હું ઉભો છું

desert_moon_2.jpg

અસંખ્ય ક્ષણો જાણે સમાયા કરે છે મારી ભીતરમાં
અને હું ઉભો છું ત્યાં, કે જ્યાં હાથ તારો છુટ્યો હતો

ભુલી ગયો છું સઘળા પુસ્તકોનુ જ્ઞાન એકસામટુ
યાદ છે પ્રેમનો અક્ષર, કે જે તારી સાથે ઘુટ્યો હતો

નથી નભાવી શક્યો એકપણ સંબંઘ હું સારી રીતે
મારી એકલતાના રણમાં હું જ બાવળ બની ફુટ્યો હતો

હતું અમને કે નહિ બતાવીએ આંસુ અમે કોઇને
જ્યારે પાંપણોની પાળ તુટી, દરિયો પણ ખુટ્યો હતો

હવાના નાજુક ઝોંકે જ જમીન પર વિખેરાઈ ગયો
હું મારી જીંદગીમાં કંઇક એટલીવાર તુટ્યો હતો

તેથી જ કદાચ ‘રાજીવ’ શ્વાસ લેતાં ગભરાય છે
દરેક શ્વાસ તેને કટાર બની દિલમાં ખુંચ્યો હતો

– રાજીવ

Advertisements

11 Responses to “હું ઉભો છું”

 1. Rekha Says:

  નથી નભાવી શક્યો એકપણ સંબંઘ હું સારી રીતે
  મારી એકલતાના રણમાં હું જ બાવળ બની ફુટ્યો હતો

  khub j sundar

 2. Pinki Says:

  really nice one………

  dilni vat shabdoma saras avi ……

 3. Niraj Says:

  સુંદર શબ્દો… સુંદર રચના…

 4. Vijay Shah Says:

  તેથી જ કદાચ ‘રાજીવ’ શ્વાસ લેતાં ગભરાય છે
  દરેક શ્વાસ તેને કટાર બની દિલમાં ખુંચ્યો હતો

  સુંદર શબ્દો… સુંદર રચના really nice one………

 5. pravinash1 Says:

  નથી નભાવી શક્યો એક પણ સંબધ હું સારી રીતે
  મારી એકલતાના રણમાં હું જ બાવળ બની ઉભો હતો

  ખૂબ સરસ રીતે જીવનનું સત્ય સમજાવ્યું છે.

 6. Ramesh Says:

  ભુલી ગયો છું સઘળા પુસ્તકોનુ જ્ઞાન એકસામટુ
  યાદ છે પ્રેમનો અક્ષર, કે જે તારી સાથે ઘુટ્યો હતો

  nice… words

 7. Sapan Says:

  sundar rachana chhe Rajiv…

 8. naraj Says:

  sundar

 9. Ketan Shah Says:

  હતું અમને કે નહિ બતાવીએ આંસુ અમે કોઇને
  જ્યારે પાંપણોની પાળ તુટી, દરિયો પણ ખુટ્યો હતો

  bahu j sundar rachana chhe

  Ketan

 10. મગજના ડોક્ટર Says:

  ભુલી ગયો છું સઘળા પુસ્તકોનુ જ્ઞાન એકસામટુ

  યાદ છે પ્રેમનો અક્ષર, કે જે તારી સાથે ઘુટ્યો હતો

  DEAR RAJIV,

  સુંદર શબ્દો… સુંદર રચના…

 11. Shreya Says:

  khub j sundar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: