મૃત્યુ ન કહો

flower1.jpg

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

– હરીન્દ્ર દવે

Advertisements

5 Responses to “મૃત્યુ ન કહો”

 1. જુગલકીશોર Says:

  હરીન્દ્ર દવેની આ રચનાના પ્રાગટ્ય બદલ આભાર.
  વધુ પીરસતાં રહેશો તેવી શ્રદ્ધા છે જ.

 2. Navnit Parekh Says:

  Very nice poetry. Keep on sending such valuable poet’s works

 3. વિવેક Says:

  પ્રિય મિત્ર,

  જોડણીની ભૂલો અવગણી શકાય તો ઘણું સારું થાય… ધવલે આ પોસ્ટ લયસ્તરો પર મૂકી હતી ત્યારે જે જોડણીની ભૂલો કરી હતી, એની એ જ ભૂલો અહીં એ જ સ્વરૂપે દેખાઈ રહી છે !

  http://layastaro.com/?p=320

 4. Rajendra Trivedi, M.D. Says:

  દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને

  એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને

  ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને

  આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

  GREAT WORK OF POET “HARENDRA DAVE!!! “

 5. charu shah Says:

  Highly emotional thoughts!
  Excellent piece of art.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: