એક દિવસ હતો

day.jpg

એક દિવસ હતો, એક રાત હતી, અને સોનેરી પળ હતી
એક દિલ હતુ, ધડકન હતી, અને આંખડી ચંચળ હતી

એક સાગર હતો, એક નદી હતી, અને થોડી પ્યાસ હતી
એક હિંમત હતી, એક હામ હતી, અને ભીતરે નિર્બળ હતી

એક રાત હતી, એક ચંદ્ર હતો, અને રેશમી ચાંદની હતી
એક રણ હતું, એક રેત હતી, અને લાગણી નિર્જળ હતી

એક શહેર હતું, એક માર્ગ હતો, અને ફક્ત એકલતા હતી
એક ઉર્મિ હતી, એક આવેગ હતો, અને આંખો સજળ હતી

એક પર્વત હતો, એક ખડક હતો, અને ગગનની ગોખ હતી
એક ઝરણું હતુ, એક ધ્વની હતો, અને લાગણી ખળખળ હતી

એક આશ હતી, એક પ્યાસ હતી, અને તારી ઓળખાણ હતી
એક સવાર હતી, એક ગુલાબ હતું, અને યાદની ઝાંકળ હતી

એક તું હતી, એક હું હતો, અને છતાં મૃત પાંપણો હતી
બે નયન હતા, એક આંસુ હતું, અને આંખો પર સાંકળ હતી

– રાજીવ

Advertisements

6 Responses to “એક દિવસ હતો”

 1. Pinki Says:

  navu j sarjan…… navi adama…….

 2. neetakotecha Says:

  khub saras.

  http://neeta-kotecha.blogspot.com/

  http://neeta-myown.blogspot.com/

 3. Sapan Says:

  khub ja sundar rachana Rajiv

 4. Shreya Says:

  બે નયન હતા, એક આંસુ હતું, અને આંખો પર સાંકળ હતી

  sundar and bhav shabhar

 5. naraj Says:

  સરસ ..અંદાજમાં

 6. કેતન શાહ Says:

  એક આશ હતી, એક પ્યાસ હતી, અને તારી ઓળખાણ હતી
  એક સવાર હતી, એક ગુલાબ હતું, અને યાદની ઝાંકળ હતી

  બે નયન હતા, એક આંસુ હતું, અને આંખો પર સાંકળ હતી

  ખુબ જ સુંદર રચના.

  કેતન શાહ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: