Archive for ફેબ્રુવારી, 2008

મારા નયને…!

ફેબ્રુવારી 28, 2008

nature23.jpg

તુંજ સ્પર્શના ગુલાબ, હજીયે મહેંકે છે,… મારે ટેરવે
તુંજ ઝાંઝરનો ઝંકાર, હજીયે ગુંજે છે,… મારે આંગણે

તુંજ મધુર સ્વર, હજીયે પડઘાય છે,… મારે કાને
તુંજ સોનેરી તસ્વીર, હજીયે નિહાળુ છું,… મારે બારણે

પણ, હવે પાંપણો મિચાંય જાય છે,… હળવા પવને
તારી યાદોનો ભાર, હજીયે વર્તાય છે,… મારા નયને

ભલે, ‘રાજીવ’ હૃદય દાવાનળ,… હજુ સળગે
થશે તે રાખ, પવનના એક,… હળવા ઝોંકે

– રાજીવ ગોહેલ

Advertisements

અમૃત

ફેબ્રુવારી 21, 2008

dead_sea_sunset.jpg

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

– અમૃત ઘાયલ

શુ થાત?

ફેબ્રુવારી 16, 2008

roadtoheaven.jpg

શબ્દો મારા છે, પણ અર્થ તમારા છે
પુષ્પો મારા છે, પણ સુગંધ તમારી છે
અસ્તિત્વ મારુ છે, પણ અધિકાર તમારો છે
રાત્રીઓ મારી છે, પણ સ્વપ્નો તમારા છે
હૃદય મારુ છે, પણ ધડકનો તમારી છે
માર્ગ મારા છે, પણ મંઝિલ તમારી છે
શરીર મારુ છે, પણ આત્મા તમારો છે

તમારા અર્થ ના હોત તો મારા શબ્દોનુ શુ થાત?
તમારી સુગંધ ના હોત તો મારા પુષ્પોનુ શુ થાત?
તમારો અધિકાર ના હોત તો મારા અસ્તિત્વનુ શુ થાત?
તમારા સ્વપ્ન ના હોત તો મારી રાત્રીઓનુ શુ થાત?
તમારી ધડકનો ના હોત તો મારા હૃદયનુ શુ થાત?
તમારા મંઝિલ ના હોત તો મારા માર્ગનુ શુ થાત?
તમારો આત્માના હોત તો મારા શરીરનુ શુ થાત?

– રાજીવ ગોહેલ

Happy Valentine’s Day

ફેબ્રુવારી 13, 2008

valentine_prev.jpg

વ્હાલા વાચક મિત્રો,

આપ સૌને વેલેન્ટાઈન ડે ની ખુબ ખુબ શુભકામનાઓ…!

સૌ કોઈનુ જીવન પ્રેમમય, પ્રેમસભર, પ્રેમપૂર્ણ બને તેવી પ્રભુને પ્રાર્થના…!

આ દિવસ જેની યાદમાં મનાવામાં આવે છે તે સંત વેલેન્ટાઈનની કહાની વાંચવા નીચે ક્લીક કરો

સંત વેલેન્ટાઇનની કહાની…!

– રાજીવ

પવન કે પ્રેમ

ફેબ્રુવારી 9, 2008

0001.jpg

પહેલાં નજરે ના ચડે, પવન હોય કે પ્રેમ
જોઇ શકો, તો પુછજો, ચોખ્ખા છે કે કેમ?

લઇ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય
‘ઓહો, દર્શન થઇ ગયાં’, બોલે જાદવરાય

છેકું, ભુંસું, ને લખું, કેમ થાય છે આમ?
બાકી એનું નામ તો બે અક્ષરનુ નામ

તાજમહાલોની બુલંદ છોને પ્રેમસગાઇ
અનારકલીએ વાપરી કેટલી એફ.એસ.આઇ

– ઉદયન ઠક્કર

પ્રણય મુકતકો

ફેબ્રુવારી 2, 2008

bhandhani.jpg

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ?
બસ, હ્રદય વચ્ચે કટારી જોઇએ

– મુકેશ જોશી

જગતના ભેદ ઢાંકે છે કોઇ, કોઇ ઉઘાડે છે
ઘરે છે હુસ્ન પરદાઓ, મહોબ્બત વસ્ત્ર ફાડે છે

– બરકત વીરાણી ‘બેફામ’

બની જઉં પવન, વૃક્ષમાં શોધું શરણું
સુખે ઝુલતી આ લતાઓને પરણું

– શોભિત દેસાઇ

હવે પ્રિતની રીત સમજાઇ છે કંઇ
હવે રીતસરની મજા લઇ રહ્યો છુ
હવા લીમડાની સતાવે છે ‘ઘાયલ’
કબરમાંયે ઘરની મજા લઇ રહ્યો છું

– ‘ઘાયલ’

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
લીમડાંની ડાળ મીઠી થઇ ગઇ

– અદમ ટંકારવી