પ્રેમસભર મુક્તકો

0179.jpg

કોઇનોય પ્રેમ ક્યારેય પણ ઓછો હોતો નથી
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે

-હરીન્દ્ર દવે

પ્રેમ હ્સ્વ અને વિસ્મરણ કેટલૂં દીર્ઘ હોય છે!

– અનુવાદઃ જગદીશ જોશી

તમારી મુંગી આંખોમાં જવાબોના જવાબો છે
છતાં બેચેન થૈને કેટલા હૂં પ્રશ્ન પુંછું છું
મને પણ થાય છે કે પ્રેમમાં હું આ કરું છું શું
તમે રડતાં નથી તો પણ તમારી આંખ લુંછું છું

-શેખાદમ આબુવાલા

યારી, ગુલામી, શું કરું તારી? સનમ!
ગાલે ચુમું કે પાનીએ તુંને સનમ!
મેંદી કદમની જોઇ ના પૂરી કદી!
આવી ન આવી એમ શું થાતી? સનમ!

– કલાપી

Advertisements

11 Responses to “પ્રેમસભર મુક્તકો”

 1. Rachit Says:

  Great collection…
  thanks

 2. Rekha Says:

  પ્રેમ હ્સ્વ અને વિસ્મરણ કેટલૂં દીર્ઘ હોય છે!

  liked the most…

 3. ઊર્મિ Says:

  સુંદર મુક્તકો…

  કોઇનોય પ્રેમ ક્યારેય પણ ઓછો હોતો નથી
  આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે

  હરીન્દ્રભાઈનો અપેક્ષા અને પ્રેમ વિશેનો આ શેર વાંચીને મને મારો જ એક શેર યાદ આવી ગયો…

  “જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
  ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.”

 4. વિવેક ટેલર Says:

  નાનકડું છતાં મૂલ્યવાન સંકલન… આભાર…

 5. Niraj Says:

  ખૂબ સુંદર સંકલન…

 6. સુરેશ Says:

  કોઇનોય પ્રેમ ક્યારેય પણ ઓછો હોતો નથી
  આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે

  -હરીન્દ્ર દવે
  મને બહુ જ પસંદ પંક્તી.

 7. સુરેશ Says:

  અરે, ભાઈ રાજીવ! તારો બ્લોગ બંધ કરવા જતો હતો , ત્યાં જ નજર આ બોક્સની જમણી બાજુએ ‘ ગુજરાતી નેટ જગત’ પર ગઈ. સરસ રીતે કક્કાવાર માહીતી તરત ઉડીને આંખે વળગી ગઈ.

  અને અમદાવાદી રીતે કોપી કરી લીધું ! આમાં મારા અંતરની વાણી અને ત્રણ ‘ ‘પરીચય’ બ્લોગ ઉમેરી દે તો?
  ગુજરાતી સારસ્વત પરિચય
  http://sureshbjani.wordpress.com/parichay/
  ગુજરાતી પ્રતિભા પરિચય
  http://gujpratibha.wordpress.com/
  ગુજરાતી મહાજન પરીચય
  http://mahajanparichay.wordpress.com/
  અંતરની વાણી
  http://antarnivani.wordpress.com/antar_vani/

 8. Rajiv Says:

  સુરેશ દાદા,

  તમારા ચાર બ્લોગની લીંક ઉમેરી દીધી છે…!

  રાજીવ

 9. pragnaju Says:

  સુંદર સંકલન
  મને પણ થાય છે કે પ્રેમમાં હું આ કરું છું શું
  તમે રડતાં નથી તો પણ તમારી આંખ લુંછું છું
  અને
  પ્રેમ હ્સ્વ અને વિસ્મરણ કેટલૂં દીર્ઘ હોય છે!
  વાહ
  આ માણતા સતત ગૂંજ્યો સોલીનો સૂર…
  પ્રેમ એટલે કે,
  સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
  સ્વપ્નમાં પળાય એવો કાયદો
  પ્રેમ એટલે કે,
  તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
  ક્યારે નહીં માણી હો,
  એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
  દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.
  પ્રેમ એટલે કે,
  સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
  કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
  એક છોકરીને તે શ્યામવર્ણી
  વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી
  પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય
  છે મુશાયરો
  પ્રેમ એટલે કે…

 10. વિશ્વદીપ બારડ Says:

  તમારી મુંગી આંખોમાં જવાબોના જવાબો છે
  છતાં બેચેન થૈને કેટલા હૂં પ્રશ્ન પુંછું છું
  મને પણ થાય છે કે પ્રેમમાં હું આ કરું છું શું
  તમે રડતાં નથી તો પણ તમારી આંખ લુંછું છું

  -શેખાદમ આબુવાલા
  saras sher Chhe. I like it.

 11. aajnosandesh Says:

  ખૂબ સુંદર સંકલન…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: