Archive for જૂન, 2008

રંગહીન

જૂન 26, 2008

રંગ સઘળાં, જીવન તણા ઉડતા જાય છે
જુઓ મને મેઘધનુ રંગહિન જણાય છે

પથરા અને ઝાંખડાના એ ઢગ જ હોય છે
કે પર્વતો ક્યાં હવે નયનરમ્ય દેખાય છે

દિવાલ ઘરની રડતી મુકી,તમે છો ગયા
આ મુજ મકાનને, શું ઘર કહેવાય છે

ક્યાં આપણે આવીયા, કઈ રાહ ચાલ્યા હતા
માર્ગ મંઝિલો બધી, હાથથી સરી જાય છે

શમણાંનુ હરણુ જીવનથી ખુબ થાકી ગયું
એને બંધ નયનથી પણ મૃગજળ દેખાય છે

આવે નહી શબ્દ સાગરમાં ગઝલની ભરતી
મારો સમુદ્ર ગઝલનો ઓસરી જાય છે

છંદ વિધાન = ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા

– રાજીવ

Advertisements

શ્રાવણી પૂનમ

જૂન 19, 2008

શ્રાવણી પૂનમે હસતા ઉપવન
સ્નેહ સુમનથી મહેંકે આંગણ

આંખ ધરે, પ્રેમ મોતીના થાળા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ફૂલ હસે ને હસે બહેનડી
તારા હસે ને હસે ભાઈલો

સ્નેહે છલક્યા સરોવર સારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ઝરમર વરસે મેઘ આભલે
બહેનનાં હૈયાં હરખે હેતે

મીલન મધુરાં મોંઘાં ભાળ્યાં
કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળાં

રેશમનો દોરો સ્નેહનો ગોટો
ભાલે તીલક કરી હેતે બાંધ્યો

આરતી કરે સ્નેહ ફૂવારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ખોલ રે મુખ, ઓ મારા ફૂલ
આશીષ પ્રસાદે ઓવારું સુખ

જુગજુગ જીવજો ભાઈલા મારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

મંગલ જોડી ભાઈ બહેનની
વીરો પૂરસે આશડી તારી

છલકાવું અમર પ્રેમના પ્યાલા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

– રમેશ પટેલ (આકાશદીપ)

अदा-ए ख़ास से

જૂન 12, 2008

नवेद-ए अम्‌न है बेदाद-ए दोस्‌त जां के लिये
रही न तर्‌ज़-ए सितम कोई आस्‌मां के लिये

મિત્રનો દગો/ક્રુરતા એક સારા સમાચાર છે મારા જીવનની રક્ષા માટે, નથી રહી કોઈ સર્વશક્તિમાનની અદા આસમાન માટે.

बला से गर मिज़हह-ए यार तिश्‌नह-ए ख़ूं है
रखूं कुछ अप्‌नी भी मिज़ह्‌गान-ए ख़ूं-फ़िशां के लिये

એમા શું નરક જેવુઅ છે, કે મિત્રની પાંપણો લોહીની તરસી છે, રાખીશ થોડુ મારુ લોહી પણ હું મિત્રની પાંપણો માટે.

वह ज़िन्‌दह हम हैं कि हैं रू-शिनास-ए ख़ल्‌क़ अय ख़िज़्‌र
न तुम कि चोर बने `उम्‌र-ए जाविदां के लिये

શું આપણે ખરેખર જીવતા છીએ કે ફક્ત જીવતા હોવાનો આ વહેમ છે ઓ ખિજ્ર, નથી તુ તે કે જ ચોર બની ગયો અવિનાશી થવા માટે.

रहा बला में भी मैं मुब्‌तला-ए आफ़त-ए रश्‌क
बला-ए जां है अदा तेरी इक जहां के लिये

મુસીબતના સમયમાં પણ રહ્યો હું બધાની ઈર્ષ્યા કરતો, તારી એક અદા જ છે આખી દુનિયાનો જીવ લેવા માટે.

फ़लक न दूर रख उस से मुझे कि मैं ही नहीं
दराज़-दस्‌ती-ए क़ातिल के इम्‌तिहां के लिये

હે આકાશ, મને ન રાખ એનાથી દુર, કે હું એકલો જ નથી, કાતિલના લાંબા હાથની પરિક્ષા કરવા માટે.

मिसाल यह मिरी कोशिश की है कि मुर्‌ग़-ए असीर
करे क़फ़स में फ़राहम ख़स आशियां के लिये

મારા વર્તનનુ સાચુ ઉદાહરણ ફકત એજ છે કે, પક્ષી કોઈ તણખલાં ભેગા કરે પિંજરામાં જ માળો બનાવવા માટે.

गदा समझ के वह चुप था मिरी जो शामत आए
उठा और उठ के क़दम मैं ने पास्‌बां के लिये

મને ભિખારી સમજીને એ ચુપ બેસી રહ્યા, અને મારી બદનસીબી સામે આવી ગઈ, હૂં ઉભો થયો અને ઉભો થઈ દરવાનના પગમાં ફસડાય પડ્યો.

ब क़द्‌र-ए शौक़ नहीं ज़र्‌फ़-ए तन्‌ग्‌ना-ए ग़ज़ल
कुछ और चाहिये वुस`अत मिरे बयां के लिये

આ ગઝલની ક્ષમતા નથી કે સમાવી શકે મારા બધા ભાવને, થોડો વધારે ભાવ સમાવવાની ક્ષમતા જોઈએ મારા ભાવને સમાવા માટે.

दिया है ख़ल्‌क़ को भी ता उसे नज़र न लगे
बना है `ऐश तजम्‌मुल हुसैन ख़ां के लिये

એણે આપ્યુ છે દરેક ને કઈને કઈ કે એને ખરાબ નજર ના લાગે, તજમ્મુલ હુસૈન ખાન બનવા માટે.

ज़बां पह बार-ए ख़ुदा या यह किस का नाम आया
कि मेरे नुत्‌क़ ने बोसे मिरी ज़बां के लिये

અરે ઓ પ્રભુ, આ કોનુ નામ મારી જીભ પર આવ્યુ છે, કે મારા શબ્દો પણ મારી જીભને ચુમવા લાગ્યા છે.

ज़मानह `अह्‌द में उस के है मह्‌व-ए आराइश
बनेंगे और सितारे अब आस्‌मां के लिये

તેના કાળ, જીવન પ્રસંશામાં શોષાય રહી છે, બનશે હવે તો ઘણા નવા તારાઓ આકાશ માટે.

वरक़ तमाम हुआ और मद्‌ह बाक़ी है
सफ़ीनह चाहिये इस बह्‌र-ए बे-करां के लिये

આખુ પાનુ ભરાય ગયુ પણ હજી તેના માટે પ્રસંશાના શ્બ્દો વધ્યા છે, એક નાવ/બુક જોઈએ આ બેકરાર લય માટે.

अदा-ए ख़ास से ग़ालिब हुआ है नुक्‌तह-सरा
सला-ए `आम है यारान-ए नुक्‌तह-दां के लिये

તેની પોતાની એક આગવી શૈલીને લીધે “ગાલિબ” બની ગયા ટોચના શાયર, અને આ એક જાહેર અરજ છે જો કોઈ કાબિલ હોય તે ટોચને સમજવા માટે

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

આભ

જૂન 5, 2008

મારા સમગ્ર અસ્તિત્વ પર…
વાદળી આ આભની જેમ…
જે છવાયેલુ રહે છે..
સાચુ કહે, આ આભ…
એ આભ છે કે તુંજ છે…

મારી આંખોના આભમાં…
આ સપ્તરંગી…
જે પ્રસરી રહે છે…
સાચુ કહે, આ મેઘધનુષ…
એ મેઘધનુષ છે કે તુંજ છે…

મારા અસ્તિત્વના…
નીલવર્ણી આ આભમાં…
તુંજ ફેલાયેલી છે…
સપ્તરંગી એવા…
મેઘધનુષની જેમ…

તુંજ છે આ…
એક પછી એક…
આવતા મારા શ્વાસમાં…
અને…
એ શ્વાસની મધુર…
પ્રથમ મેઘ સમ…
સુવાસમાં…

તુંજ કહેને…
તને કેમ કરી…
કરુ મારાથી દુર…
કે જ્યારે…
તું એક ક્ષણ પણ…
મારા અસ્તિત્વથી દુર નથી…

-રાજીવ