Archive for મે, 2008

સમય જાતાં

મે 29, 2008

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.

– અમૃત ઘાયલ

Advertisements

સાગરના મોજા

મે 23, 2008

રેતી પર કાવ્ય લખતા
સાગરના મોજા
પુછ્યા વિના પલાળતા
સાગરના મોજા

વારા પછી વારો, ને
તારા પછી મારો…
એક પછી એક, આવી…
શિસ્તબધ્ધતા સમજાવતા
સાગરના મોજા

પ્રેમીઓના પ્રેમ લખાણ,
આત્મીયજનો ના નામ,
કિનારાની રેતી પરથી
નિર્દયતાથી ભુંસી જતા
સાગરના મોજા

ક્યારેક કોપાયમાન થઈ
ખુબજ રોદ્ર સ્વરુપ લઈ
કાંઠાઓને તોડીને, કેટલીય
જીંદગી પર ફરી વળતાં
સાગરના મોજા

હોડીઓને પ્રેમથી હંકારી
લહેરે લહેરે પંપાળી
મઝધારથી મંઝિલ સુધી
પાર સુધી પહોચાડતા
સાગરના મોજા

– રાજીવ

यह न थी हमारी क़िस्‌मत

મે 15, 2008

यह न थी हमारी क़िस्‌मत कि विसाल-ए यार होता
अगर और जीते रह्‌ते यिही इन्‌तिज़ार होता

એ ન હતી અમારી કિસ્મત, કે પ્રિયપાત્રને ક્યારેય મળી શકીયે. અને જો અમે કદાચ જીવવાનુ ચાલુ રાખ્યુ હોત તો જીવનભર એજ રાહ જોયા કરવાનુ ચાલ્યુ હોત

तिरे व`दे पर जिये हम तो यह जान झूट जाना
कि ख़्‌वुशी से मर न जाते अगर इ`तिबार होता

જો તારા વચન પર જીવ્યા હોત તો તે ખોટુ જ હતુ, તો ખુશીથી મરી ન ગયા હોત તો જો અમને વિશ્વાસ હોત

तिरी नाज़ुकी से जाना कि बंधा था `अह्‌द बोदा
कभी तू न तोड़ सक्‌ता अगर उस्‌तुवार होता

તારી નાજુકતાથી અમે ખુબ ઢીલા બંધાયા હતા, તુ ક્યારેય તોડી ન શક્ત, જો બરાબર બંધાયા હોતા

कोई मेरे दिल से पूछे तिरे तीर-ए नीम-कश को
यह ख़लिश कहां से होती जो जिगर के पार होता

કોઈને પુછવા કહો મારા હૃદયને તારા હૃદય સોંસરવા ન નીકળેલા તીર વિશે, આ બેચેની જ ન રહી હોત જો હૃદયની પાર નીકળ્યુ હોત

यह कहां की दोस्‌ती है कि बने हैं दोस्‌त नासिह
कोई चारह-साज़ होता कोई ग़म्‌गुसार होता

આ કેવી મિત્રતા છે, કે મિત્રો સલાહકાર બની ગયા છે? અરે કાશ કે કોઈ મદદગાર હોત કે કોઈ સાંત્વન આપનાર હોત

रग-ए सन्‌ग से टपक्‌ता वह लहू कि फिर न थम्‌ता
जिसे ग़म समझ रहे हो यह अगर शरार होता

રગમાંથી ટપકતુ એ લોહી કે જે હવે બંઘ નથી થતુ, જેને તમે દુઃખ સમજો છો એ અંગાર હોત

ग़म अगर्‌चिह जां-गुसिल है पह कहां बचें कि दिल है
ग़म-ए `इश्‌क़ अगर न होता ग़म-ए रोज़्‌गार होता

ભલે આ દુઃખ બધુ જીવન ખાળનાર છે, પણ કઈ રીતે અમે બચીયે, જ્યાં સુધી આ હૃદય છે? જો આ દુઃખ ના હોત તો દુનિયાના અન્ય દુઃખો હોત

कहूं किस से मैं कि क्‌या है शब-ए ग़म बुरी बला है
मुझे क्‌या बुरा था मर्‌ना अगर एक बार होता

કોને કહુ હું કે શું છે, દુઃખની એ રાત એક મોટો આઘાત છે, મને શુ વાંધો હોત જો તે ફક્ત એક જ વાર હોત

हुए मर के हम जो रुस्‌वा हुए क्‌यूं न ग़र्‌क़-ए दर्‌या
न कभी जनाज़ह उठ्‌ता न कहीं मज़ार होता

મરી ગયા પછી હવે, અમે થયા એવા બદનામ – કેમ અમે ન ડુબી ગયા સાગરમાં? ન અમારો જનાજો ઉઠત અને ન અમારી કબર બની હોત

उसे कौन देख सक्‌ता कि यगानह है वह यक्‌ता
जो दूई की बू भी होती तो कहीं दो चार होता

તેને કોણ જોઈ શકે? કેમકે તે ઐક્ય અનોખુ છે, જો ત્યાં બે ની વાત હોત તો કદાચ બે કે ચાર હોત

यह मसाइल-ए तसव्‌वुफ़ यह तिरा बयान ग़ालिब
तुझे हम वली समझ्‌ते जो न बादह-ख़्‌वार होता

આ બધી મુશ્કેલિઓ રાઝના! અને આ તારી કબુલાત ગાલિબ, અમે તેને સંત માની લેત – જો તુ શરાબી ના હોત

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

ગરવો ગુજરાતી…

મે 10, 2008


પ્રિય ગુજરાતી ચાહક મિત્રો,

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે એક નવતર બ્લોગ આપના સૌના માટે શરુ કરી રહ્યો છું. તમને શબ્દ સાગરના કિનારે મારી સ્વ-રચિત રચનાઓ તો મળતી જ રહેશે અને તેની સાથે હવે આ નવા બ્લોગ પર ગુજરાતી ગીતો, ગઝલો, ડાયરાની રમઝટ અને અન્ય સાહિત્ય જોવા, સાંભળવા અને માણવા મળશે.

ઈન્ટરનેટ પરથી શોધેલા ગુજરાતી સાહિત્યને આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરવાનો આ નવતર પ્રયાસ છે… આશા છે કે આપ સૌને તે ગમશે.

આજે તેની શરુઆત, ઝવેરચંદ મેઘાણીની રચના કસુંબીનો રંગ દ્વારા જ કરી રહ્યો છુ.

આ રચના માણવા અહી ક્લીક કરો

કસુંબીનો રંગ…

આપના અભિપ્રાયનો ઈંતજાર રહેશે…

આપનો મિત્ર

રાજીવ

ભવસાગર

મે 8, 2008

રેતીના સાગરમાં કદી નાવ તરતી નથી
મૃગજળ પીવાથી કદી તરસ મરતી નથી

એટલે જ કહું છું ખુબ સાચવીને વાપરજો
કે વિતેલી ક્ષણો તે કદી પાછી ફરતી નથી

* * * * રાજીવ * * * *

કેમ કરીને કરવો પાર…
વ્હાલા, કેમ કરીને કરવો પાર…, આ ભવસાગરને…
કેમ કરીને કરવો પાર…

સાર સમજવા સંસારનો કરે છે સૌ પ્રયાસ
સાર સમજી ગયાનો થાય સૌને આભાસ
પણ, નથી આ સંસારમાં કોઈ સાર
વ્હાલા, કેમ કરીને કરવો પાર…

અતૃપ્ત આશાઓનો ભાર વેંઠી વેંઠી ને
અભિલાષાની લાશોને ખેંચી ખેંચી ને
હવે શ્વાસોનો પણ લાગે છે ભાર
વ્હાલા, કેમ કરીને કરવો પાર…

અન્યની માટે જીવન ઘસતા રહ્યો તોયે
અન્યની માટે જીવન જીવતો રહ્યો તોયે
સંબંધો થયા બધા તાર તાર
વ્હાલા, કેમ કરીને કરવો પાર…

– રાજીવ

ઘર

મે 1, 2008

બારણાં મારા ઘરના તારા આગમન માટે તરસે
આંગણુ મારુ તારા પગરવના શ્વાસ માટે તરસે

સુકાયેલો બગીચો ઘરનો, વરસાદ માટે તરસે
નથી ખબર તેને, તું તો હવે બીજે ક્યાંક વરસે

તું નથી તેથી ઘરમાં હવે ઘર જેવુ કઈ રહ્યુ નથી
કહે ને મારા આ ઘરને ઘર ફરીથી કોણ કરશે ?

ઘરની દિવાલો અને છતને કાયમ સમજાવું છું
કોઈ કાળે કદાચ તારા ચરણો આ તરફ વળશે

આ ભવ તો એળે ગયો પણ આવતા જન્મમાં,
તુંજ કહેને, શું ફરીવાર તારો સાથ મને મળશે

– રાજીવ