હું છું

philly07.jpg

એક નજર આકાશમાં કરે તો ચારેબાજુ હું છું
મને વસાવ તારા મનમાં, તો ચારેબાજુ હું છું

તને કોણે કહ્યુ કે હું સરળતાથી નથી મળતો?
આવ પ્રવેશ મારા કાવ્યમાં, તો ચારેબાજુ હું છું

શ્વાસોમાં હું છું, ને ધડકનોમાં પણ હું જ છું
કર નજર તારા હૃદયમાં, તો ચારેબાજુ હું છું

મને ચાહતી રહે, ઝંખતી રહે, શોધતી રહે
કર નજર તારા અસ્તિત્વમાં, તો ચારેબાજુ હું છું

તારા હૃદયની ઉર્મિમાં, તારી આંખના સ્વપ્નમાં
કર નજર તારી આશમાં, તો ચારેબાજુ હું છું

– રાજીવ

Advertisements

4 Responses to “હું છું”

 1. Tarun Says:

  તને કોણે કહ્યુ કે હું સરળતાથી નથી મળતો?
  આવ પ્રવેશ મારા કાવ્યમાં, તો ચારેબાજુ હું છું

  beautiful thoughts!!!!!!!!!!!!

 2. ક્સુંબલ રંગનો વૈભવ Says:

  તને કોણે કહ્યુ કે હું સરળતાથી નથી મળતો?
  આવ પ્રવેશ મારા કાવ્યમાં, તો ચારેબાજુ હું છું

  સુંદર ………….ઓશો રજનીશ યાદ આવી ગયા ..રાજીવભાઈ……આ સકલ સૃષ્ટિ આખરે તો ઈશ્વરનું કાવ્ય છે. જો ગરજતા વાદ્ળો …વરસતો વરસાદ….ભીની માટીની ખુશબોથી મન રોમાંચીત ના થાય… કોયલના ટહુકારે મન નાચી ના ઉઠે………કે ખીલતા ગુલાબને જોઈ આંખમાં હરખના આંસુ ના આવે તો આપણે સાચે જ કુદરતને ચુકી ગયા સુંદર આમ જ લખતા રહો અભિનંદન

 3. મગજના ડોક્ટર Says:

  તારા હૃદયની ઉર્મિમાં, તારી આંખના સ્વપ્નમાં
  કર નજર તારી આશમાં, તો ચારેબાજુ હું છું

  DEAR રાજીવ – RAJEEV,

  YOUR POEM HAS THE HEAR MIND AND SO FEELING.
  KEEP WRITING …
  I AM ENJOYING YOUR WORK.
  WITH LOVE

  RAJENDRA

 4. Pinki Says:

  soooooooooo nice………..
  different touchy i like it…………

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: