दिल-ए नादां

दिल-ए नादां तुझे हुआ क्‌या है
अख़िर इस दर्‌द की दवा क्‌या है

અરે એ નાસમજ-હૃદય, તને થયુ છે શું? ખરેખર, આ દુઃખની દવા (ઈલાજ) શું છે?

हम हैं मुश्‌ताक़ और वह बेज़ार
या इलाही यह माज्‌रा क्‌या है

અમે છીએ લાગણીસભર અને તેઓ લાગણીશુન્ય, હે પ્રભુ, આ કેવો બનાવ છે?!

मैं भी मुंह में ज़बान रख्‌ता हूं
काश पूछो कि मुद्‌द`आ क्‌या है

હું પણ મોઢામાં જીભ રાખુ છું (બોલી શકુ છું), જો તમે પુછ્યુ હોત કે, ખરેખર વાત શું છે?

जब कि तुझ बिन नहीं कोई मौजूद
फिर यह हन्‌गामह अय ख़ुदा क्‌या है

જ્યારે કે તારા વગર નથી અહી ખરેખર કોઈ, ત્યારે, આ બધી બેચેની શું છે?

यह परी-चह्‌रह लोग कैसे हैं
ग़म्‌ज़ह-ओ-`इश्‌वह-ओ-अदा क्‌या है

આ પરી જેવા ચહેરા વાળા માણસો – તેઓ શું છે? આ એક નજર, હવા અને દુવાઓ – શું છે?

शिकन-ए ज़ुल्‌फ़-ए अन्‌बरीं क्‌यूं है
निगह-ए चश्‌म-ए सुर्‌मह-सा क्‌या है

શા કારણે ગડીઓ પડી ગઈ છે આ વાદળ જેવી સુગંધવાળા કેશમાં? અને સુરમાભરેલી આંખોથી મારા તરફ થયેલી એક નજર શું છે?

सब्‌ज़ह-ओ-गुल कहां से आए हैं
अब्‌र क्‌या चीज़ है हवा क्‌या है

ક્યાંથી આવ્યા છે આ ઘાસ અને ગુલાબના ફુલો? શું વસ્તુ છે આ આકાશ? અને પવન શું છે?

हम को उन से वफ़ा की है उम्‌मीद
जो नहीं जान्‌ते वफ़ा क्‌या है

અમે ઈચ્છીએ છિએ તેમની પાસેથી વિશ્વસનીયતા, જે નથી જાણતા વિશ્વસ્નીયતા શું છે?

हां भला कर तिरा भला होगा
और दर्‌वेश की सदा क्‌या है

હાં, સારુ કર, તારુ પણ સારુ જ થશે, બીજુ ક્યાંય દરવેશે કહ્યુ શું છે?

जान तुम पर निसार कर्‌ता हूं
मैं नहीं जान्‌ता दु`आ क्‌या है

પ્રાણ તારા માટે આપી શકુ છું હું, હું નથી જાણતો પ્રાર્થના શું છે?

मैं ने माना कि कुछ नहीं ग़ालिब
मुफ़्‌त हाथ आए तो बुरा क्‌या है

હું માનુ છુ કે ગાલિબ કઈ નથી, પણ જો તમને મફતમાં મળતો હોય તો તમને વાંધો શું છે?

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા

– ग़ालिब

Advertisements

7 Responses to “दिल-ए नादां”

 1. Ramesh Says:

  मैं भी मुंह में ज़बान रख्‌ता हूं
  काश पूछो कि मुद्‌द`आ क्‌या है

  હું પણ મોઢામાં જીભ રાખુ છું (બોલી શકુ છું), જો તમે પુછ્યુ હોત કે, ખરેખર વાત શું છે?

  Wah Ghalib wah!

 2. સુરેશ જાની Says:

  કેટલા બધા વર્શો પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટમાં મીર્ઝા ગાલીબ ફીલ્મ જોઈ હતી. ત્યારે અ ગઝલ બહુ જ ગમી હતી.
  અર્થ સાથે આખી આપવા બદલ શુક્રીયા.
  આવું જ એક બીજું કામ કરવા જેવું છે.
  વર્શ યાદ નથી, પણ કલાપીની જ આવી જ સરસ ફીલ્મ બની હતી અને તેમાં આપણા આ મહાન કવીની ઘણી ગઝલો સાંભળવા મળી હતી. એ જમાનો તો રેકોર્ડોનો હતો. આ ગીતો મેં બહુ શોધ્યાં , પણ મળ્યાં નહીં. કોઈની પાસે તેની રેકોર્ડ હોય તો તે પરથી એમ.પી.-3 બનાવીને નેટ ઉપર કોઈ મુકે તો બધાને એ મહાન ગીતો સાંભળવા મળે.
  એક ગઝલ હતી –
  “અમે જોગી બધા એવા, સ્મશાનો ઢુંઢનારાઓ. “

 3. ઊર્મિ Says:

  जान तुम पर निसार कर्‌ता हूं
  मैं नहीं जान्‌ता दु`आ क्‌या है

  liked this sher the most!!

 4. કુણાલ Says:

  जब कि तुझ बिन नहीं कोई मौजूद
  फिर यह हन्‌गामह अय ख़ुदा क्‌या है

  આ ગઝ઼લમાં મને ખુબ જ ગમતો શેર આ છે..

  આખી ગઝ઼લ માટે ધન્યવાદ…

 5. hemantpunekar Says:

  हम को उन से वफ़ा की है उम्‌मीद
  जो नहीं जान्‌ते वफ़ा क्‌या है

  bahut khub! majaa aavi gai raajiv!

 6. વિવેક Says:

  સુંદર રચના અને સુંદર ભાવાનુવાદ…

 7. Dilip Gajjar Says:

  Nice gazal…I think sang by Jagjit & Chitra in Mirza Galib Serial…very nice collection..Wah Wah..jab ki tuj bin nahi koi maujud…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: