છેદાય છે

ist2_3427436_pain_in_the_heart.jpg

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્ર્વાસમાં છેદાય છે

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે

ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે

– નયન દેસાઈ

Advertisements

7 Responses to “છેદાય છે”

 1. Sanjay Says:

  ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ
  કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે

  khub j dhardar rachana

 2. gopal h parekh Says:

  માશાલ્લાહ,નયનભાઇ

 3. Rekha Says:

  Sundar rachana…

  કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે

 4. વિવેક ટેલર Says:

  આખી ગઝલ આ પ્રમાણે છે:

  લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
  વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

  શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
  હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

  ચાલ, સંબંધોનું કોઈ કણમાપક શોધીએ,
  કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

  આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
  ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.

  બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
  શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

 5. Shah Pravinchandra K Says:

  નવા કલ્પનોથી મઢાઈને કવિતા જ્યાં જ્યાં અને
  જ્યારે જ્યારે અવતરે છે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે
  વનવગડે મોર નૃત્ય કરતો હોય એવું લાગે છે.
  આ કવિતા(ગઝલ) આનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે
  છે.
  નયન અંજાઈ જાય એવી રચના છે.

 6. pragnaju Says:

  નયનની આ સુંદર ગઝલમાં બધાને ગમે તેવી પંક્તીઓ
  આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
  ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.
  બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
  શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
  બદલ િવવેકમને ધન્યવાદ
  કદાચ આ
  No 1 has one angle.
  No 2 has two angles.
  No 3 has three angles.
  No 4 (which used to be written +) has four angles.
  and “O” has no angles પ્રશ્નમાંથી ગઝલની પ્રરણા મળી હશે?

 7. Pinki Says:

  jindagine kavitani bhumitima
  maapvani alag j majaa avi…..!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: