વહેવાર પણ ગયો

beach7.jpg

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

– ‘મરીઝ’

Advertisements

4 Responses to “વહેવાર પણ ગયો”

 1. વિવેક Says:

  મરીઝની ખૂબ જ યાદગાર રચના…

 2. Pinki Says:

  વાહ્ !! વહેવાર સાચવવામાં તો બહુ બધું જાય છે જ
  પણ પ્રેમમાં તો વહેવાર પણ ગયો
  અનોખી અનેરી સાચી હ્ર્દયસ્પર્શી વાત……

  દરેક શેર – દિલની વાત !!

  કેવી દિવાનગી કે
  સમજદારી ભૂલાવી સાચું સમજાવી ગઈ – લખાવી ગઈ !!

 3. Tarun Says:

  એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
  જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

  khub j sundar rachana

 4. ઊર્મિ Says:

  one of my favorite gazal by mariz…!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: