોવું જરુરી છે.
  છંદે ચઢ્યા છો તો મત્લા,કાફિયાઅને
  રદીફ પર ચઢતા વાર નહીં લાગે…

 8. Trusha Desai Says:

  માનવ થવા તું જાણ જીવ, છે હોમવાની જાતને
  જીવનનું સમજી રાઝ, હું દિપક બની જલતો રહું

  saras

 9. Rajiv Says:

  પ્રિય ડો. વિવેક,

  સાચુ કહુ તો તમારી ટિપ્પણી થોડી વધારે હાઈ ફાય છે મારા જેવા નવશિખીયા માટૅ… મે રદીફ અને કાફીયા વિશે ક્યાંક વાંચ્યુ હતુ પણ તે જોઈએ તેટલુ ઉંડાણમાં નહી હોય અને તમે કહ્યુ ને મે માની લીધુ કે મત્લા, કાફીયા અને રદીફ બધુ જ આમા ગેરહાજર છે…!

  હું થોડો વધારે પ્રયત્ન કરીશ પહેલા તો બધુ સમજવાનો અને પછી થોડુ સુધરવાનો…!

  આપના અભિપ્રાય બદલ ખુબ ખુબ આભાર…

  રાજીવ

 10. jugalkishorj Says:

  ગઝલની પ્રથમ કડી / શેરને મત્લા કહે છે.
  શેરની બન્ને લીટીઓ / પંક્તીઓને મીસરા (મીસ્રા) કહે છે.જેની પ્રથમ પંક્તીને ઉલા મીસ્રા અને બીજી લીટીને સાની મીસ્રા કહે છે.(રદ્દીફ–કાફીયા આ સાનીમીસ્રામાં આવતા હોય છે.)

  ગઝલના છેલ્લા શેરને મક્તાનો શેર કહે છે જેમાં ગઝલકાર પોતાનું નામ કે તખલ્લુસ મુકે છે. વચ્ચેના બધા જ શેરને સાની મત્લા કહે છે.

  મીસ્રામાંની બીજી લીટીમાં જ રદ્દીફ અને કાફીયા આવતા હોય છે. મત્લાની બંને લીટીઓમાં રદ્દીફકાફીયા આવે છે.

  રદ્દીફ એ શેરની બીજી પંક્તીમાં સૌથી છેલ્લે આવતા એક સરખા શબ્દો છે જે ક્યારેય બદલાતા નથી, જ્યારે કાફીયા રદ્દીફની આગળ આવતો પ્રાસ છે જે સરખા ધ્વનીથી બનેલો હોય છે. એને મધ્યાનુપ્રાસ કહી શકાય. રદ્દીફનો અર્થ થાય છે પાછળ આવે છે તે– અનુસરનાર.વધુ માટે જુઓ આ ૬ લેખોમાંના છેલ્લા ત્રણ લેખો –http://jjkishor.wordpress.com/category/%e0%aa%9b%e0%aa%82%e0%aa%a6%e0%ab%8b/

 11. Rajiv Says:

  પ્રિય જુ. કાકા,

  આપની સ્પષ્ટતા માટે આભાર… ડો. વિવેકભાઈની ટિપ્પણી હવે ખબર પડી… આમા થયુ એવુ કે, લાગે છે કે હું અડધે વાટકે દાળ લેવા દોડ્યો હોવ એવુ લાગે છે… પહેલા અછાંદસ રચના લખતો હતો તો મત્લા અને રદીફ કાફીયાનો કોઈ ખાસ ધ્યાન રાખ્યા વગર ગઝલમાં ઉલ્લેખ્ખ થઈ જતો હતો… અને આ છંદનુ ધ્યાન રાખવા જતા અને લઘુ ગુરુ નુ ધ્યાન રાખવામાં મત્લા, રદીફ અને કાફીયા બધુ એકસામટુ તંગ થઈ ગયુ લાગે છે…!

  હવે પછી ખાસ ધ્યાન રાખવુ પડશે…

  બધાજ મિત્રોના અભિપ્રાયઓ માટે ખુબ ખુબ આભાર…

  રાજીવ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: