પહેલી મુલાકાત

river1.jpg

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું

રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી

આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

-શોભિત દેસાઇ

Advertisements

8 Responses to “પહેલી મુલાકાત”

 1. sunil shah Says:

  સરસ રચના

 2. hemantpunekar Says:

  આંખો ઘેલી હતી, ધેલી નહીં 🙂

  સરસ રચના છે.

 3. રાજીવ Says:

  હા હા હા… 🙂

  ટાઈપ કરવામાં ભુલ થઈ ગઈ…! 😉
  ભુલ બતાવવા માટે આભાર, સુધારી રહ્યો છું !!!

  રાજીવ

 4. Tarun Says:

  sundar rachana

 5. Niraj Says:

  સુંદર ગઝલ.. પંકજ ઉધાસના સ્વરમાં સાંભળ્યાનું યાદ આવે છે. તેમના પેહલા આલ્બમ ‘રજુઆત’ માં હતી. જલ્દી જ સ્વર સાથે રણકાર પર મુકીશ.

 6. Pinki Says:

  nice one …………. ! !

 7. પ્રતિક સુખડીયા Says:

  હું પણ તાજેતરમાં જ મારી એક મિત્રને સૌ પ્રથમ વાર મળ્યો હતો. અમે મળ્યા તે અગાઉ મેં બહુ બધુ નક્કી કર્યુ હતુ કે – તેની સાથે હું આમ વાત કરીશ કે તેમ વાતકરીશ પણ તેના આવતાં જ હું કશુ બોલી ના શક્યો. હું છોકરો હોવા છતાં મને શરમ નામનો સાપ ડંખ મારી ગયો. આંખના પલકારામાં જ એની સાથેનો સમય પુરો થઇ ગો. એ જ્યારે ગઇ ત્યારે મને અમે લાગ્યુ કે – હવે ક્યારે મળી શકીશ ? ખરેખર એને જતી જોઇ મને એમ લાગ્યુ કે – હજી પણ થોડી વાર એની સાથે વાત કરવા મળે તો !!!!!!!!! ખરેખર એ મારી સાચી મિત્ર છે. એની સાથેની આ મુલાકાત ભલે ક્ષણિક હતી પણ મારા માટે યાદગાર બની રહેશે.

 8. sapana Says:

  saras rachana
  sapana

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: