Archive for નવેમ્બર, 2007

તમારા વિના

નવેમ્બર 30, 2007

without-you.jpg

હવે કેમ કરી લખાશે મારી કલમ વડે કંઇ?
કે શબ્દો પણ તમારા વિના નથી મળતા

હવે કેમ કરી ધડકાશે મારા હૃદય વડે અહીં?
કે શ્વાસો પણ તમારા વિના નથી મળતા

હવે કેમ કરી ચલાશે મારા ચરણો વડે અહીં?
કે રસ્તાઓ પણ તમારા વિના નથી મળતા

હવે કેમ કરી બોલાશે મારા હોઠોં વડે કંઇ?
કે શબ્દો પણ તમારા વિના નથી મળતા

હાસ્યની તો વાત દુર, એ ક્યાં મળે છે એમ?
કે આંસુઓ પણ તમારા વિના નથી મળતા

– રાજીવ

Advertisements

ફુલ તો

નવેમ્બર 28, 2007

yellow_flower_preview.jpg

ફુલ તો એની
ફોરમ ઢાળી રાજી
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે
ફુલ તો એનું કાંઇ ન જાણે
ભમરા પુછે ભેદ, તો લળી મૂગું મરતું લાજી

એક ખુણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું!
કોઇનું નહી ફરિયાદી ને કોઈનું નહીં કાજી

એનું નિજમાં રંગમાં રાતું,
ખુશ્બુભર્યું એકલું ખાતું
મસળી નાખે કોઇ તો સામે
મ્હેક દે તાજી તાજી!
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

– મકરંદ દવે

ધીમો પ્રવાસ

નવેમ્બર 21, 2007

carvan.jpg

લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે
ઓ જીંદગાની તારા હજારો લિબાસ છે

બે-ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી
અમને તો જમાનાની હવાઓએ રાશ છે

જો જો કે થવાનુ છે આજ ફરી ફરીને
હમણાં ભલે કહુ કે આખરી પ્રયાસ છે

મંઝિલ મળી જ્યાં એક ત્યાં લાખો દિશા ખુલી
કોને ખબર છે ક્યાં સુધી મારો વિકાસ છે

લાગે છે એ વખતે મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે

થઇને હતાશ જ્યાં ઉપર જોયુ ‘મરીઝ’
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે

– મરીઝ

અમે

નવેમ્બર 16, 2007

lamps.jpg

આ પ્રેમ છે કે કઇ બીજુ, નથી એની ખબર મને
પણ પ્રેમ છે તો પ્રેમની, નથી રહી કદર મને

હૃદયની ઉર્મિઓ અમે નથી મારવાના
સ્વપ્નોની ચિતા, અમે નથી બાળવાના

પ્રયત્નો કર્યા છે અમે તને પામવાના
અને આમ અમથા અમે નથી હારવાના

ભલે દુનિયા આખી દુશ્મન બની રહે
તારો હાથ ઝાલી અમે નથી છોડવાના

હૃદયમાં ઝળહળે છે તારા પ્રેમના દીવા
અધવચ્ચે આ કોડિયા અમે નથી ફોડવાના

સપનાઓથી સજાવ્યો છે સ્વપ્નમહેલ આ
કોઇના કહેવાથી તે અમે નથી તોડવાના

– રાજીવ

મારી ચાલ તો જોજે

નવેમ્બર 15, 2007

chess.jpg

ખુશાલી આંગણે મહોરી છે એનો ફાલ તો જોજે
હજુ આ સાલ ફાલી છે, પછીની સાલ તો જોજે!

વિધાત્રી, બહુ લખ્યા તેં લેખ લોકોનાં લલાટો પર
હવે તારા લખી નાખું પચી તું ભાલ તો જોજે

ભલે હાથી, વજીર, ને ઊંટ, ઘોડા, સહુ ગુમાવ્યું છે
ફક્ત પ્યાદાં વધ્યાં છે, તોયે મારી ચાલ તો જોજે

– દેવદાસ ‘અમીર’

શુભ દિપાવલી

નવેમ્બર 8, 2007

diwali.jpg

સર્વે ગુજરાતી સાહિત્ય રસીક મિત્રોને, તેમના પરિવારના તમામ સભ્યો, અને મિત્રોને મારા તરફથી દિપાવલીના શુભ પર્વ નિમિતે હાર્દિક શુભ-કામનાઓ.

Happy Diwali

diwali1.jpg

Wishing you all a very Happy New Year

આવનાર વર્ષ આપ સૌના જીવનને પ્રેમ અને ખુશીઓથી ભરી દે એવી પ્રભુને અભ્યર્થના.

– રાજીવ

તને ચૂમું, તો

નવેમ્બર 5, 2007

buds.jpg

ઊઘડતા હોઠના સ્પંદનમાં વિસ્તરી જાઉં
તને ચૂમું, તો હું વાતાવરણ બની જાઉં

તને હું જોઉં, તો થઈ જાઉં સ્થિર, સમયની જેમ
તને અડું, તો હવામાં વહી વહી જાઉં

સુગંધને કોઈ આકાર દઈ શકાતો નથી
કળી કળીમાં તને, નહિ તો, કોતરી જાઉં

તું તરવરે છે લહેરાતી ધૂમ્રસેરોમાં
અને હું તારા વળાંકો ઉપર વળી જાઉં

બહુ બહુ તો તને આંખમાં હું બંધ કરું
બહુ બહુ તો તને શ્ર્વાસમાં ભરી જાઉં

-હેમંત ધોરડા